લગ્નના સાત ફેર બાદ કપલ સીધું પોલીસ સ્ટેશન પહોંચ્યું, અને પોલીસ પાસે માંગી આ વસ્તુ !

મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે, લોકડાઉન દરમિયાન લગભગ સામાજિક પ્રસંગો અટકી ગયા હતા. તેના કારણે હવે અનલોકમાં લોકો લગ્ન જેવા કાર્યો કરી રહ્યા છે. લગ્ન બાદ લોકો પહેલા મંદિર જતા હોય છે. પરંતુ એક કપલ એવું જોવા મળ્યું જે લગ્નના તુરંત બાદ પહેલા પોલીસ સ્ટેશન પહોંચ્યું. તેનું કારણ જાણીને તમને પણ ખુબ જ આશ્વર્ય થશે. તો ચાલો જાણીએ કે શા માટે અ કપલ પોલીસ સ્ટેશન પહોંચ્યું. 

મિત્રો પશ્વિમ બંગાળના હાવડામાં એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. જ્યાં એક દુલ્હન અને દુલ્હાએ સાત ફેરા લીધા બાદ મંદિર ન ગયા અને સીધા પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા. લગ્ન બાદ સીધા પોલીસ સ્ટેશન પર ગયા હતા. પરંતુ પોલીસ કર્મીઓએ જ્યારે જોયું કે નવદંપત્તિ પોલીસ સ્ટેશનમાં આવી રહ્યા છે. પણ આ દ્રશ્ય જોઇને પોલીસ કર્મીઓ પણ ચોંકી ગયા હતા. પોલીસ પણ વિચારમાં પડી ગઈ હતી કે, એવું તો શું થઈ ગયું કે, નવ પરણિત દંપત્તિ મંડપથી સીધા ઉઠીને પોલીસ સ્ટેશન આવ્યા.

પોલીસ સ્ટેશનમાં વર અને વધુને સાથે જોઇને જે ઓફિસરો ડ્યુટી પર હાજર હતા એ પણ ચોંકી ગયા હતા. આ નવદંપત્તિને જોઇને પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મીઓની ભીડ જમા થવા લાગી હતી. ત્યાં હાજર દરેક લોકોના મનમાં અને હોઠ પર એક જ સવાલ હતો કે, લગ્ન પુરા થતાની સાથે જ એવી તો શું આફત આવી પડી કે, વર અને વધુ સીધા પોલીસ સ્ટેશન આવી ગયા. 

પોલીસ સ્ટેશન પહોંચ્યા બાદ વર અને વધુએ એવું કંઈક કહ્યું કે, લગભગ બધા જ પોલીસ કર્મીઓ ચોંકી ગયા. ત્યાં જઈને વર અને વધુ એ કહ્યું કે અમે પોલીસકર્મીઓના આર્શીવાદ લેવા માટે આવ્યા છીએ. નવ દંપત્તિએ કહ્યું કે, સંકટ સમયે જે રીતે પોલીસ લોકોની મદદ કરી રહી હતી, તે ખરેખર બધાઈને પાત્ર છે. આખો સમાજ પોલીસ વિભાગ પર ગર્વ કરી રહ્યો છે. અને આ જ કારણ છે કે, લગ્ન સંપન્ન થયા બાદ વર અને વધુ કોરોના વોરીયર્સ પાસે આર્શીવાદ લેવા માટે પહોંચ્યા હતા.

વર અને વધુની આ વાત સાંભળીને તરત જ પોલીસકર્મીઓએ રાહતના શ્વાસ લીધા હતા. આ ઘટના બાગનાન થાણાના હિજલક ગામની છે. વરનું નામ છે અનીષ માંઝી અને વધુનું નામ છે સંગીતા. અનીષ એન્જિનિયર છે. આ બંનેના લગ્ન રવિવારના રોજ સંપન્ન થયા હતા. ખુબ જ ઓછા લોકો આ લગ્નમાં શામિલ થયા હતા. તેમજ આ લગ્નમાં સોશિયલ ડિસ્ટન્સનું પણ ખુબ જ ધ્યાન રાખવામાં આવ્યું હતું. આ લગ્નમાં જે લોકો હાજર રહ્યા હતા એ બધા જ લોકોએ માસ્ક લગાવ્યું હતું. 

ત્યાર બાદ પોલીસ તરફથી નવદંપત્તિને ભેટ પણ આપવામાં આવી હતી. જેમાં 50 માસ્ક અને સેનિટાઈઝર ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું હતું. ડ્યુટી પર હાજર ઓફિસર સહિત અન્ય પોલીસકર્મીઓએ પણ કપલને શુભકામનો આપતા બધાઈ આપી હતી. 

Leave a Comment