પિતાની મજબુરી અને દીકરીઓ કરતી ખેતી કામ, જાણો સોનું સુદે વીડિયો જોઈ મોકલી મોંઘી ભેટ.

આપણા દેશમાં ઘણા એવા ગરીબ પરિવાર છે, જે પોતાના પેટ માટે તનતોડ મહેનત કરે છે. તો એક એવા જ ખેડૂત અને તેની દીકરીનો વિડીયો વાયરલ થયો હતો. જેમાં ખેડૂત અને તેની દીકરીઓ ખેતી કરવા માટે જે મહેનત કરી રહી હતી, એ જોઇને કોઈ પણ વ્યક્તિનું હૃદય કંપી જાય. તો બોલીવુડના એક એક્ટર દ્વારા એ ખેડૂતના ઘરે એક ભેટ મોકલવામાં આવી છે. તો ચાલો જાણીએ કોણ છે એ ખેડૂત અને અને ભેટ મોકલનાર બોલીવુડ એક્ટર દ્વારા શું મોકલવામાં આવ્યું છે. જાણવા માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો. 

વિશ્વમાં કોરોના કાળમાં દરમિયાન તમામ પ્રકારની સમસ્યાઓ જોવા મળી હોય, પરંતુ દેશની જનતાએ પણ બોલિવુડની ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવતા સોનુ સૂદનું એક અલગ પ્રકારનું વ્યક્તિત્વ જોયું છે. લોકડાઉનમાં હજારો લોકોની મદદને કારણે સોનુ સૂદ ચર્ચામાં છે. સોનૂને બોલિવુડનો જ નહિ, પરંતુ દેશનો રિયલ હિરો કહેવામાં આવી રહ્યો છે. તાજેતરમાં આંધ્રપ્રદેશના એક ગરીબ ખેડૂતના ઘરે એક ટ્રેક્ટર મોકલ્યું છે.

સોનુ સૂદે ગરીબ ચિત્તૂર ખેડૂત નાગેશ્વર રાવને એક નવું ટ્રેક્ટર મોકલ્યું છે. આ ટ્રેક્ટરની ડિલિવરી આંધ્રપ્રદેશના દૂરના ગામે રહેતા નાગેશ્વરના ઘરે થઈ છે. નાગેશ્વરા રાવે આ વિશેષ ભેટ માટે સોનુ સૂદની પ્રશંસા કરતા કહ્યું હતું કે, સોનુ રીલ લાઇફમાં વિલન બને છે, પરંતુ વાસ્તવિક જીવનમાં તે આપણા માટે હીરો છે. હું અને મારો પરિવાર સોનુને તેની મહેરબાનીને સલામ કરે છે.

હકીકતમાં નાગેશ્વર રાવનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો હતો. આ વીડિયોમાં જોઈ શકાય છે કે નાગેશ્વર રાવ તેની બે પુત્રી સાથે ખેતરમાં ખેતી કરે છે. તેની પાસે આખલો ભાડે લેવા માટે પૂરતા પૈસા નથી. વીડિયોમાં છોકરીઓએ કરેલી મહેનત જોઈને દરેકનું હૃદય પીગળી ગયું છે. આ વીડિયો જોઇને સોનુ સૂદે તેના જાણીતા અંદાજમાં આ પરિવારની મદદ કરવાની જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય  છે કે, સોનૂએ મોકલેલું ટ્રેક્ટર નાગેશ્વરના ઘરે પહોંચી ગયું છે.

અત્યાર સુધી ઘણા લોકોની મદદ કરી ચુક્યો છે સોનૂ : નોંધનીય છે કે, સોનૂ સૂદ થોડા સમયથી મજૂરો, વિદ્યાર્થીઓથી લઈને ખેડુતો સુધીની દરેકની મદદ માટે આગળ આવી રહ્યો છે. તાજેતરમાં જ તેમણે દશરથ માંઝીના પરિવારને આર્થિક સહાય આપવાની વાત પણ કરી હતી. આ સિવાય સોનુ સૂદ વિદેશમાં ફસાયેલા હજારો વિદ્યાર્થીઓનો દેશમાં પાછા લાવી રહ્યાં છે. ફ્લાઇટ દ્વારા બધાને ભારત લાવવાનું મિશન શરૂ કરવામાં આવી ચુક્યું છે. આ પહેલા સોનૂએ લોકડાઉનમાં ફસાયેલા હજારો કામદારોને પોતાના વતન લાવ્યા હતા. અગાઉ, સોનૂએ ડોક્ટરોની મદદ પણ કરી હતી. સોનુ પણ આ અનુભવોને પુસ્તકના રૂપ આપવા જઈ રહ્યો છે.

Leave a Comment