ગ્લુકોઝની ખાલી બોટલમાંથી બનાવી ડ્રીપ સિસ્ટમ, કરે છે આટલી કમાણી.

મિત્રો, જેમ કે તમે જાણો છો કે દુનિયાના મોટાભાગના દેશોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. આમ ખેતી આધારિત મોટાભાગના લોકો પોતાનું ગુજરાન ચલાવે છે. પણ ખેતીએ જેમ કે તમે જાણો છો તેમ પાણી એટલે કે વરસાદ પર આધારિત હોય છે. જો વારસદ સારો થાય તો ઠીક, નહિ તો દુકાળની સ્થિતિ જોવા મળે છે. અને જો વધુ વરસાદ થાય તો અતિવૃષ્ટિની સ્થિતિ સર્જાય છે. આવા સમયે ખેડૂતની સ્થિતિ ખુબ જ દયનીય બની જાય છે. પરંતુ એક ખેડૂતે એવી સીસ્ટમથી ખેતી કરી કે જે જાણીને તમને આશ્ચર્ય થશે. જો તમે પણ આ વિશે વિસ્તારથી જાણવા માંગો છો તો એકવાર આ લેખ જરૂરથી વાંચી. 

ભારતના મોટાભાગના લોકો પોતાનું ગુજરાન ખેતી પર ચલાવે છે. જો પાણીની તંગીને કારણે ખેતરોમાં મોટાભાગે જમીન સુકી જોવા મળે છે. અને વધુ વરસાદને કારણે અતિવૃષ્ટિ પણ જોવા મળે છે. આવી સ્થિતિમાં ખેડૂતને ઘણી વખત ફાંસીએ લટકવાનો વારો પણ આવે છે. તો પણ ખેડૂત ખેતી કરે છે અને લોકોની ભૂખને શાંત કરે છે. આમ દેશના ખેડૂતને પાણીની ખુબ મોટી સમસ્યા છે. આવા સમયે મધ્યપ્રદેશના એક ખેડૂતે એક એવો શાનદાર ઉપાય અપનાવ્યો છે કે તેણે ખાલી ગ્લુકોજની બોટલ દ્વારા ડ્રીપ સીસ્ટમ બનાવી છે. જોને જોઇને તમે પણ ચોંકી જશો.

આ વિશે જાણવા મળતી વધુ માહિતી મુજબ એક રીપોર્ટમાં એવું જાણવા મળ્યું છે કે, મધ્યપ્રદેશના આદિવાસી જીલ્લાના ઝાબુઆ ગામની આ ઘટના છે. આ એક પહાડી ક્ષેત્ર છે ત્યાં રહેતા રાજેશ બારિયા નામના એક ખેડૂતે એક એવો ઉપાય શોધી કાઢ્યો છે કે જેના કારણે ખેતી ખુબ સારી રીતે થઈ શકે. 

રાજેશ બારિયાએ NAIP એટલે કે રાષ્ટ્રીય નવાચાર પરિયોજનાના કૃષિ વૈજ્ઞાનિકો સાથે 2009-2010 માં વાત કરી અને પોતાની બધી જ મુશ્કેલીઓ અંગે વાત કરી. ત્યાર પછી વૈજ્ઞાનિકોએ તેને સૂચનાઓ આપી કે તે આ રીતે ખેતી કરે. વૈજ્ઞાનિકોએ તેને જણાવ્યું કે, શકની ખેતી તે ઠંડી અને વરસાદની મૌસમમાં નાના પાયા પર કરે. આ સિવાય તેની જમીન આવી રીતે ખેતી કરવા માટે યોગ્ય છે. ત્યાર પછી તેણે કારેલા, દુધી વાવવાનું શરૂ કરી દીધું. આ સિવાય તેણે પોતાની નર્સરી પણ શરૂ કરી દીધી.

આ એરિયા એવો હતો કે જ્યાં પાણીની અછત ખાસ કરીને અનિયમિત વરસાદને કારણે થતી હતી. તેથી બારીયાને વૈજ્ઞાનિકોનું સુચન અપનાવ્યું. તેમણે કહ્યું કે વેસ્ટ ગ્લૂકોજની ખાલી બોટલ ઉપયોગમાં લઈ શકાય છે. તેનાથી તેમણે એક સિંચાઈ યોજના અપનાવી. આ માટે તેને પહેલા તો ગ્લૂકોજની ખાલી બોટલ 20 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ખરીદી. આ પછી ઉપરના ભાગને કાપી નાખ્યો. આ પછી આ બોટલને છોડ પાસે લટકાવી દીધી. આમ પાણીનો પ્રવાહ ધીમે ધીમે આ બોટલ મારફત છોડ સુધી પહોંચતો. 

આ સિવાય અમે તમને જણાવી દઈએ કે, સ્કુલ જતા પહેલા તેમના બાળકો દરરોજ છોડને પાણી પાતા. આમ 0.1 હેકર જમીનમાંથી લગભગ 15,200 રૂપિયા તેઓ સિઝનમાંથી લેતા હતા, આ પદ્ધતિ દ્વારા બે ફાયદા થયા. જમીન પણ સુકાઈ નહિ અને પાણીનો બગાડ પણ ન થયો. આમ આ પદ્ધતિને ગામના બીજા લોકોએ પણ અપનાવી છે. તેમણે વેસ્ટ પ્લાસ્ટિકને પણ લીધું. આમ મધ્યપ્રદેશ સરકાર તેમજ જીલ્લા પ્રશાસનએ તેની ખુબ તારીફ કરી અને તેને પ્રમાણપત્ર આપી સમ્માનિત પણ કર્યા. 

Leave a Comment