ગળામાં કફ જામે ત્યારે દેખાય છે આ 7 લક્ષણ, જાણો તેને કાઢવાના આ સરળ ઉપાયો 

મિત્રો આપણે જાણીએ છીએ કે હવે શિયાળાની ઋતુ શરુ થવાની છે, જેની અસર થોડી થોડી શરુ થઇ ગઈ છે. જો કે આ ઋતુમાં લોકોને શરદી, ઉધરસ તેમજ કફની તકલીફ વધુ રહે છે. આથી લોકોને ઘણી તકલીફ પડે છે. તેમાં પણ જયારે ગળામાં કફ જામી જાય છે ત્યારે તેને બહાર કાઢવામાં ખુબ જ મુશ્કેલી અનુભવાય છે. પણ જો તમે થોડી સાવચેતી રાખો તો તમે કેટલાક ઉપાયો દ્વારા તેને પ્રારંભમાં જ દુર કરી શકો છો. અને તમારું ગળું સ્વસ્થ રહે છે. આથી તમારે કફ જામવા વિશેનાં કેટલાક લક્ષણો વિશે જાણી લેવું જરૂરી છે જેથી કરીને તમે યોગ્ય ઉપાય કરી શકો. 

ઘણી વખત આપણે જ્યારે શ્વાસ લઈએ છીએ, તો એવો અનુભવ થાય છે જાણે ગળામાં કઇંક જામી ગયું છે. ગળામાં ખરાશ હોય છે. જ્યારે આપણે આ ખરાશને દૂર કરવા માટે ઉધરસ ખાઈએ છીએ કે, ગળા પર શ્વાસ લેતા દરમિયાન જોર આપીએ છીએ તો સફેદ, ઘટ્ટ અને ચીકણો પદાર્થ નીકળે છે. આ ચીકણા પદાર્થને કફ કે બલગમ કહેવામા આવે છે. જે માત્ર ગળામાં જ નહીં પરંતુ છાતીમાં પણ જામી જાય છે.બલગમ જામી જવા પાછળ ઘણા કારણો હોય છે. અમુક કેસમાં તે વાઇરલ સંક્રમણ, શરદી-ઉધરસ, એલર્જી, ન્યુમોનિયા, તાવના કારણે થાય છે. સવારે કે રાત્રે ઠંડી તાસીર વાળા ફૂડ ખાવાના કારણે પણ બલગમની સમસ્યા થઈ શકે છે. તેમ જ ટીબી જેવા સંક્રામક રોગોના કારણે પણ ઉધરસ સાથે કફની સમસ્યા થાય છે. 

કફના કારણે હંમેશા લોકોને ગળામાં ખરખરાહટ અનુભવાય છે, સાથે જ વારંવાર ઉધરસ ખાવાના કારણે કફની સમસ્યાને કારણે તેમને અસહજતા પણ અનુભવાય છે. સામાન્ય રીતે આ સમસ્યા સરળતાથી અમુક ઘરેલુ ઉપાયોની મદદથી સરખી થઈ જાય છે, પરંતુ મેડિકલ કન્ડિશનના કેસમાં ડોક્ટર સાથે વાતચીત કરવી જરૂરી હોય છે. આ લેખમાં અમે તમને ગળામાં કફ જામે ત્યારે દેખાતા 7 લક્ષણો અને સાથે જ કફ બહાર કાઢવાના સરળ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ.ગળામાં કફ જામવાના લક્ષણો:- ગળામાં કફ થવાનું સૌથી સામાન્ય લક્ષણ છે ઉધરસ, જે રાતના સમયે ખૂબ જ વધારે પરેશાન કરે છે. તે સિવાય ગળામાં કફ થાય ત્યારે અન્ય સંકેત અને લક્ષણ જોવા મળે છે જેમકે, ગળામાં ખરાશ, રાત્રે વધારે ઉધરસ આવવી, ગળામાં ખંજવાળની સમસ્યા, ગળામાં ખંજવાળ અને દુખાવો, મોંમાંથી દુર્ગંધ આવવી, ઉધરસ સાથે વારંવાર થૂકવું, ઉલ્ટી કે ઊબકાની સમસ્યા, વારંવાર ગળું સાફ કરવાની જરૂર અનુભવવી. 

ગળાનો કફ બહાર કાઢવાના ઉપાયો:-

1) પાણીનું સેવન વધારે કરવું:- પ્રયત્ન કરવો કે, ગરમ પાણી પીવું, તેનાથી કફને ઢીલો કરવામાં અને બહાર કાઢવામાં ઘણી મદદ મળે છે.2) સ્ટીમર કે ગરમ પાણીની મદદથી વરાળ લેવી:- તે પણ કફથી છુટકારો મેળવવાનો એક સારો ઉપાય છે, પ્રયત્ન કરવો કે પાણીમાં 2-3 ટીપાં ફુદીનાનું તેલ પણ નાખવું.

3) રૂમમાં ભેજ જાળવી રાખવો:- તે માટે તમે રૂમમાં હ્યુમિડફાયરનો પ્રયોગ કરી શકો છો. તેનાથી હવાને સાફ કરવામાં અને ભેજ જાળવી રાખવામા મદદ મળે છે. તેનાથી કાફને ઢીલો પાડવામાં મદદ મળે છે.4) ગરમ પાણીથી કોગળા કરવા:- તેનાથી કફની સાથે જ ગળાની ખરાશ, સોજો અને દુખાવો દૂર કરવામાં પણ મદદ મળશે. સિંધાલું મીઠુંનો ઉપયોગ વધારે લાભદાયી રહે છે. 

5) હર્બલ ચા પીવી:- તમે તે માટે આદું. તુલસીનો ઉપયોગ કરી શકો છો. બંને કફથી છુટકારો અપાવવામાં ખૂબ જ લાભદાયી છે. દિવસમાં 2-3 વખત સેવન કરવાથી ઘણો ફાયદો મળે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment