ન્હાતા પહેલા શરીર પર લગાવી દો ઘરમાં રહેલુ આ દેશી તેલ, સાંધાના દુખાવા દુર કરી શરીર થઈ જશે એકદમ હળવું, ત્વચાની તમામ સમસ્યાથી મળશે કાયમી છુટકારો…

જો શરીરની માલિશ કરવામાં આવે તો શરીરને અનેક પ્રકારના લાભ થાય છે. શરીરની માલિશ કરવા માટે સરસવનું તેલ ખૂબ જ ફાયદાકારક છે, એ તો આપણે સૌ જાણીએ જ છીએ. એ જ કારણ છે કે મોટા ભાગના લોકો જમવાનું બનાવવા માટે સરસવના તેલનો ઉપયોગ કરે છે. સરસવ ના તેલનો ઉપયોગ અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓને દૂર કરવા માટે ઘરેલુ ઉપાયના રૂપે કરી શકાય છે.

કેટલાક લોકો વાળની માલિશ કરવા માટે પણ સરસવના તેલનો ઉપયોગ કરે છે. શરીરને નમી પ્રદાન કરવા માટે પણ સરસવના તેમનો ઉપયોગ કરવામાં આવે છે. આમ તો સરસવના તેલથી શરીરની માલિશ કોઈપણ સમયે કરી શકાય છે પરંતુ તમારી ત્વચા માંથી એજિંગ ના લક્ષણો દૂર કરવા, ત્વચાની નમી જાળવી રાખવા માટે સરસવના તેલને નાહતા પહેલા લગાવવાથી ફાયદાકારક થાય છે. તો ચાલો જાણીએ સરસવના તેલને લગાવીને નાહવાથી કયા ફાયદા થાય છે.1) સાંધાના દુખાવામાં રાહત:- જો તમે નાહતા પહેલા તમારા શરીર ની સરસવના તેલથી માલિશ કરશો તો તેનાથી તમારા સાંધામાં થતા દુખાવામાં રાહત મળી શકે છે અને હાડકાને મજબૂતી મળે છે. તેથી જો તમને માસપેશીઓમાં અવારનવાર દુખાવો રહેતો હોય તો તમે નાહતા પહેલા સરસવના તેલની નિયમિત રૂપે માલિશ કરી શકો છો. 

2) એજિંગ લક્ષણો દૂર કરે:- સરસવના તેલમાં એન્ટી એજિંગ ઉપલબ્ધ હોય છે. નાહતા પહેલા શરીર પર સરસવનું તેલ લગાવવાથી તમને એજિંગ ના લક્ષણો દૂર કરવામાં મદદ મળે છે. જો તમે દરરોજ નાહતા પહેલા શરીરની સરસવના તેલથી માલિશ કરશો તો તેનાથી તમને કરચલીઓ, ફાઇનલાઇન્સ વગેરેથી છુટકારો મળી શકે છે. આ ત્વચામાં કસાવ લાવે છે અને ત્વચાની સ્થિતિસ્થાપકતા પણ જાળવી રાખે છે.3) ખીલની સમસ્યા દૂર કરે:- સરસવના તેલમાં એન્ટિબાયોટિક, એન્ટીબેક્ટેરિયલ ગુણ ઉપલબ્ધ હોય છે. એવામાં જો તમે નાહતા પહેલા આખા શરીર પર સરસવના તેલથી માલિશ કરશો તો તેનાથી ખીલ અને ફોલ્લીઓથી બચાવ થશે. આ એન્ટી ફંગલ નું પણ કામ કરે છે. એવામાં ફંગલનો વિકાસ નથી થતો અને સ્કીન ઇન્ફેક્શનથી પણ બચાવ થાય છે. 

4) ત્વચાને મુલાયમ બનાવે:- જો તમારી ત્વચા શુષ્ક અને નિર્જીવ રહેતી હોય તો તમે નાહતા પહેલા તમારા શરીરની સરસવના તેલથી માલિશ કરી શકો છો. સરસવનું તેલ ત્વચાને મોશ્ચ્યુ્રાઈસ કરવામાં મદદરૂપ થાય છે. દરરોજ નાહવાના એક થી બે કલાક પહેલા સરસવના તેલને લગાવવાથી ત્વચા ને નમી મળે છે અને સ્કીન હાઇડ્રેટ રહે છે.

નાહતા પહેલા શરીરમાં સરસવનું તેલ કેવી રીતે લગાવવું?:- નાહતા પહેલા શરીર પર સરસવનું તેલ લગાવવું ખૂબ જ ફાયદાકારક છે. તેના માટે તમે સરસવનું તેલ લો અને તેને આખી બોડી પર લગાવો. હવે હળવા હાથોથી માલિશ કરો. ત્યારબાદ એક થી બે કલાક સુધી સ્કિન પર આવી જ રીતે લગાવીને રહેવા દો અને પછી નાહી લો. પરંતુ આ દરમિયાન ધ્યાન રાખવું કે તમારે સાબુનો ઉપયોગ નથી કરવાનો તેનાથી સ્કિન માંથી સરસવનું તેલ બધું જ નીકળી જશે. 

સરસવના તેલની તાસીર ખૂબ જ ગરમ હોય છે તેથી જો તમારી ત્વચા પર સરસવનું તેલ સૂટ ન કરતું હોય તો, તેનો ઉપયોગ કરવાથી બચવું. તેના માટે તમે પહેલા સરસવના તેલને ત્વચા પર પેચ ટેસ્ટ કરી શકો છો. જો તમને સરસવનું તેલ લગાવ્યા બાદ બળતરા, લાલાશ કે ખંજવાળ જેવું મહેસૂસ થાય તો આનો ઉપયોગ ન કરવો. જો 24 કલાકના પેચ ટેસ્ટમાં ત્વચા સામાન્ય રહેતી હોય તો તમે નાહતા પહેલા સરસવનું તેલ લગાવી શકો છો અને તેના ફાયદા ઉઠાવી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment