સવારે ખાલી પેટ કરો આ પાણીનું સેવન, ડાયાબીટીસ, કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરી, બચાવશે હૃદય રોગ, કેન્સર, ગઠિયા વા જેવી અનેક ગંભીર બીમારીઓથી…જાણોલી આ પાણી બનાવવાની સરળ રીત…

આપણી આસપાસ અનેક પ્રકારની વનસ્પતિઓનો ખજાનો આવેલો છે. આ વનસ્પતિઓ ઔષધી રૂપે કામ કરે છે. અને આપણા સ્વાસ્થ્યની તંદુરસ્તી જાળવવા માટે અનેક પ્રકારની બીમારીઓમાં સહાયક બને છે. આવી જ વનસ્પતિઓમાં એક ધાણા છે જે રસોઈ નો સ્વાદ તો વધારે જ છે સાથે આપણા સ્વાસ્થ્ય માટે પણ અનેક રીતે લાભદાયક છે.

ઉત્તર ભારતથી લઈને દક્ષિણ સુધી અને પૂર્વથી પશ્ચિમ ભારત સુધી ધાણા ભારતીય ભોજન નો એક અભિન્ન ભાગ છે. ધાણા નો ઉપયોગ દેશમાં લગભગ દરેક ઘરમાં મસાલા ના રૂપે કરવામાં આવે છે. ભોજનનો સ્વાદ અને સુગંધ વધારવાની સાથે ધાણા અનેક ગુણોથી ભરપૂર છે તેથી આ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. જો નિયમિત રૂપે ધાણાના પાણીનું સેવન કરવામાં આવે તો તેનાથી ત્વચા અને વાળ ની અનેક સમસ્યાઓ દૂર થવાની સાથે જ ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ જેવી બીમારીઓ પણ નિયંત્રિત રાખી શકાય છે.સંશોધન પ્રમાણે ધાણામાં બાયોએક્ટિવ ફાઈટોકેમિકલ્સ થી ભરપૂર એન્ટિઓક્સિડન્ટ ઉપલબ્ધ હોય છે. જે ચિંતા, તણાવ, ઉન્માદ, તંત્રિકા તંત્રની સમસ્યાઓ, માઇગ્રેન અને કેન્સર જેવી બીમારીઓના જોખમને ઘટાડવામાં મદદરૂપ થાય છે. આ એન્ટી માઇક્રોબિયલ અને એન્ટી ઈમ્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર હોય છે. અહીંયા અમે તમને ધાણાના પાણીથી મળતા ફાયદા વિશે જણાવીશું જેથી તમે દરરોજ આનું સેવન કરીને પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકો

ધાણાના પાણીનું સેવન કરવાથી મળતા ફાયદા:-

1) એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર:- ધાણાના પાન અને બીજ બંનેમાં એન્ટિઓક્સિડન્ટ હોય છે જે એક પ્રકારના પ્રાકૃતિક અણુ હોય છે અને તે આપણા શરીરમાં હાજર હાનીકારક મુક્ત કણોને નષ્ટ કરવામાં મદદરૂપ થાય છે. મેડિકલ ન્યુઝ ટુડે પ્રમાણે એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર ખાદ્ય પદાર્થનું સેવન કરવાથી હૃદય રોગ, કેન્સર, ગઠિયો વા, સ્ટ્રોક, શ્વાસના રોગ, ખરાબ ઇમ્યુનિટી, પાર્કિંસન્સ જેવા રોગોનું જોખમ ઘટે છે અને સાથે જ આ અનેક પ્રકારના સોજાઓને પણ દૂર કરવામાં મદદરૂપ થાય છે.2) ચિંતા અને તણાવ દૂર કરવામાં મદદરૂપ:- આફ્રિકન જનરલ ઓફ પ્લાન્ટ સાયન્સનું કહેવું છે કે અનિંદ્રાની સારવાર માટે ધાણાને ઇરાનમાં એક પ્રાચીન ઔષધી રૂપે ઉપયોગ કરવામાં આવે છે. ધાણાનો અર્ક દુખાવો ઓછો કરવાવાળા અને માંસપેશીયોને આરામ આપવા વાળી ઔષધી રૂપમાં ઓળખાય છે. આ પેટમાં થતી દરેક સમસ્યાઓ અને તણાવ ઉત્પન્ન કરતી નર્વસ સિસ્ટમથી જોડાયેલી મુશ્કેલીઓને પણ દૂર કરે છે.

3) ખરાબ જીવનશૈલીના કારણે થતી બીમારીઓમાં મદદરૂપ:- ડાયાબિટીસ, બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલ આજના સમયમાં સામાન્ય બીમારીઓ બની ચુકી છે જે મોટાભાગે ખરાબ જીવનશૈલીના કારણે થાય છે. કારણ કે ધાણા ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે અને તેમાં વિટામિન એ, સી અને અનેક પ્રકારના પોષક તત્વો હોય છે. એવામાં તેનો એન્ટિઓક્સિડેન્ટ ગુણ આ બીમારીઓને વધતા અને ગંભીર થતા રોકવાનું કામ કરે છે.4) ધાણાનું પાણી શરીરને આપે છે ઠંડક:- ઉનાળામાં ધાણાનું પાણી એક ખૂબ જ સારું પીણું છે. આ શરીરને ઠંડું કરે છે અને કિડનીને ડિટોક્ષ પણ કરી શકે છે. આ શરીરમાંથી પાણીની કમીને પણ દૂર કરે છે.

5) ત્વચા અને વાળને બનાવે છે ચમકદાર:- ધાણામાં હાજર આયર્ન અને એન્ટી ફંગલ, એન્ટી બેકટેરિયલ ગુણ આપણી ત્વચામાં ખીલથી લડવામાં મદદ કરે છે અને તેને ચમકદાર બનાવે છે. આ અનેક વિટામિનોથી ભરપૂર હોવાના કારણે વાળને સ્વસ્થ રાખવા અને તેના વિકાસમાં પણ મદદરૂપ થાય છે. જો તમે વાળમાં લગાવતા તેલમાં ધાણા મેળવો છો તો તેનાથી વાળનું તૂટવું અને ખરવું બંધ થઈ જશે. અહીંયા અમે તમને ધાણાનું પાણી બનાવવાની રીત શીખવી રહ્યા છીએ જેથી તમે તેને આજથી જ તમારા રૂટિનમાં સામેલ કરી શકો અને તેના ફાયદા અને લાભ ઉઠાવી શકો.

કેવી રીતે બનાવવું ધાણાનું પાણી:- ધાણાનું પાણી બનાવવા માટે તમારે બે કપ સાદા પાણીમાં એક ચમચી ધાણાના બીજને ઉકાળવાના છે. ત્યારબાદ આ પાણી અડધું થઈ જાય ત્યાં સુધી ઉકળવા દેવાનું છે. પાણી અડધું થયા બાદ ગેસ પરથી ઉતારીને ગાળી લો અને એક કપમાં ભરી લો. આના વધુમાં વધુ ફાયદા શરીરને મળે તેના માટે તમારે આ પાણીને દરરોજ સવારમાં ખાલી પેટે પીવાનું છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment