આ રીતે ઓળખો તમારા શરીરીમાં ઘટતું વિટામિન અને કરો આ ઉપાય… ડોક્ટર પાસે જવાની જરૂર નહીં પડે

મિત્રો તમે જોતા હશો કે, ઘણા લોકોને હંમેશા થાક અથવા તો સુસ્તી જેવું લાગ્યા કરે છે. જેના અનેક કારણો હોય શકે છે. શરીરને જરૂરી અમુક તત્વો જો ન મળે તો શરીર હંમેશા થાક અનુભવે છે. તેથી આ તત્વોની કમી પૂરી કરવી જરૂરી બની જાય છે. પરંતુ ઘણી વખત લોકોને ખ્યાલ જ નથી હોતો કે, તેના શરીરમાં ક્યાં તત્વની ઉણપ છે. તેથી જો તમે આવું અનુભવી રહ્યા હો, તો આ લેખને અવશ્ય વાંચવો જોઈએ. 

ઘણા લોકોને હંમેશા થાક અને સુસ્તીનો અનુભવ થતો હોય છે. જેના કારણે તેને કોઈ પણ વસ્તુમાં મન નથી લાગતું. આમ આ થાક માટે ઘણી વખત નીંદર પૂરી ન થવી, અંદરથી એનર્જી મહેસુસ ન થવી, ખરાબ ડાઈટ જેવા કારણો પણ જવાબદાર હોય છે. આમ હંમેશા થાક રહેવો એ શરીરમાં કોઈ તત્વની કમી દર્શાવે છે. મોટાભાગે જો તમને થાકનો અનુભવ થતો હોય તો તમારા શરીરમાં વિટામીનની કમી હોય શકે છે. જેને મોટાભાગના લોકો ગંભીરતાથી નથી લેતા. આમ સતત થાક અને સુસ્તીને કારણે તમને કોઈ કામ કરવામાં રસ નથી રહેતો તો તમારામાં થોડા વિટામીનની ઉણપ હોય શકે છે. 

વિટામીન –B12  : શરીરમાં રક્ત કોશિકાઓ અને ડીએનએને બનાવવા માટે વિટામીન B12 ની જરૂર પડે છે. આમ મજબુત નર્વસ સિસ્ટમ માટે વિટામીન B12 જરૂરી છે. તેથી જો તમારા શરીરમાં વિટામીન B12 ની કમી છે તો તમને હંમેશા થાક અને કમજોરીનો અનુભવ થાય છે. આ ઉપરાંત શરીરમાં વિટામીન B12 ની કમીથી શરીરમાં બ્લડ સેલ્સ નથી બનતા અને હંમેશા થાક અનુભવ થાય છે. આમ વિટામીન B12 ની કમી પૂરી કરવા માટે તમારે પોતાની ડાઈટમાં માછલી, મીટ, સાબુત અનાજનો સમાવેશ કરવો જોઈએ.વિટામીન D : પોતાના શરીરને બરાબર ચલાવવા માટે વિટામીન D જરૂરી છે. વિટામીન D દાંત અને હાડકાઓ માટે પણ જરૂરી છે. એટલું જ નહિ પણ, વિટામીન D ની સીધી અસર ઈમ્યુન સિસ્ટમ પર પણ પડે છે. તેની કમીથી શરીરમાં હંમેશા સુસ્તી રહે છે. આ સિવાય વિટામીન D નો સૌથી સારો સ્ત્રોત ધૂપ છે. આમ ધૂપમાં નીકળવાથી શરીરમાં વિટામીન D બને છે. સાલમન માછલી, ઈંડાની જર્દી, મશરૂમ અને ફોટીફાઈડ ફૂડસમાં વિટામીન D ભરપુર માત્રામાં હોય છે. 

વિટામીન C : વિટામીન C ને ઇમ્યુનિટી માટે ઓળખવામાં આવે છે. તે સ્કીન અને વાળ માટે ખુબ લાભદાયક છે. વિટામીન C ની કમીનું પહેલું લક્ષણ શરીરમાં જરૂરિયાત કરતા વધારે થાકનો અનુભવ થવો. આ માટે ખાટા ફળ, કીવી, અનાનસ, પપૈયું, સ્ટ્રોબેરી, તરબૂચ, અને કેરીમાં વિટામીન C ભરપુર માત્રામાં હોય છે. 

Leave a Comment