જાણો હનુમાન ચાલીસાની દરેક ચોપાઈનો અર્થ, એક-એક શબ્દ છે મુલ્યવાન.

મિત્રો, તમે હનુમાન ચાલીસા વિશે તો જાણતા જ હશો. કહેવાય છે કે જો હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવે તો દરેક સંકટ દુર થાય છે. હનુમાન ચાલીસાથી હનુમાનજી મહારાજની વિશેષ કૃપા વરસે છે. હનુમાનજીના જે કોઈ ભક્ત છે તેને કોઈ વાતતો ડર રહેતો નથી. તેની પાસેથી ભૂત પ્રેતની છાયા પણ દુર રહે છે. માટે આ હનુમાન ચાલીસાનો પાઠ કરવો એ ખુબ જ લાભદાયી છે. પરંતુ હનુમાન ચાલીસાનો અર્થ સમજવો પણ એટલો જ આવશ્યક છે. ચાલો તો આ હનુમાન ચાલીસાનો ખુબ જ સરળ અને સહેલો અર્થ સમજી લઈએ. 

શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજમન મુકુર સુધારિ | વરણૌ રઘુવર વિમલયશ જો દાયક ફલચારિ ||
બુદ્ધિહીન તનુજાનિકૈ સુમિરૌ પવન કુમાર | બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહિ હરહુ કલેશ વિકાર ||

અર્થાત, કોઈ પણ શુભ કાર્ય શરૂ કરતા પહેલા પોતાના ગુરુદેવ, માતા-પિતાને યાદ કરીને તેને વંદન કરવા જોઈએ. જો તમે કાર્ય શરૂ કરતા પહેલા પોતાના ઇષ્ટદેવને યાદ કરો છો તો તમારું દરેક કામ સરળ રીતે પૂરું થાય છે. હનુમાનજી કષ્ટ હરનાર છે. તેમજ દરેક વિકારને દુર કરનાર છે, બળ અને બુદ્ધિ પ્રદાન કરનાર છે. 

જય હનુમાન જ્ઞાન ગુણ સાગર | જય કપીશ તિહુ લોક ઉજાગર
રામદૂત અતુલિત બલધામા | અંજનિ પુત્ર પવનસુત નામા  

શ્રી હનુમાનજી જ્ઞાનના સાગર સમાન છે. તેમજ ત્રણેય લોકને ઉજાગર કરનાર છે. રામના દૂત એવા હનુમાનજી અનંત બળના ધામ સમાન છે. આ સિવાય તે અંજની પુત્ર છે અને પવનસુતના નામે પણ ઓળખાય છે. 

મહાવીર વિક્રમ બજરંગી | કુમતિ નિવાર સુમતિ કે સંગી
કંચન વરણ વિરાજ સુવેશા | કાનન કુંડલ કુંચિત કેશા  

હનુમાનજી અનંત બળના સ્વામી છે, વિક્રમ તેમજ બજરંગી છે. કુમતિને નિવારી શકે છે અને સારી સંગતી કરાવે છે. કંચનનો વેશ ધારણ કરનાર છો, તેમજ સુંદર વેશ પણ ધારણ કરો છો. તમારા કાનમાં રહેલા કુંડળ તમારી શોભા વધારે છે. 

હાથવજ્ર ઔર ધ્વજા વિરાજૈ | કાંથે મૂંજ જનેવૂ સાજૈ ||
શંકર સુવન કેસરી નંદન | તેજ પ્રતાપ મહાજગ વંદન   

તમે એક હાથમાં ગદા અને એક હાથમાં ધજા ધારણ કરો છો. તમારા ખંભા પર રહેલ જનોઈ તમારી શોભા વધારે છે. તમે ભગવાન શિવના અંશ છો, તમેજ કેસરી નંદન છો. તમારું તેજ સમસ્ત જગતમાં ફેલાયેલું છે. 

 

વિદ્યાવાન ગુણી અતિ ચાતુર | રામ કાજ કરિવે કો આતુર
પ્રભુ ચરિત્ર સુનિવે કો રસિયા | રામલખન સીતા મન બસિયા  

તમે વિદ્યાવાન છો, ગુણોમાં અતિ ચતુર છો, ભગવાન શ્રી રામ માટે તમે બધું જ કરવા તૈયાર છો, તમે ભગવાન શ્રી રામની કથા સાંભળવા માટેના રસિયા છો,  શ્રીરામ, સીતાજી અને લક્ષ્મણજી તમારા હૃદયમાં બિરાજે છે.

 

સૂક્ષ્મ રૂપધરિ સિયહિ દિખાવા | વિકટ રૂપધરિ લંક જલાવા
ભીમ રૂપધરિ અસુર સંહારે | રામચંદ્ર કે કાજ સંવારે   

તમે માતા જાનકી સમક્ષ પોતાનું સુક્ષ્મ રૂપ દેખાડ્યું તો સિંહ સામાન પોતાનું વિકરાળ સ્વરૂપને પણ દેખાડ્યું છે. તમે વિકટ રૂપ ધરીને અસુરનો સંહાર કર્યો, શ્રીરામ માટે તમે દરેક કામ કર્યું છે. 

લાય સંજીવન લખન જિયાયે | શ્રી રઘુવીર હરષિ ઉરલાયે
રઘુપતિ કીન્હી બહુત બડાયી | તુમ મમ પ્રિય ભરત સમ ભાયી  

તમે લક્ષ્મણજી માટે સંજીવની લઈ આવ્યા હતા અને લક્ષમણજીને સજીવ કર્યા હતા. આ જોઈને શ્રી રામના હૃદયમાં હર્ષ વ્યાપી ચુક્યો હતો. રઘુપતિ ખુબ મોટી વાત કહી કે હનુમાન તું મને ભરતની જેમ પ્રિય છો. 

સહસ્ર વદન તુમ્હરો યશગાવૈ | અસ કહિ શ્રીપતિ કંઠ લગાવૈ
સનકાદિક બ્રહ્માદિ મુનીશા | નારદ શારદ સહિત અહીશા    

હજારો મુખો દ્વારા તમારા યશનો મહિમા ગવાય છે. તમારા ગુણ લોકો પોતાના શ્રી કંઠે ગાય છે, સનકાદિક, મુની, બ્રહ્મા, તેમજ મુનિગણ આ સિવાય નારદ સારદ સહીત બધા તમારા ગુણો ગાય છે. 

યમ કુબેર દિગપાલ જહાં તે | કવિ કોવિદ કહિ સકે કહાં તે
તુમ ઉપકાર સુગ્રીવહિ કીન્હા | રામ મિલાય રાજપદ દીન્હા

મૃત્યુના દેવ યમરાજ, ધનના દેવતા કુબેર અમે દરેક દિશાના દેવ દિગપાલ પણ તમારા ગુણ નથી ગાય શકતા. તેમજ બધા કવિઓ મળીને પણ તમારા ગુણ નથી ગાય શકતા. તમે સુગ્રીવ પર ઉપકાર કરીને ભગવાન શ્રી રામ સાથે મેળાપ કરાવ્યો અને રાજપદ મેળવ્યું છે. 

તુમ્હરો મંત્ર વિભીષણ માના | લંકેશ્વર ભયે સબ જગ જાના
યુગ સહસ્ર યોજન પર ભાનૂ | લીલ્યો તાહિ મધુર ફલ જાનૂ  

તમારો મંત્ર માનીને જ વિભીષણ રામ શરણે આવ્યા હતા અને લંકાના રાજા બન્યા હતા. તેમજ જે સૂર્ય સુધી પહોંચવા માટે યુગ વીતી જાય છે ત્યાં તમે એક સેકંડમાં પહોંચી સૂર્યને એક ફળ સમજી ખાઈ ગયા હતા. 

પ્રભુ મુદ્રિકા મેલિ મુખ માહી | જલધિ લાંઘિ ગયે અચરજ નાહી
દુર્ગમ કાજ જગત કે જેતે | સુગમ અનુગ્રહ તુમ્હરે તેતે

એમાં કોઈ આશ્ચર્યની વાત નથી કે તમે પ્રભુ શ્રી રામની અંગુઠી મોઢા મૂકી અને આખો સમુદ્ર પાર કરી લીધો. તમારી કૃપાથી હજારો કામો પળમાં પાર પડી જાય છે. 

રામ દુલારે તુમ રખવારે | હોત આજ્ઞા બિનુ પૈસારે
સબ સુખ લહૈ તુમ્હારી શરણા | તુમ રક્ષક કાહૂ કો ડર ના

તમે શ્રી રામના દ્વાર પર રક્ષક સામાન ઉભા છો. આથી કોઈ પણ તમારી અનુમતિ વગર પ્રવેશ મેળવી નથી શકતું. તમામ પ્રકારના સુખ તમારી શરણ લે છે. આથી જેની રક્ષા તમે કરો છો તેને ડરવાની જરૂર નથી. 

આપન તેજ સમ્હારો આપૈ | તીનોં લોક હાંક તે કાંપૈ
ભૂત પિશાચ નિકટ નહિ આવૈ | મહવીર જબ નામ સુનાવૈ

તમારું તેજ તમે જ ઝીલી શકો છો, તમારા ભયથી ત્રણેય લોકો કાંપી ઉઠે છે. તેમજ તમે જ્યાં હો ત્યાં ભૂત પિશાચ પાસે પણ નથી આવતા. જ્યારે તમારું નામ બોલવામાં આવે ત્યારે ભૂત પિશાચ ચાલ્યા જાય છે. 

નાસૈ રોગ હરૈ સબ પીરા | જપત નિરંતર હનુમત વીરા
સંકટ સે હનુમાન છુડાવૈ | મન ક્રમ વચન ધ્યાન જો લાવૈ

જે લોકો નિરંતર હનુમાનજીના નામના જપ કરે છે તેની પાસે બધા જ પ્રકારના રોગ દુર ચાલ્યા જાય છે. દરેક સંકટ માંથી હનુમાનજી છોડાવે છે. તેમજ મન, કર્મ અને વચન ધ્યાન પર લગાવે છે. 

સબ પર રામ તપસ્વી રાજા | તિનકે કાજ સકલ તુમ સાજા
ઔર મનોરથ જો કોયિ લાવૈ | તાસુ અમિત જીવન ફલ પાવૈ

તપસ્વી રાજા ભગવાન શ્રી રામ સર્વ શ્રેષ્ટ છે. જેમાંના દરેક કામો તમે ખુબ જ સહજતાથી કર્યા છે. જે કોઈ પણ પોતના મનની ઈચ્છા સાચા મનથી મુકે છે તે અમિત જીવનનું ફળ મેળવે છે. 

ચારો યુગ પ્રતાપ તુમ્હારા | હૈ પ્રસિદ્ધ જગત ઉજિયારા
સાધુ સંત કે તુમ રખવારે | અસુર નિકંદન રામ દુલારે

ચારેય યુગ એટલે કે સતયુગ, ત્રેતાયુગ, દ્રાપરયુગ અને કળિયુગમાં તમારો પ્રતાપ ફેલાયેલો છે. તમે સમસ્ત જગત્તના ઉજિયારા છો. સાધુ સંતના રખેવાળ છો, તેમજ અસુરોનો વિનાશ કરનાર રામના દુલારા છો. 

અષ્ઠસિદ્ધિ નવ નિધિ કે દાતા | અસ વર દીન જાનકી માતા
રામ રસાયન તુમ્હારે પાસા | સદા રહો રઘુપતિ કે દાસા

તમને સીતામાતાનું વરદાન છે કે તમે કોઈ પણને અષ્ટ સિદ્ધિ અને નવ નિધિ પ્રદાન કરી શકો છો. તમે રામના રસાયણ છો, તમે સદાથી ભગવાન શ્રીરામના દાસ રહ્યા છો. 

તુમ્હરે ભજન રામકો પાવૈ | જન્મ જન્મ કે દુખ બિસરાવૈ
અંત કાલ રઘુપતિ પુરજાયી | જહાં જન્મ હરિભક્ત કહાયી  

તમારું ભજન કરીને ભગવાન શ્રીરામને પામી શકાય છે. તેમજ તમે જનમ જનમના દુઃખ દુર કરો છો. તમારૂ ભજન કરવાથી જ ભગવન શ્રી રામના ધામ વૈકુઠ ધામમાં જઈ શકાય છે. જ્યાં જન્મ લેવા માત્રથી હરી ભક્ત કહેવાય છે. 

ઔર દેવતા ચિત્ત ધરયી | હનુમત સેયિ સર્વ સુખ કરયી
સંકટ ()ટૈ મિટૈ સબ પીરા | જો સુમિરૈ હનુમત બલ વીરા

જ્યારે તમારી સેવા તમારા સ્મરણ કરવાથી બધા જ સુખ મળી જાય છે. તો પછી બીજા દેવતાઓમાં ધ્યાન લગાડવાની જરૂર નથી. જે હનુમાનજી જે કોઈ પણ તમારું ધ્યાન ધરે છે તેના બધા જ દુઃખ દુર થાય છે. 

જૈ જૈ જૈ હનુમાન ગોસાઈ | કૃપા કરહુ ગુરુદેવ કી નાયી
જો શત વાર પાઠ કર કોયી | છૂટહિ બંદિ મહા સુખ હોયી  

હે ભક્તોના દુઃખ હરનાર, મહાવીર હનુમાનજી અમારા પર કૃપા કરો તમારી સદા જય હો, જય હો, જય હો. જે કોઈ આ હનુમાન ચાલીસાના પાઠ કરે છે તેઓ બધા દુઃખ મુક્ત થઈ મહાસુખ મેળવે છે. 

જો યહ પડૈ હનુમાન ચાલીસા | હોય સિદ્ધિ સાખી ગૌરીશા
તુલસીદાસ સદા હરિ ચેરા | કીજૈ નાથ હૃદય મહ ડેરા  

જે કોઈ પણ આ હનુમાન ચાલીસાનો પાઠ કરે છે તેની બધી જ મનોકામના પૂરી થાય છે, જેના સાક્ષી સ્વયં ભગવાન શિવ છે. જે હનુમાનજી તુલસીદાસ સદાથી તમારા દાસ રહ્યા છે હવે તમારા હૃદયમાં સ્થાન આપો. 

પવન તનય સંકટ હરણ – મંગલ મૂરતિ રૂપ | રામ લખન સીતા સહિત – હૃદય બસહુ સુર ભૂપ ||

હે પવન સુત, સંકટને હરનાર સંકટ મોચન, હે કલ્યાણકારી, હે દેવરાજ તમે ભગવાન શ્રી રામ, માતા સીતા અને લક્ષ્મણ સહીત મારા હૃદયમાં વિરાજિત થાઓ. 

Leave a Comment