આ છે વગર દવાએ ફક્ત 5 મિનિટમાં એસિડિટીમાં છુટકારો મેળવવાનો 100% ઘરેલું દેશી ઉપચાર…ENO પીવાની જરૂર નહી પડે…

 

મિત્રો જયારે તમે જે ખોરાકનું સેવન કરો છો તેનું પાચન ન થાય તો તમારા પેટમાં અનેક સમસ્યા થઇ શકે છે. જેમ કે એસીડીટી, ગેસ, અપચો, વગેરે. સામાન્ય રીતે તમે તેના ઈલાજ રૂપે કેટલાક ઘરેલું ઉપાય અથવા તો દવાનું સેવન કરો છો. આવા જ એક ઘરેલું ઉપાય રૂપે તમે લવિંગનું સેવન કરી શકો છો. તેનાથી તમારા પેટમાં થયેલ એસીડીટી તરતજ ગાયબ થઇ જાય છે. 

બહારનું ભોજન કોને નથી પસંદ હોતું? અકસર આપણે લોકો બહાર ભોજન કરી લેતા હોઈએ છીએ. પણ આ ભોજનમાં રહેલ ઓઈલ અને મસાલાઓ એસીડીટી થવાનું મુખ્ય કારણ હોય છે. આ સિવાય રાતના સમયે વધુ ખાવાથી પણ ઘણીવખત એસીડીટી થવા લાગે છે. પાચન ક્રિયા બાધિત થવાથી ભોજન ઘણી વખત ઉપર આવવા લાગે છે. આ સમસ્યામાં તમને બેચેનીનો અનુભવ થાય છે.

એસિડીટીથી આરામ મેળવવા માટે આપણે દવાઓનું સેવન કરીએ છીએ. પણ આ દવાના સેવનથી કેટલીક સાઈડ ઈફેક્ટ પણ થાય છે. એવામાં આ સમસ્યાથી રાહત મેળવવા માટે તમે ઘરના મસાલામાં રહેલ લવિંગનો ઉપયોગ કરી શકો છો. લવિંગ એસીડીટી અને ગેસની સમસ્યાથી મુક્તિ અપાવે છે. તેમજ લવિંગના નિયમિત સેવનથી તમારી પાચન ક્રિયા પણ સુધરે છે. આ લેખમાં આપણે લવિંગથી એસીડીટી થી કેમ રાહત મેળવી શકાય તેના વિશે જાણીશું.એસીડીટી કેમ થાય છે?:- એસીડીટીના ઘરેલું ઉપાય જાણતા પહેલા તમારે એસીડીટી થવાનું કારણ વિશે જાણવું જરૂરી છે. વાસ્તવમાં જયારે તમે ભોજન કરો છો તો ગ્રેસ્ટીક ગ્લેન્ડ ભોજનને પચાવવા માટે એક વિશેષ પ્રકારના એસિડનું નિર્માણ કરે છે. પણ ઘણીવખત આ ગ્લેન્ડ વધુ એસિડનું નિર્માણ કરે છે. તેના કારણે તમને પેટમાં જલનનો અનુભવ થાય છે. જે લોકો વધુ ઓઈલી અને મસાલેદાર ભોજન કરે છે તેને એસીડીટીની સમસ્યા વધુ થાય છે.

લવિંગથી એસીડીટીમાં મેળવો રાહત:- આહાર અથવા ભોજનમાં તમે લવિંગનો ઉપયોગ કરી શકો છો. લવિંગ તમારા પોષક તત્વોના અવશોષણ માં સહાયક હોય છે. સાથે જ તેનાથી પાચન ક્રિયા સારી થાય છે. જો તમને બહારના ભોજનથી એસીડીટી થાય છે તો એવામાં તમે એક ગ્લાસ નવશેકા ગરમ પાણીમાં એક લવિંગ અને એલચી પીસીને પીવો. તેનાથી તમને એસીડીટીમાં આરામ મળે છે. લવિંગમાં કાર્મિનેટીવ ગુણ હોય છે. જે આહારથી થતી અમ્લતા ને ઓછી કરે છે. તેનાથી પેટમાં એસીડીટી અને ગેસ થી રાહત મળે છે. આયુર્વેદમાં પાચનને ઠીક કરવા માટે લવિંગના ઘણા ઉપયોગ જણાવવામાં આવ્યા છે.એસીડીટીમાં લવિંગનો ઉપયોગ કેવી રીતે કરવો?:- એસીડીટીની સમસ્યા થવા પર તમે બે અથવા ત્રણ લવિંગનું સેવન કરી શકાય છે. તેને ધીરેધીરે મોઢામાં ચૂસો. તેના જ્યુસથી તમને થોડી જ મીનીટોમાં આરામ મળશે. આ સિવાય જયારે પણ તમને એસીડીટી નો અનુભવ થાય ત્યારે તમે એક ગ્લાસ પાણીમાં એક લવિંગ ને પીસીને નાખો અને પાણીને ઉકાળી લો. ત્યાર પછી આ પાણી નવશેકું થાય એટલે તેને પીવો. 

ગરમા પાણીમાં લવિંગનો પાવડર નાખો અને તેમાં અડધી ચમચી મધ મિક્સ કરીને પીવાથી પણ તમને એસીડીટી માં આરામ મળે છે. અ સિવાય તમે એક લવિંગ, એક લીલી એલચી અને લગભગ ચાર તુલસીના પાન પીસીને પાણીમાં ઉકાળી લો. ત્યાર પછી ઠંડુ થવા પર તમે તેને ચાની જેમ પી શકો છો. તેનાથી પણ તમને એસીડીટીમાં આરામ મળે છે.

જો તમને વારંવાર એસીડીટી થાય છે તો તમે પોતાના ભોજનમાં વધુ ઓઈલી અને મસાલેદાર ભોજનનું સેવન ઓછુ કરો. તે છતાં પણ એસીડીટી નું પ્રમાણ વધે છે તો તમારે તરત જ કોઈ નિષ્ણાત નો સંપર્ક કરવો જોઈએ. તેમજ પોતાની ખાણીપીણી માં થોડી સાવચેતી રાખવાની જરૂર છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment