કરો આ ચમત્કારિક દાણાનું સેવન…વજન, ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ જેવા અનેક ગંભીર રોગોથી મળશે કાયમી છુટકારો… જાણીલો સેવન કરવાની રીત…

મિત્રો આપણા રસોડામાં એવી અનેક વસ્તુઓ ઉપલબ્ધ હોય છે જે ઘણી બધી બીમારીઓ દૂર કરવામાં સક્ષમ હોય છે. આવી વસ્તુઓમાં એક મેથીના દાણા છે, જે દરેક ભારતીય ઘરોમાં તેનો ઉપયોગ ખાવાનો સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. મેથી ખાવાને પૌષ્ટિક પણ બનાવે છે. મેથીના દાણામાં પોષક તત્વો વધુ પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે મેથીમાં આયર્ન, વિટામીન બી6, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, ફાઇબર, મેગ્નેશિયમ, વિટામિન સી અને કેલ્શિયમ જેવા પોષક તત્વો ઉપલબ્ધ હોય છે.

તેથી મેથીને તમારા ડાયટમાં જરૂર સામેલ કરવી જોઈએ. તમે ઈચ્છો તો મેથીને દાળ અને શાકમાં નાખીને પણ ખાઈ શકો છો કે પછી મેથીને પાણીમાં પલાળીને, પાવડરના રૂપમાં પણ ખાઈ શકાય છે. આમ તો મેથીને કોઈપણ સમયે ખાઈ શકાય છે પરંતુ જો તમે મેથીના દરેક ફાયદા લેવા ઇચ્છતા હોવ તો તેને ખાલી પેટે ખાવી વધુ ફાયદાકારક હોય છે. તો આવો આજે આપણે આ લેખના માધ્યમથી ખાલી પેટે મેથીના દાણા ખાવાના કયા ફાયદા થાય છે તે જાણીશું.👉 ખાલી પેટે મેથી ખાવાના ફાયદા :

1) બ્લડ સુગર નિયંત્રિત કરે:- મેથીના દાણા કાર્બોહાઈડ્રેટ નું અવશોષણ કરવામાં મદદ કરે છે. અવશોષિત થયા વગરનું કાર્બોહાઈડ્રેટ બ્લડ સુગર લેવલને વધારવામાં મદદ કરે છે. ઇન્સ્યુલિનનું નિર્માણ કરે છે જે વધેલા બ્લડ સુગર લેવલને ઘટાડે છે. મેથીના દાણા ટાઈપ 2 ડાયાબિટીસનો અસરકારક ઈલાજ છે. આ HbA1C ના લેવલને પણ ઘટાડે છે. આ ડાયાબિટીસની તપાસ કરવાનો બ્લડ ટેસ્ટ માર્કર છે.

2) વજન નિયંત્રિત કરે:- મેથીના દાણા માં સોલ્યુબલ ફાઇબર હોય છે. સોલ્યુબલ ફાઇબર પાચનમાં મદદરૂપ થાય છે. આ કબજિયાતને પણ દૂર કરે છે. સવારમાં ખાલી પેટે મેથી દાણા ખાવાથી ભૂખ ઓછી લાગે છે. આ મેટાબોલીઝ્મ ને વધારે છે અને સારા ડાયજેશન ને સ્ટીમ્યુલેટ કરે છે. મેથી દાણા ખાલી પેટે ખાવાથી ભૂખ પર નિયંત્રણ રહે છે.ભૂખ ઓછી લાગવાથી વજન પણ નિયંત્રિત રહે છે.3) ઇમ્યુનિટી બુસ્ટ કરે:- મેથીના દાણામાં સૈપોનિન્સ નામનું કમ્પાઉન્ડ હોય છે. આ શક્તિશાળી એન્ટિબેક્ટેરિયલ પ્રોપર્ટીસથી ભરપૂર હોય છે. સૈપોનિન્સથી રોગપ્રતિકારક ક્ષમતા વધવામાં મદદ મળે છે. ખાલી પેટે મેથીના દાણા ખાવાથી શરીર વાયરસ અને બેક્ટેરિયાથી લડવા માટે તૈયાર થાય છે. આ કારણે મેથી ઇમ્યુનિટીને સ્ટ્રોંગ કરે છે.

4) બ્રેસ્ટ મિલ્ક વધારે:- મેથીના દાણા ખાવાથી બ્રેસ્ટ ફીડિંગ કરાવતી માતાઓમાં દૂધનું નિર્માણ ઝડપથી થવા લાગે છે. મેથીમાં ગેલેક્ટેગોગ્યું (Galactagogues) ઉપલબ્ધ હોય છે. આ કમ્પાઉન્ડ બ્રેસ્ટ ફીડિંગ માં દૂધ વધારવામાં મદદરૂપ થાય છે. મેથીના દાણાથી બનેલા લાડુ બ્રેસ્ટ મિલ્ક વધારવામાં લાભદાયક બની શકે છે.

5) પુરુષોની યૌન ક્ષમતા વધારે:- પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન નામનું સેક્સ હોર્મોન હોય છે. આ હોર્મોન સ્પર્મ કાઉન્ટ અને ફર્ટિલિટીને વધારે છે. પુરુષોમાં તેમની ઉંમર કે કેટલાક મેડિકલ કન્ડિશનના કારણે ટેસ્ટોસ્ટેરોન હોર્મોન ઓછું થવા લાગે છે. મેથીના દાણા આ હોર્મોનને બનાવવામાં મદદ કરે છે. મેથીના દાણામાં ફ્યુરોસ્ટેનોલીક સૈપોનિન ઉપલબ્ધ હોય છે, જે ટેસ્ટોસ્ટેરોન હોર્મોન બનાવવામાં મદદ કરે છે અને તે શુક્રાણુઓની સંખ્યા પણ વધારે છે.6) સોજો દૂર કરે:- મેથીના દાણામાં એન્ટી ઈમ્ફ્લેમેટરી અને એન્ટી કેન્સર પ્રોપર્ટી ઉપલબ્ધ હોય છે. મેથીમાં કોપર, પોટેશિયમ,કેલ્શિયમ, આયર્ન, ઝીંક અને મેંગેનીઝ નામના ગુણ ઉપલબ્ધ હોય છે. આ બધા ગુણ સોજા ને દૂર કરવામાં મદદ કરે છે. મેથી સાંધાના દુખાવામાં થતા સોજા અને કોલીટિસ જેવી બીમારીઓમાં પણ મદદરૂપ થાય છે.

7) પિરિયડ્સ નો દુખાવો દૂર કરે:- પિરિયડ્સ દરમિયાન થતો દુખાવો કેટલીક વાર અસહ્ય હોય છે. પરંતુ મેથીના દાણા નું સેવન કરવાથી દુખાવામાં ઘણી જ રાહત મળે છે. મેથી દર્દ નિવારક ના રૂપમાં કાર્ય કરે છે. તમને જણાવીએ કે મેથીના બીજમાં એકાલોઇડ્સ ઉપલબ્ધ હોય છે જે દુખાવાને દૂર કરે છે.

8) કોલેસ્ટ્રોલ ઘટાડે:- મેથીના દાણા ખરાબ કોલેસ્ટ્રોલ અને ટ્રાઈગ્લિસરાઇટ્સને ઘટાડવામાં મદદ કરે છે. મેથીના દાણામાં 48% સોલ્યુબલ ફાઇબર હોય છે, જે શરીરમાંથી કોલેસ્ટ્રોલ ને ઘટાડવામાં મદદ કરે છે. મેથી હૃદયના સ્વાસ્થ્ય માટે સારી હોય છે. ખાલી પેટે મેથી ખાવાથી હૃદયના રોગોનું જોખમ ઘટાડી શકાય છે.9) વાળ માટે ફાયદાકારક:- વાળમાં મેથી લગાવવાથી ડેન્ડ્રફની સમસ્યા દૂર થાય છે અને આ વાળના ગ્રોથ માટે પણ સારી હોય છે. તેનો હેર માસ્ક બનાવીને ઉપયોગમાં લઈ શકાય છે. વાળમાં મેથી લગાવવાથી વાળથી જોડાયેલી દરેક સમસ્યાઓ દૂર થઈ શકે છે. તેનાથી વાળ ની સુંદરતા પણ વધે છે.

👉 ખાલી પેટે મેથી દાણા નું સેવન કેવી રીતે કરવું?:- મેથીના દાણાને આખી રાત માટે પાણીમાં પલાળી દો સવારમાં ખાલી પેટે તે પાણીને ઉકાળીને પી લો. મેથીના દાણાને પીસી લો અને તેને કરી, સલાડ, સૂપ કે સ્મુધી માં નાખીને ખાઓ. મેથીના દાણાને અંકુરિત કરીને પણ ખાઈ શકાય છે, તેને સલાડની જેમ ખાઓ. મેથીના દાણાને સવારમાં ખાલી પેટે હર્બલ ટી ના રૂપમાં પણ સેવન કરી શકાય છે.

આમ મેથીના દાણા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ઉપયોગી અને મદદરૂપ સાબિત થાય છે. પરંતુ ધ્યાન રાખવું કે અહીંયા જે રીત બતાવવામાં આવી છે તે ઘરેલું રૂપે છે. જો કોઈ ગંભીર બીમારી હોય તો આનું સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment