ઉનાળાની શરૂઆતથી જ પીવા લાગો આ રસ, હૃદય, કેન્સર અને પથરી જેવા રોગો રહેશે દુર… ગંભીર બીમારીઓથી મળશે કાયમી છુટકારો…

મિત્રો ઉનાળાની શરૂઆત હવે પગરવ માંડી રહી છે. ઉનાળાની ગરમીથી બચવા માટે આપણે ઠંડી વસ્તુઓ ખાવા-પીવા તરફ વળીએ છીએ. આવી વસ્તુઓ માં એક શેરડી છે. વળી, આકરા ઉનાળાના તાપમા એક ગ્લાસ શેરડીના રસથી વિશેષ કઈ જ ન હોઈ શકે. આપણા દરેકના મનમાં શેરડીના રસના વિશે વિચારવા પર આ જ ખ્યાલ આવે છે. પરંતુ શું તમે જાણો છો કે ઉનાળામાં રાહત આપવા વાળા આ શેરડીના રસના અનેક સ્વાસ્થ્ય લાભ પણ છે. શેરડી એક ઘાસ ના રૂપમાં છોડ છે, જે  લગભગ 36 જાતોમાં ઉપલબ્ધ હોય છે. 

શેરડીનો રસ સો ટકા કુદરતી અને સંપૂર્ણ રીતે ફેટ રહીત પીણું છે. એક ગ્લાસ (લગભગ 240 મિલીલીટર )  શેરડીના રસમાં લગભગ 250 કેલેરી અને 30 ગ્રામ કુદરતી સુગર ઉપલબ્ધ હોય છે. જોકે આ ફેટ, કોલેસ્ટ્રોલ,ફાઇબર અને પ્રોટીન રહિત છે. પરંતુ તેમાં સોડિયમ, પોટેશિયમ,કેલ્શિયમ, મેગ્નેશિયમ જેવા તત્વો ઉપલબ્ધ હોય છે. આપણને તાજગીસભર રાખવા માટે શેરડીના રસમાં અનેક સ્વાસ્થ્યવર્ધક ખૂબીઓ છે જેમાંથી કેટલીક ખુબીઓ આ લેખમાં જણાવવામાં આવી છે.👉 શેરડીના રસમાં ઉપસ્થિત પોષક ગુણ:- લગભગ 28.5 ગ્રામ શેરડીના રસમાં નીચે પ્રમાણે ના પોષક તત્વો ઉપલબ્ધ હોય છે, કેલરી : 113.43, પ્રોટીન : 0.20 ગ્રામ, વસા (ચરબી) : 0.66 ગ્રામ, કાર્બોહાઇડ્રેટ : 25.40 ગ્રામ.

👉 શેરડીના રસના 10 સ્વાસ્થ્યવર્ધક ફાયદા:-    

1) ઉર્જા પ્રદાન કરે:- આપણે સૌએ ઉનાળાના દિવસોમાં સડકના કિનારે શેરડીના રસ માટે લાંબી લાંબી લાઈનો તો જોઈ જ છે. આ લાઈનો માત્ર તેનો સ્વાદ જ લેવા ઉભી નથી હોતી પરંતુ તેની પાછળનું સૌથી મોટું કારણ પણ છે કે શેરડીનો રસ આપણને તુરંત જ ઉર્જા પ્રદાન કરે છે. એ તો સૌ જાણે છે કે આપણા શરીરને ઊર્જા આપવામાં કુદરતી સુગરનું ખૂબ જ મહત્વપૂર્ણ યોગદાન હોય છે. તેથી આકરા તાપમા આપણને ઉર્જાવાન બનાવી રાખવા અને તાજગીસભર રાખવા માટે શેરડીનો રસ સર્વ શ્રેષ્ઠ પીણુ છે. તેમાં હાજર કુદરતી સુગર ને આપણુ શરીર સરળતાથી શોષી લે છે જેના કારણે આપણું સુગર લેવલ અત્યંત ગરમીમાં પણ સંતુલિત બની રહે છે.2) લીવર માટે ફાયદાકારક:- શેરડીના રસને લીવરથી જોડાયેલા રોગો જેમ કે કમળા (jaundice) માટે રામબાણ ઈલાજ માનવામાં આવે છે. અધ્યયનો અને શોધથી જાણવા મળે છે કે શેરડીનો રસ ક્ષારીય પ્રકૃતિનો હોય છે, જે શરીરમાં ઇલેક્ટ્રોલાઇટનું સંતુલન જાળવી રાખવામાં મદદ કરે છે.

3) કેન્સર સામે લડવામાં ફાયદાકારક:- શેરડીના રસમાં ઉચ્ચ પ્રમાણમાં હાજર મેગ્નેશિયમ, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન અને મેંગેનીઝ તેને ક્ષારીય પ્રકૃતિ નો બનાવે છે. ફ્લેવોનોઈડની ઉપસ્થિતિ શરીરને કેન્સર સેલ્સ વિશેષ કરીને પ્રોસ્ટેટ અને બ્રેસ્ટ કેન્સરથી બચવામાં મદદ કરે છે.

4) પાચનતંત્ર સ્વસ્થ રાખે:- શેરડી નો રસ પાચનતંત્રની સમસ્યાથી પરેશાન લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં હાજર પોટેશિયમ, પેટના પીએચ સ્તરને સંતુલિત કરે છે અને પાચનતંત્રના રસોના સ્ત્રાવમાં સહાયતા કરે છે. આ પેટના સંક્રમણો રોકવામાં પણ મદદરૂપ થાય છે.5) ડાયાબિટીસમાં ફાયદાકારક:- શેરડીના રસમાં હાજર કુદરતી સુગર ડાયાબિટીસના દર્દીઓને તેનું સેવન કરવાથી પરેજી પાળવામાં મજબૂર કરી શકે છે. જોકે સંતુલિત પ્રમાણમાં સેવન કરવામાં આવે તો શેરડીનો રસ ડાયાબિટીસના દર્દીઓને લાભ પહોંચાડી શકે છે. કુદરતી સુગરનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે જે લોહીમાં સુગરના સ્તરમાં અચાનક આવતા વધારાને રોકે છે.

6) કિડની સ્વસ્થ રાખે:- શેરડીના રસમાં કોલેસ્ટ્રોલ અને સોડિયમ ઓછા પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે. તેના સિવાય તેમાં કોઈ સેન્ચ્યુરેટેડ ફેટ હાજર નથી હોતી. આ કિડની ને સ્વસ્થ બનાવી રાખવામાં મદદરૂપ થાય છે.

7) ગુપ્ત રોગો અને મૂત્રમાર્ગના રોગોના દુખાવાને દૂર કરે:- જો શેરડીના રસને પાણીમાં મેળવીને લીંબુનો રસ અને નારિયેળ પાણી સાથે સેવન કરવામાં આવે તો આ ગુપ્ત રોગો અને મૂત્રમાર્ગના સંક્રમણ, કિડની ની પથરી અને પ્રોસ્ટેટાઈટિસ ના કારણે શરીરમાં સોજા ને દૂર કરવામાં મદદ કરે છે. શેરડીના રસ નું સેવન કરવાથી પેશાબને લગતી સમસ્યા જેવી કે પેશાબમાં બળતરા, દુખાવો વગેરે જેવી મુત્રરોગ સબંધી સમસ્યાઓ દૂર કરવામાં ખુબ જ ફાયદો થાય છે. કબજિયાતની સમસ્યા માં પણ શેરડીનો રસ પીવાથી ફાયદો થાય છે.8) હાડકા અને દાંત મજબૂત બનાવે:- શેરડીના રસમાં સારા પ્રમાણમાં કેલ્શિયમ હાજર હોય છે અને તેથી જ પ્રાચીન ભારતમાં શેરડીને ચાવવી નાના બાળકો અને કિશોરો માટે એક નિયમિત ક્રિયા બની ચૂકી હતી. બાળકોને આમાં વ્યસ્ત રાખવા પાછળનું કારણ એ છે કે શેરડીના રસમાં હાજર કેલ્શિયમ હાડપિંજર, હાડકા અને દાંતના યોગ્ય વિકાસને પણ સુનિશ્ચિત કરે છે.

9) શ્વાસની દુર્ગંધ અને દાંતના સડાને રોકે:- દાંતના સડાના કારણે શ્વાસમાં દુર્ગંધ એક સામાન્ય સમસ્યા છે, જેનાથી અનેક લોકો પરેશાન રહે છે. આવા કિસ્સામાં શેરડીનો રસ એક વરદાન બની શકે છે. શેરડીમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ જેવા ખનીજ ભરપૂર પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે જે દાંતોની ઉપરની પરત (દંતવર્લ્ક)ને જાળવી રાખવા અને દાંતને મજબૂત કરવામાં મદદરૂપ થાય છે. આ દાંતને સડતા બચાવે છે. સાથે જ આ પોષક તત્વો જેમ કે કેલ્શિયમ અને ફોસ્ફરસની કમીના કારણે થતી શ્વાસની દુર્ગંધને પણ દૂર કરે છે.

10) ખીલ ની સમસ્યા દૂર કરે:- શેરડી ના રસ નો ઉપયોગ ખીલ જેવી ત્વચાની સમસ્યાઓને દૂર કરવા અને તેને ઠીક કરવાની ક્ષમતા રાખે છે. શેરડીના રસમાં ગ્લાયકોલિક એસિડ જેવા આલ્ફા-હાઈડ્રોક્સી એસિડ (AHA) હોય છે, જે કોષોની સંખ્યામાં વધારો કરે છે.  તે ત્વચાના મૃત સ્તરને (એક્સફોલિએટ) દૂર કરવામાં પણ મદદ કરે છે, જેનાથી ખીલ થવાની સંભાવના દૂર થાય છે. તેનો ઉપયોગ કરવાની રીત ખુબ જ સરળ છે. મુલતાની માટી સાથે શેરડીના રસને મેળવીને ચહેરા અને ગરદન પર લગાવો અને 20 મિનિટ માટે છોડી દો. ત્યારબાદ ઠંડા પાણીથી તેને ધોઈ લો.11) હ્રદય રોગ:- શેરડીનો રસ હ્રદયની બીમારીઓ ને દૂર કરવામાં ફાયદાકારક છે. હાર્ટ એટેક થી બચાવમાં શેરડીનો રસ મદદરૂપ થાય છે. શેરડીનો રસ કોલેસ્ટ્રોલ અને ટ્રાઈગ્લીસરાઈડનું સ્તર નીચું રાખવામાં મદદરૂપ થાય છે.જેથી કરીને ધમનીઓમાં ફેટ જામવા નથી દેતો સાથે જ  શરીરના અંગો અને હ્રદયની વચ્ચે લોહી નો પ્રવાહ સારો રહે છે જે તમને હૃદય રોગથી બચવામાં મદદરૂપ થાય છે.

12) એસીડીટી:- શેરડીનો રસ એસીડીટી ની સમસ્યામાં ખૂબ જ ફાયદાકારક છે.આ રસ એસીડીટી ના કારણે થતી બળતરામાં રાહત પ્રદાન કરે છે. એસીડીટીની સમસ્યા દૂર કરવા માટે શેરડીના રસમાં લીંબૂ, ફુદીનો, અને સિંધવ મીઠુ નાખીને પીવાથી ઘણો ફાયદો થાય છે. શેરડીનો રસ પેટની સમસ્યાઓ દૂર કરવામાં પણ અત્યંત અસરકારક છે.

13) વજન ઘટાડે:- વજન ઘટાડવા માટે શેરડીનો રસ અત્યંત અસરકારક છે. શેરડીમાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર ઉપલબ્ધ હોય છે. જે વજન ઘટાડવાની સાથે જ લિપિડને પણ નિયંત્રિત રાખે છે. આ ગ્લુકોઝને તોડીને ઉર્જા બનાવવામાં મદદરૂપ થાય છે. એક ગ્લાસ શેરડીનો રસ પીવાથી પેટ ભરેલું લાગે છે. જેથી ભૂખ નથી લાગતી અને તમે વધારાનું ખાવાથી બચી જાઓ છો અને આ રીતે વજન ઘટવામાં મદદ મળે છે.

14) પિત્ત ની સમસ્યા થી છુટકારો:- શેરડીનો રસ પીવાથી પિત્ત સંબંધિત સમસ્યાઓ દૂર કરવામાં મદદ મળે છે. શેરડીના રસમાં 30 થી 35 ગ્રામ મધ નાખીને પીવાથી પિત્ત ની સમસ્યા દૂર કરી શકાય છે. શેરડીના રસમાં હાજર સુગર કુદરતી છે પરંતુ અંતમાં આ છે તો સુગર જ. તેથી આ પીણા નું સેવન સંતુલિત પ્રમાણમાં કરો. સાથે જ જો તમે કોઈ બીમારીથી પીડાતા હોવ તો તેનું સેવન કરતા પહેલા તમારા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment