ગ્લુકોમા એટલે કે કાળા મોતિયાના દર્દીઓ ભૂલથી પણ ન ખાતા આ વસ્તુ, નહિ તો આંખમાં ફેલાય જશે ઝેર… મોટી ઉંમરના દરેક લોકો વાંચો….

આપણે જાણીએ છીએ તેમ આજના પ્રદુષણમાં આપણી આંખોને અનેક રીતે નુકશાન પહોંચે છે. અને આપણે આંખની રક્ષા માટે ચશ્માં પહેરીએ છીએ. પણ અમુક ઉંમર થતા આપણી આંખને અનેક રોગો થતા હોય છે. તે માનો એક રોગ છે મોતિયા નો. જે દરેક મોટી ઉંમરના લોકોને થાય છે. પણ જો તમારે કાળા મોતિયો હોય તો તમારે ખુબ જ સાવચેતી રાખવાની જરૂર છે. ખાસ કરીને પોતાના ખાનપાનમાં કાળા મોતિયા ના દર્દીએ ખુબ જ કાળજી રાખવી પડે છે. તેમાં અમુક પ્રકારનું ફૂડસનું સેવન કરવાથી બચવું જોઈએ. 

ગ્લુકોમા આંખથી જોડાયેલી એક ગંભીર બીમારી છે, તેને સામાન્ય ભાષામાં કાળા મોતિયા તરીકે ઓળખવામાં આવે છે. તે બીમારી ઓપ્ટિક નર્વ્સને નુકસાન થવાને કારણે થાય છે. ગ્લુકોમાનો સાચા સમયે ઈલાજ ન થવાને કારણે દર્દીની આંખનું તેજ હંમેશા માટે જઇ શકે છે. ગ્લુકોમાની સમસ્યામાં સૌથી પહેલા દર્દીને ધૂંધળું દેખાવાનું શરૂ થાય છે અને ધીરે ધીરે સમસ્યા વધવા લાગે છે.અસંતુલિત ખાણીપીણી અને ખરાબ જીવનશૈલીની અસર પણ ગ્લુકોમા પર પડે છે. ગ્લુકોમાના દર્દીઓએ ખાણીપીણીનું વિશેષ ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે. આ બીમારીમાં જો તમે સરખી રીતે આંખોનું ધ્યાન ન રાખો તો, તેના કારણે તમને ઘણી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આવો આ લેખમાં વિસ્તારથી જાણીએ ગ્લુકોમાના દર્દીઓએ કઈ વસ્તુઓનું સેવન કરવાથી બચવું જોઈએ.

ગ્લુકોમામાં (મોતિયો) શું ન ખાવું જોઈએ?:-

ગ્લુકોમાના દર્દીઓએ અમુક વસ્તુઓનું સેવન કરવાથી બચવું જોઈએ. એવા ખાદ્ય પદાર્થો જેનું સેવન કરવાથી ઓક્યુલર પ્રેશર વધી જાય છે, તેનું સેવન કરવાથી ગ્લુકોમાની સમસ્યાનું જોખમ વધી જાય છે. ઓપ્ટિક નર્વ્સને હેલ્થી રાખવા અને ક્ષતિથી બચાવવા માટે તમારે આ ફૂડ્સનું સેવન કરવાથી બચવું જોઈએ.1) કોફીનું સેવન કરવાથી બચવું:- કેફિનનું વધારે સેવન કરવાથી તમારા બ્લડ પ્રેશર અને આંખોનું દબાણ વધે છે. ઓક્યુલર પ્રેશર વધવાને કારણે તમારી ઓપ્ટિક નર્વ્સને નુકસાન થવાનું જોખમ રહે છે. તેના કારણે ગ્લુકોમાના દર્દીઓની સમસ્યાઓ વધી શકે છે. માટે તમારે ગ્લુકોમામાં કેફિન યુક્ત ખાદ્ય પદાર્થો અને કોફીનું સેવન ઘટાડવું જોઈએ. 

2) ટ્રાન્સ ફૈટ:- ટ્રાન્સ ફૈટનું સેવન ખૂબ વધારે કરવાથી તમને ગ્લુકોમાનું જોખમ રહે છે. ગ્લુકોમાના દર્દીઓએ માટે જ ટ્રાન્સ ફૈટ વાળી વસ્તુઓનું સેવન ન કરવાની સલાહ આપવામાં આવે છે. ખૂબ વધારે ફ્રાઈ કરેલા ફૂડ્સનું સેવન કરવાથી તમારા શરીરમાં ટ્રાન્સ ફૈટ વધવાનું જોખમ રહે છે. ગ્લુકોમામાં તમારે ફ્રેંચ ફ્રાઈ, ચિપ્સ, નમકીન વગેરેનું ઓછું સેવન કરવું જોઈએ.3) મીઠાનું વધારે સેવન:- ખૂબ વધારે માત્રામાં મીઠાનું સેવન કરવાથી પણ તમને આંખથી જોડાયેલી સમસ્યાઓનું જોખમ રહે છે. મીઠું વધારે ખાવાથી બ્લડ પ્રેશર વધે છે તેના કારણે આંખોનું દબાણ વધી શકે છે. માટે ગ્લુકોમાના દર્દીઓને મીઠાનું સેવન ઓછું કરવાની સલાહ આપવામાં આવે છે.

4) સેચૂરેટેડ ફૈટ:- સેચૂરેટેડ ફૈટની વધારે માત્રા વાળી વસ્તુઓનું સેવન કરવાથી પણ ગ્લુકોમાના દર્દીઓની સમસ્યા વધી શકે છે. તેનું વધારે સેવન તમારા શરીરમાં હાઇ કોલેસ્ટ્રોલનું કારણ થઈ શકે છે. માટે ગ્લુકોમાના દર્દીઓને ફૈટ, માખણ, પનીર અને ડેરી પ્રોડક્ટસનું સંતુલિત માત્રામાં સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. 

આમ ગ્લુકોમા ના દર્દીએ સેચુરેટ ફેટ, મીઠું, ટ્રાન્સ ફેટ, તેમજ કોફીનું સેવન ન કરવું જોઈએ. તેનાથી કાળા મોતિયાની તકલીફ વધી શકે છે. તેમજ પોતાની ડાયટ માં એવી વસ્તુઓનો સમાવેશ કરવો જેનાથી તકલીફ ઓછી થઇ શકે. ગ્લુકોમાની સમસ્યામાં ઉપર જણાવેલા ફૂડ્સનું સેવન ઓછું કરવાથી ઘણો ફાયદો મળે છે. ગ્લુકોમાના દર્દીઓએ વિટામિન એ, બી અને સી થી ભરપૂર ફૂડ્સનું સેવન કરવું જોઈએ. તે સિવાય આ સમસ્યામાં દર્દીઓને લીલા શાકભાજી, તાજા ફળ અને અનાજ ડાયેટમાં સમાવિષ્ટ કરવા જોઈએ. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment