આ જડીબુટ્ટી યુરિક એસિડ ઘટાડવામાં છે 100% એક્સીર, હૃદય, કેન્સર, ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીથી બચાવી, કિડનીની પથરી કરી દેશે જડમૂળથી સાફ…

મિત્રો તમે જાણો છો કે આજની ખાણીપીણી અને ફાસ્ટ લાઈફ સ્ટાઈલના કારણે આપણા સ્વાસ્થ્યની તંદુરસ્તી જળવાતી નથી અને શરીરને કેટલીક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેમાં યુરિક એસિડ વધી જવું એ પણ એક ગંભીર સમસ્યા છે જેનાથી અનેક લોકો પરેશાન રહે છે. આ પ્યુરિન વાળા ખાદ્ય પદાર્થોથી બનતો એક ગંદો પદાર્થ છે. જે લોહીમાં જમા થતો રહે છે. આમ તો કિડની તેને ફિલ્ટર કરી દે છે પરંતુ જ્યારે તમે તમારા ભોજનમાં વધારે પ્યુરિન સેવન કરો છો તો આ બહાર નથી નીકળી શકતું અને લોહીમાં ભેગું થતું રહે છે.

જોખમ તો ત્યારે ઊભુ થાય છે જ્યારે યુરિક એસિડ ક્રિસ્ટલ એટલે કે પથરીનું રૂપ લઈ લે છે. એવું થવાથી તમને ગાઉટ, ગઠીયો વા કે કિડનીમાં પથરી જેવી અનેક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. લોહીમાં યુરિક એસિડ વધવાના ની સ્થિતિ ને હાઇપરયુરિસીમિયા કહેવાય છે અને તેનાથી તમને કિડનીની બીમારી, ડાયાબિટીસ, હાયપોથયરાયડિસ્મ, કેટલાક પ્રકારના કેન્સર અને સોરયાસીસ જેવી ગંભીર બીમારીઓનું જોખમ રહે છે.યુરિક એસિડના આયુર્વેદિક ઉપચાર:- મેડિકલમાં યુરિક એસિડના અનેક ઈલાજ છે અને એક્સપર્ટ પ્યુરિન વાળી વસ્તુઓ જેવી કે કેટલાક પ્રકારના માંસ, સારડીન, સૂકા કઠોળ, બીયર વગેરે જેવી વસ્તુઓનું સેવન ઓછું કરવાની સલાહ આપે છે. યુરિક એસિડ માટે આયુર્વેદિક ઉપચાર પણ છે અને તેમાંથી એક ગોખરું છે. આયુર્વેદિક ડોક્ટરે જણાવ્યા અનુસાર ગોખરુમાં યુરિક એસિડ લેવલને ઘટાડવાની ક્ષમતા હોય છે.

યુરિક એસિડ ઘટાડવા માટે ગોખરુ નો ઉપયોગ:- ડોક્ટરોનું માનવું છે કે ગોખરુ યુરિક એસિડ લેવલને ઘટાડવા માટે એક શક્તિશાળી જડીબુટ્ટી છે. આ માત્ર યુરિક એસિડના લેવલને જ ઓછું નથી કરતી પરંતુ તે હાયપરોક્સાલુરિયા એટલે કે ઓક્સાલેટનો વધુ પડતો પેશાબ સ્ત્રાવની શક્યતાઓને પણ ઘટાડે છે, જેના કારણે કિડનીની પથરી થઇ શકે છે.

વિજ્ઞાને પણ માની આને પાવરફુલ જડીબુટ્ટી:- એક અધ્યયન પ્રમાણે ઉંદરો પર કરવામાં આવેલા એક અભ્યાસમાં શોધકર્તાઓને જાણવા મળ્યું કે ગોખરુ ના રસ ને ઓક્ષાલેટ, કેલ્શિયમ અને ફોસ્ફરસના ઉત્સર્જન ને ઘણું ઓછું કરીને ઉંદરો ના સિરમ માં બ્લડ યુરિયા નાઈટ્રોજન, યુરિક એસિડ અને ક્રીએટીનીનું લેવલ ઓછું કરી દીધું હતું.

આવી રીતે બનાવો ગોખરુ પાવડર:- આનો પાવડર બનાવવા માટે તમને ગોખરુ ની જડીબુટ્ટી જોઈશે. તેના સિવાય તમે સુકુ આદુ, હરિતકી, ત્રિફળા, ગળો અને હળદર પણ લઈ શકો છો. બધી જડીબુટ્ટીઓ ને સરસ રીતે ધોઈને તાપમા સુકવી લો. જડીબુટ્ટીઓ ને અલગથી પાવડરમાં પીસી લો.આ પાવડર જડીબુટ્ટીઓને ત્રણ ચાર દિવસ માટે સીધા તાપમા રાખી લેવી જોઈએ. સહેજ પણ નમી ન રહે. આ બધી જડીબુટ્ટીઓ ને પીસીને એક સૂકા ડબ્બામાં રાખી લો અને દિવસમાં બે વાર એક ચમચીપાવડર લો. 

ગોખરુના અન્ય ફાયદા:- ગોખરુને ઘણા નામોથી ઓળખવામાં આવે છે જેમ કે- ગોક્ષુરા, ગોક્ષુરાકા, ત્રિકણાટા, ગોખુરી, ગોખરા, શેતાન નો કાંટો, બકરીનું માથું, પંચર બેલ, શરત્તે, નેરીંજીલ, બેટાગોખરુ, પલેરુવેરુ, ભાખરા, નેગીલુ, ગોખરુ, ગોખરી, મિચિરકાંડ વગેરે. એવું માનવામાં આવે છે કે આ જડીબુટ્ટી પેશાબના રોગો, પીસીઓએસ, પ્રોસ્ટેટ ગ્રંથિની સમસ્યાઓ, કિડનીની સમસ્યાઓ અને હૃદયના રોગોના ઈલાજ માટે ઉપયોગી છે. એટલું જ નહીં, આ માસપેશીઓના વિકાસ, મગજની કાર્યક્ષમતા વધારવા અને પુરુષો અને સ્ત્રીઓ બંનેમાં કામેચ્છા વધારવામાં પણ મદદ કરે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment