વગર દવાએ ખરાબ કોલેસ્ટ્રોલ જડમૂળથી થઈ જશે સાફ, જાણો કોલેસ્ટ્રોલથી કાયમી છુટકારા માટેનો ઉપાય… બચી જશો હાર્ટએટેક

ખરાબ ખાન-પાન, અવ્યવસ્થિત જીવનશૈલી અને આનુવંશિક સમસ્યાના કારણે હાય બ્લડ કોલેસ્ટ્રોલની સમસ્યા થઈ શકે છે. કારણ કઈ પણ હોય શરીરમાં આનું વધવું સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે. જો સ્વસ્થ રહેવું હોય તો તમારે કોલેસ્ટ્રોલનું લેવલ ઘટાડવું જ પડશે. એક્સપર્ટનું માનવું છે કે કોલેસ્ટ્રોલ વધવાથી લોહીની નસો એટલે કે ધમનીઓમાં અવરોધ કે સંકોચન થઈ શકે છે. જેનાથી હૃદયનો હુમલો, સ્ટ્રોક અને અન્ય હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ વધી શકે છે.

કોલેસ્ટ્રોલ કેવી રીતે ઘટાડવું?:- ડોક્ટર માને છે કે કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે સૌથી સારી રીત એ છે કે તમે દરરોજ એક્સરસાઇઝ કરો. અને ફેટ કે તેલ વાળી વસ્તુઓનું સેવન ઓછુ કરો. હવે પ્રશ્ન એ છે કે કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે શું ખાવું જોઈએ? શરીરમાં ગંદા કોલેસ્ટ્રોલને ઘટાડવા માટે તમે કેટલાક સપ્લિમેન્ટનો સહારો લઈ શકો છો. એક્સપર્ટ માને છે કે આના માટે દ્રવ્યશીલ ફાયબર સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે.

ફાઇબર શું છે?:- ફાઇબર બે પ્રકારના હોય છે. દ્રવ્યશીલ ફાઇબર તે હોય છે જે તમારા પાચનતંત્રમાં જથ્થો બનાવવામાં મદદ કરે છે અને પાચનમાં સુધારો કરે છે. દ્રવ્યશીલ ફાયબર ખાવાની વસ્તુઓમાં ઓછું ઉપલબ્ધ હોય છે. અને આ લોહીના કોલેસ્ટ્રોલને ઘટાડવા માટે સૌથી વધારે ફાયદાકારક હોય છે.કોલેસ્ટ્રોલને કેવી રીતે ઘટાડે છે દ્રવ્યશીલ ફાઇબર:- દ્રવ્યશીલ ફાઇબર પાચન તંત્રમાં કોલેસ્ટ્રોલ વાળી વસ્તુઓ ને બાંધી દે છે જેથી તે રક્ત પ્રવાહમાં અવશોષિત નથી કરી શકતું. તેનાથી તમારા શરીરમાં વધારે કોલેસ્ટ્રોલ જમા નથી થતું. આ જ કારણ છે કે ફાયબર લોહીમાં જમા થયેલા ગંદા કોલેસ્ટ્રોલ લેવલને ઘટાડી શકે છે.

કઈ વસ્તુઓમાં હોય છે દ્રવ્યશીલ ફાયબર:- દ્રવ્યશીલ ફાયબર કુદરતી રૂપે બીન્સ, એવોકાડો, જાંબુ અને ઓટ્સ જેવા ખાદ્ય પદાર્થોમાં પ્રાપ્ત થાય છે. તેના માટે તમે સપ્લિમેન્ટ પણ લઈ શકો છો. સપ્લિમેન્ટ સામાન્ય રીતે એવા લોકો માટે વધારે ફાયદાકારક જે નિયમિત રૂપથી દ્રવ્યશીલ ફાયબર વાળી વસ્તુઓનું સેવન નથી કરી શકતા.તમને કેટલા દ્રવ્યશીલ ફાયબર ની જરૂરિયાત છે?:- એક અધ્યયન દ્વારા જાણવા મળે છે કે દરરોજ દ્રવ્યશીલ ફાયબર 5-10 ગ્રામથી વધારે તમારાં લોહીમાં એલડીએલ કોલેસ્ટ્રોલને ઘટાડી શકે છે.

કોલેસ્ટ્રોલ ઘટાડવાની અન્ય રીતો:- દ્રવ્યશીલ ફાઇબર સપ્લિમેન્ટ લેવા સિવાય જીવનશૈલીમાં સુધારો કરીને મદદ મળી શકે છે. તમારા ભોજન અને નાસ્તામાં વધુ ફાઇબર વાળી વસ્તુઓ શામેલ કરો. પશુ માંથી મળતા પ્રોટીન ની જગ્યાએ વનસ્પતિ આધારિત પ્રોટીન લો. એવોકાડો, ડ્રાયફ્રુટ, બીજ અને જૈતૂનના તેલનો ઉપયોગ કરો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment