આ ચમત્કારિક દાણા ખાવાથી ડાયાબિટીસ, પેટ, પાચન અને ઝાડાની સમસ્યાથી મળશે કાયમી છુટકારો… આંતરડાનો કચરો સાફ કરી લોહીની કમી થશે દુર…

મિત્રો તમે જાણો છો તેમ હવે શ્રાવણ માસ શરુ થઇ ગયો છે આથી આ મહિનામાં અનેક વ્રતો, ઉપવાસ આવે છે. જેથી તમારું ફરાળ કરવાનું વધી જાય છે. આથી તમે દરરોજ નવી નવી ફરાળી વાનગીઓ બનાવો છો. જેમાં તમે સાબુદાણાનો ઉપયોગ કરો છો. પણ આ સાબુદાણા ક્યારે ખાવા જોઈએ, તેને ક્યારે ખાવાથી તમને ક્યાં ફાયદાઓ મળે છે તેના વિશે જાણવું તમારા માટે જરૂરી છે. જો તમે સ્વાસ્થ્યને લગતી અમુક બીમારી છે તો તમે સાબુદાણાનું સેવન કરી શકો છો. ચાલો તો સાબુદાણા ખાવાથી થતા કેટલાક ફાયદાઓ વિશે જાણી લઈએ. 

સાબુદાણા આપણે ત્યાં સામાન્ય રીતે વ્રત દરમિયાન જ ખાવામાં આવે છે. તેમાં સ્ટાર્ચની માત્રા સારી હોય છે જે શરીરને એનર્જી આપવાનું કામ કરે છે. તે સિવાય તેમાં પ્રોટીન, ફાઈબર, આયરન, ફોલેટ, વિટામિન બી5 અને બી6 સહિત ઘણા પોષકતત્વો જોવા મળે છે. પરંતુ તમને એ જાણીને નવાઈ લાગશે કે, સાબુદાણામાં માત્ર 0.03 ફૈટ હોય છે જેના કારણે એવા લોકો પણ તેને આરામથી ખાઈ શકે છે જે ફૈટી ફૂડ્સના સેવનથી દૂર રહેતા હોય. તે સિવાય અમુક સ્વાસ્થ્ય સમસ્યાઓમાં સાબુદાણા ખાવા ફાયદાકારક છે. તો આવો, જાણીએ કઈ બીમારીઓમાં સાબુદાણા ખાઈ શકાય છે.ગ્લુટેન ઇનટોલરેન્સની સમસ્યામાં:- ઘઉં જેવા અનાજમાં ગ્લુટેન પ્રોટીન હોય છે જે ઘણા લોકોને પચતું નથી. જ્યારે ભારતીય વ્યંજનોમાં ઘઉં એક નિયમિત ઘટક છે. એવામાં સાબુદાણા ખાવા ફાયદાકારક થઈ શકે છે. તે કાર્બનિક રૂપથી લસ મુક્ત એટલે કે, ગ્લુટેન ફ્રી હોય છે અને ઘઉંની જગ્યાએ તમે તેની રોટલી, ડોસા અને મીઠાઇ વગેરે તૈયાર કરીને ખાઈ શકો છો. સાથે જ તે સીલીએક રોગના રોગીઓ માટે પણ ફાયદાકારક છે. 

ડાયાબિટીસમાં:- સાબુદાણા ડાયાબિટીસના લોકો માટે ઘણા સુરક્ષિત ગણવામાં આવે છે કારણ કે તે ઓછા ગ્લાઇસેમિક ઇંડેક્સને કારણે બ્લડ શુગરના સ્તરને તરત જ વધવા દેતું નથી. જોકે સાબુદાણામાં તત્કાળ ઉર્જા માટે કેલોરી અને કાર્બોહાઈડ્રેડની માત્રા વધુ હોય છે. પરંતુ તેમાં ઘણા બધા ફાઇટેટ્સ, ટેનિન, પોલીફેનોલ્સ હોય છે જે પાચન ક્રિયાને ધીમી કરે છે.

તે સિવાય પાચનમાં સરળતા અને ફાઈબરની પ્રચુર માત્રાને કારણે ડાયાબિટીસમાં સ્થૂળતા અને હ્રદયની બીમારીઓને રોકે છે. ડાયાબિટીસના દર્દીઓને નમકીન સાબુદાણા અથવા સાબુદાણાની રોટલી ખાવી જોઈએ. પાચનતંત્ર ખરાબ થાય ત્યારે:- સાબુદાણાનું સ્ટાર્ચ અને ફાઈબર શરીરમાં સરળતાથી પચી જાય છે. સાથે જ તેનું ચયાપચય પણ ખૂબ જ સરળ હોય છે જેનાથી ઉર્જાની જરૂરિયાતો અને કોશિકાઓ અને ટિશૂઝના જૈવ રાસાયણિક કાર્યો માટે ગ્લુકોઝ ઉત્પન્ન થાય છે. સાથે જ તે ફાઈબર મેટાબોલીક રેટને પણ ઝડપી કે છે અને કબજિયાત, અપચો અને બીજી સમસ્યાઓમાં બચાવ કરે છે. પાચન તંત્ર સરખું કરવા માટે દરરોજ સવારે નાસ્તામાં સાબુદાણાની ખિચડી કે ડોસાનો સમાવેશ કરવો. 

એનીમિયા રોગમાં:- આયરનની ઉણપથી થતો એનીમિયા દર વર્ષે અગણિત ભારતીય પુરુષો, મહિલાઓ અને બાળકોને અસર કરી શકે છે. જેનાથી વધારે થાક અને બીજી સમસ્યાઓ થવા લાગે છે. સાબુદાણા આયરનનું એક પાવરહાઉસ છે. જે લોહીમાં ઓછું હિમોગ્લોબિનના સ્તર વાળા લોકો માટે વરદાનની જેમ કાર્ય કરે છે. તે પ્રકારે એનીમિયાનો અસરકારક રીતે ઈલાજ કરે છે.ઝાડાનો ઇલાજ કરે છે:- સાબુદાણા ફાઈબરથી ભરપૂર છે. તે એવું ફૂડ છે જેનું મળ ત્યાગ પર સકારાત્મક અસર પડે છે, મળ થોકને નિયંત્રિત કરે છે અને આંતરડાની અંદર ભોજન અને અન્ય સામગ્રીઓના માર્ગને વધારો આપે છે. આ પ્રકારે નાસ્તામાં સાબુદાણાની સાથે ભોજન કરવાથી સ્વસ્થ ચયાપચયને વધારો મળે છે અને ઝાડાનો ઉપચાર થાય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment