આ છે જૂનામાં જૂની બવાસીરની સમસ્યાનો 100% ઈલાજ, આંતરડા થશે સાફ-કબજિયાતનો થશે નાશ… એકવાર અજમાવો દવા લેવાની જરૂર નહિ પડે…

મિત્રો જયારે આપણા શરીરમાં કોઈ બીમારી થાય છે ત્યારે તેનો દુખાવો ખુબ જ અસહ્ય હોય છે. આવી જ એક તકલીફ છે બવાસીરની. જે ઘણા લોકોને ખુબ જ જૂની હોય છે. જેના લાખ ઉપાયો કરવા છતાં દુર નથી થતી. અને જો તમે પણ આ બવાસીરથી પરેશાન છો તો અમે તમારા માટે આ લેખમાં બવાસીરના કેટલાક ઉપાય લઈને આવ્યા છીએ. 

પાઇલ્સ એટલે કે, બવાસીર એક સામાન્ય સમસ્યા છે જેનાથી ઘણા લોકો પીડાયેલા રહે છે. ભોજનમાં ફાઈબરની ઉણપ, સુસ્ત જીવનશૈલી અને કોઈ પ્રકારની ફિઝિકલ એક્ટિવિટીમાં સ્માવિષ્ટ ન થવું એ બવાસીરના સૌથી પ્રમુખ કારણ છે. આ રોગની શરૂઆત કબજિયાતની સાથે થાય છે. કબજિયાત થવાથી તમારું પેટ સાફ થઈ શકતું નથી, અને તે બવાસીરનું રૂપ લઈ લે છે.બવાસીર થાય એટલે ગુદાના ભાગની નસો સોજાઈ જાય છે જેનાથી બહારી ભાગમાં મસ્સા થઈ જાય છે અને સ્થિતિ વધારે ગંભીર થવાથી લોહી પણ આવી શકે છે. જેને ખૂની બવાસીર કહેવામા આવે છે. આ સ્થિતિમાં મળ ત્યાગ દરમિયાન ગંભીર દુખાવો અને બળતરા અનુભવાઈ શકે છે. 

બવાસીરનો શું ઈલાજ છે?:- બવાસીર માટે મેડિકલમાં ઘણા પ્રકારની દવાઓ ઈલાજ રહેલા છે. ઘણા કેસમાં સર્જરીની પણ જરૂર પડી શકે છે. જો તમે દવાઓ કે સર્જરી વગર પાઇલ્સથી રાહત મેળવવા માંગતા હોય, તો તમારે સૌથી પહેલા તમારી ડાયેટ પર ધ્યાન આપવું જોઈએ. અમુક શાકભાજીઓ છે જેમાં ફાઇબરની સારી માત્રા જોવા મળે છે, તેના સેવનથી તમને કબજિયાત અને પાઇલ્સના લક્ષણોથી રાહત મળી શકે છે. 

1) કોબીજ પરિવારની શાકભાજીઓ:- તમારે તમારી ડાયેટમાં બ્રોકલી, ફુલાવર, કેળ અને કોબીજ જેવા શાકભાજી વધારે સમાવિષ્ટ કરવા જોઈએ. NCBI ના એક અધ્યયન મુજબ, આ શાકભાજીમાં માત્ર ફાઈબરની માત્રા જ વધારે નથી હોતી પરંતુ તેને એન્ટિકેન્સર ગુણો માટે પણ ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે એક કપ બ્રોકલીમાં લગભગ 2 ગ્રામ ફાઈબર હોય છે.2) મૂળ વાળા શાકભાજી:- મૂળા, શક્કરીયાં, બીટ અને ગાજર જેવા મૂળ વાળા શાકભાજીઓ બવાસીરના દર્દીઓએ જરૂરથી ખાવા જોઈએ. આ શાકભાજી ફાઈબરથી ભરપૂર હોય છે. દરેક શાકભાજીથી તમને લગભગ 3-5 ગ્રામ ફાઈબર મળે છે. 

3) શિમલા મરચું:- બવાસીરના દર્દીઓ માટે શિમલા મરચાં એક સારો ઉપાય છે. પ્રત્યેક કપ કાપેલા શિમલા મરચાંમાં લગભગ 2 ગ્રામ ફાઈબર હોય છે. સૌથી સારી વાત એ છે કે, આ શાકભાજીમાં 93% પાણી પણ હોય છે. જે પાઇલ્સના રોગીઓ માટે જરૂરી છે. ફાઈબર સિવાય તે તમારા મળને સરળતાથી પાસ કરવામાં પણ મદદ કરે છે. 

4) કોથમરી:- શિમલા મરચાંની જેમ કોથમરીમાં પણ ખૂબ વધારે પાણી અને સાથે જ ફાઈબર જોવા મળે છે. તે તમારા મળને નરમ કરવાનું કામ કરે છે અને બેચેની ઓછી કરે છે. કોથમરીની એક મોટી ડાળખીમાં લગભગ 1 ગ્રામ ફાઈબર હોય છે અને 95% પાણી હોય છે. તમે તેને સલાડ, સૂપ કે સ્ટોજમાં રાખીને ખાઈ શકો છો.5) કાકડી છે બવાસીરનો સારો ઈલાજ:- ગરમીની ઋતુમાં પાણીની ઉણપ અને પેટની સમસ્યાઓથી બચવા માટે તમારે કાકડીનું વધારે સેવન કરવું જોઈએ. બવાસીરના દર્દીઓ માટે તે એક સારી શાકભાજી છે. શિમલા મરચું અને કોથમરીની જેમ તેમાં ફાઈબર અને પાણીની માત્રા સારી હોય છે. 

6) બટેટા અને ટામેટાં:- USDA મુજબ, છાલ વાળા એક મધ્યમ આકારના પાકેલાં બટેટામાં 2.1 ગ્રામ ફાઈબર જોવા મળે છે. બટેટામાં ઘૂલનશીલ અને અઘુલનશીલ બંને પ્રકારના ફાઈબર હોય છે. અન્ય શાકભાજીની તુલનાએ બટેટામાં એક મજબૂત રેચક અસર પણ વધારે જોવા મળે છે. એજ રીતે ટામેટાં પણ ફાઈબર અને પાણીથી ભરપૂર હોય છે. અને કબજિયાત મટાડવામાં મદદ કરે છે. જેનાથી મળ ત્યાગ કરવું સરળ બની જાય છે.  

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment