વાળ ધોયા પછી માથા પર રૂમાલ બાંધવાથી થાય છે આવા ખતરનાક નુકશાન, માથું ધોયા પછી ક્યારેય ન કરતા આ ભૂલ… નહિ તો પડશે મોંઘી…

મિત્રો આજના આ ફાસ્ટ જમાનામાં વાળની સમસ્યા કોમન થઈ ગઈ છે. દરેક ઉંમરના લોકો વાળની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. મેલ અને ફિમેલ્સ બંને ને પોતાના વાળને સ્વસ્થ રાખવા માટે ખૂબ જ કઠોર પરિશ્રમ કરવો પડે છે. સામાન્ય રીતે મહિલાઓ મોટા વાળ રાખે છે અને તેમને વાળની વધારે કેર કરવાની જરૂર હોય છે. કેટલીક વાર તમે જોયું હશે કે લોકો માથું ધોયા બાદ વાળ પર ટોવેલ લપેટી લે છે.

મોટાભાગે ફિમેલ્સ આવું કરતી હોય છે. તેમને લાગે છે કે આમ કરવાથી તેમના વાળ જલ્દી સુકાઈ જશે જોકે આમ કરવાથી બચવું જોઈએ. ભીના વાળ પર ટોવેલ વીટાળવાથી અનેક નુકસાન થઈ શકે છે. ડર્મેટોલોજીસ્ટનું કહેવું છે કે માથું ધોયા બાદ વાળ પર ટોવેલ વીટાળવો નુકશાનદાયક બની શકે છે. માથું ધોયા બાદ ટોવેલ બાંધવાથી વાળ લાંબા સમય સુધી ભીના રહે છે અને વાળને ઘણું નુકસાન થઈ શકે છે.તેની જગ્યાએ ફિમેલ્સ વાળ ધોયા બાદ હીટ ફંકશન ઓફ કરીને હેર ડ્રાયર નો ઉપયોગ કરી શકે છે. તેનાથી વાળ જલ્દી સુકાઈ જશે અને સ્કેલ્પ ને પણ નુકસાન નહીં થાય. હેર ડ્રાયર નો યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ અને અઠવાડિયામાં બે થી ત્રણ વાર જ શેમ્પુથી હેર વોશ કરવા જોઈએ. લાંબા વાળ વધારે ધોવાથી કમજોર બની જાય છે.

વાળ ધોયા બાદ ટોવેલ લપેટવા ના પાંચ નુકસાન:- ભીના વાળ પર ટોવેલ લપેટવાથી માથું ખૂબ લાંબા સમય સુધી ભીનું રહે છે અને તેનાથી ડેન્ડ્રફની સમસ્યા થઈ શકે છે. માથું ધોયા બાદ ટોવેલ લપેટવાથી સ્કેલ્પમાં ફંગલ ઇન્ફેક્શન થઈ શકે છે જે વાળ માટે નુકસાનદાયક છે.જે લોકો હેરફોલની સમસ્યાનો સામનો કરી રહ્યા હોય તેમની આ સમસ્યા ભીના વાળ પર ટોવેલ લપેટવાથી વધી શકે છે. ભીના વાળ પર ટોવેલ ટાઈટ બાંધવાથી વાળની જડ કમજોર બની જાય છે અને વાળ ઝડપથી તૂટવા લાગે છે. આમ કરવાથી વાળ ઝડપથી ડ્રાય થવા લાગે છે અને વાળની નેચરલ શાઇનિંગ એટલે કે કુદરતી ચમક જતી રહે છે.

વાળને શાઈની બનાવવા માટે અપનાવો આ ટિપ્સ:-ડોક્ટર કહે છે કે વાળને હેલ્ધી અને શાઈની બનાવવા માટે હેર વોશ કરતા પહેલા ઓઇલ થી મસાજ કરવું જોઈએ. તેના માટે કોકોનટ ઓઇલ કે બીજું તેલ પણ ઉપયોગ કરી શકાય છે. અઠવાડિયામાં બે થી ત્રણ વાર ઓઇલની મસાજ કરવાથી હેરફોલ, ડેન્ડ્રફ સહિત વાળની અનેક સમસ્યાઓ દૂર થઈ શકે છે. જો તમારા વાળમાં વધારે સમસ્યા હોય તો ડર્મેટોલોજિસ્ટ નો સંપર્ક કરવો જોઈએ. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment