ફક્ત 2 રૂપિયાની આ વસ્તુથી મટાડો વર્ષો જુનો યુરિક એસિડનો દુખાવો, એકવાર અજમાવો શરીરમાં આજીવન નહિ વધે યુરિક એસિડ…

મિત્રો આપણે જાણીએ છીએ કે યુરિક એસીડ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ખતરનાક છે. અને જો તેનું પ્રમાણ શરીરમાં વધી જાય તો અનેક રોગોનો સામનો કરવો પડી શકે છે. પણ જો તમે યુરિક એસિડને બહાર કાઢવા માંગતા હો તો તમે લીંબુનો ઉપયોગ કરી શકો છો. તેનાથી તમને ફાયદો થશે. 

યુરિક એસિડનું લેવલ વધવું એ એક ગંભીર સમસ્યા છે. જેને મેડીકલ ભાષામાં હાઇપરયુરીસીમિયા કહેવામાં આવે છે. આ એક ક્રોનિક મેટાબોલિક ડીસઓર્ડર છે. જેનાથી તમને ગાઉટ આર્થરાઈટીસ કીડની પથરી, હાઈ બ્લડ પ્રેશર, કીડની ફેલીયાર અને એટલે સુધી કે હાર્ટ ડીસીઝ થવાનું જોખમ રહે છે.યુરિક એસીડ કેમ વધે છે?:- આ તમારા દ્વારા ખાવામાં આવતા પ્યુરીન નામના તત્વોથી ભરપુર ખાદ્ય અને પ્રવાહી પદાર્થોથી બને છે. તેના વધવાથી તમને સાંધામાં ગંભીર દુખાવો, સોજા અને અકડન જેવા લક્ષણ અનુભવ થાય છે. મેડીકલ ભાષામાં યુરિક એસીડ માટે ઘણા ઉપચાર અને દવાઓ રહેલ છે. પણ તમે લીંબુ દ્વારા પણ તેને ઓછુ કરી શકો છો. વૈજ્ઞાનિકો ના એક સંશોધન અનુસાર એવો દાવો કરવામાં આવ્યો છે કે લીંબુના ઘણા સ્વાસ્થ્ય લાભ રહેલા છે. જેમાં કિડનીની પથરી ના જોખમને ઓછુ કરી શકાય છે. અને યુરિક એસિડને ઓછુ પણ કરી શકાય છે. 

યુરિક એસીડ કેવી રીતે ઓછુ કરવું:- સાઈટ્રસ એટલે ખાટા ફળોના રસ ગાઉટ ના લક્ષણ ને ઓછા કરવામાં પણ મદદ કરે છે. અને લીંબુ તેનું સૌથી મોટું ઉદાહરણ છે. ચાલો તો જાણી લઈએ લીંબુ કરી રીતે યુરિક એસીડ અને કીડની ની પથરી નું જોખમ કેવી રીતે ઓછુ કરી શકાય.અને તમારે તેનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે.યુરિક એસીડ લેવલ કેટલું હોવું જોઈએ:- લોહીમાં યુરિક એસીડ નું લેવલ મહિલાઓનું 6 mg/dL અને પુરુષો માટે 6.8 mg/dL થી વધુ ન હોવું જોઈએ. તેનાથી વધુ હોવાથી હાઇપરયુરીસીમિયા નો સંકેત હોય છે. તેની નોર્મલ રેંજ 3.5 થી 7.2 mg/dL ની વચ્ચે હોય છે.

યુરિક એસીડનો દુશ્મન છે લીંબુ:- અધ્યયન માં વૈજ્ઞાનિકો એ જાણ્યું કે લીંબુના રસ થી બ્લડમાં યુરિક એસીડ લેવલ ને ઓછુ કરવામાં મદદ મળી શકે છે. યુરિક એસીડ પર લીંબુ નો પ્રભાવ જાણવા માટે વૈજ્ઞાનિકોએ યુરિક એસીડ વાળા ઉંદરો અને માણસો પર અધ્યયન કર્યું. અધ્યયન માં સાબિત થયું કે લીંબુનો રસ દેવાથી ઉંદર અને માણસો નું યુરિક એસીડ લેવલ ઓછુ થઇ ગયું હતું.

અધ્યયનમાં થઇ ગયું સાબિત:- પોતાના અધ્યયન માં શોધકર્તાઓએ ઉંદરો અને માણસો ને 6 અઠવાડિયા સુધી દરરોજ 30 ml તાજા લીંબુનો રસ આપ્યો. પરિણામોમાં જાણવા મળ્યું કે લીંબુના રસ ને માનવ અને ઉંદર બંને માં સીરમ યુરિક એસીડ ના સ્તરને ઘણા અંશે ઓછુ કર્યું હતું. યુરિક એસીડ લેવલ કેવી રીતે ઓછુ કરે છે લીંબુ:- શોધકર્તાઓ નું માનવું છે કે લીંબુમાં જૈન્થીન ઓક્સીડેન્સ ને રોકવા ની ક્ષમતા હોય છે. આ એક એવું તત્વ છે જે શરીરમાં યુરિક એસીડ બનાવવા માટે ખુબ જ જરૂરી છે. 

યુરિક એસીડ ઓછુ કરવા માટે કેવી રીતે કરવો લીંબુનો ઉપયોગ:- શોધકર્તાઓ એ પોતાના અધ્યયન માં લોકોને દરરોજ લીંબુનો રસ થવા લીંબુ પાણી પીવાની સલાહ આપી. એનો અર્થ એ છે કે તમે દરરોજ તાજા લીંબુ નો રસ પી શકો છો અથવા તો લીંબુ પાણી પી શકો છો. જો કે તમારે માત્રાનું ધ્યાન રાખવું જરૂરી છે. લીંબુ પાણીમાં મીઠું અથવા ખાંડનો ઉપયોગ કરવાથી બચવું જોઈએ. આમ લીંબુ ના ઉપયોગ કરીને શરીરમાં યુરિક એસીડ ઓછુ કરી શકો છો. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment