ઉનાળામાં કરી લો ઘરે જ બનતા આ દેશી રાયતાનું સેવન, ડીહાઇડ્રેશન ની સમસ્યા દુર કરી શરીરમાં થશે આ 4 ગજબના ફાયદા…

મિત્રો ઉનાળો આવે એટલે આપણે શરીરને ઠંડક મળે તેવી વસ્તુઓ નું સેવન કરવાનો વધુ આગ્રહ રાખે છે. આવી વસ્તુઓમાં એક કાકડી છે જે ઉનાળામાં બજારમાં પુષ્કળ પ્રમાણમાં વેચાય છે. કાકડી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. મોટાભાગના લોકો કાકડીને સલાડરૂપે ખાવાનું પસંદ કરે છે. તેના સિવાય કાકડીનું રાયતું પણ ઉનાળા માટે ખૂબ જ સારું હોય છે.

તેમાં ભરપૂર પ્રમાણમાં વિટામીન સી, વિટામિન કે, પ્રોટીન, ફાઇબર, મેગ્નેશિયમ અને પોટેશિયમ વગેરે પોષક તત્વો ઉપલબ્ધ હોય છે, જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. કાકડીનું રાયતું ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ લાભદાયક છે. આ ઉનાળામાં શરીરને હાઈડ્રેટ રાખે છે અને લૂ થી બચાવે છે. ઉનાળામાં દરરોજ કાકડી નું રાયતું ખાવાથી શરીરને અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓથી પણ દૂર રાખે છે. આજે આ લેખમાં અમે તમને ઉનાળામાં કાકડી નું રાયતું ખાવાના ફાયદા અને તેને બનાવવાની રીત જણાવીશું.👉 ઉનાળામાં કાકડીનું રાયતુ ખાવાના ફાયદા:- 

1) શરીરને હાઈડ્રેટ રાખે:- ઉનાળામાં લગભગ શરીરમાં પાણીની કમી થઈ જાય છે. કાકડીમાં 96% પાણી હોય છે. એવામાં દરરોજ કાકડીનું રાયતું ખાવાથી ડીહાઇડ્રેશન ની સમસ્યા નથી થતી. તેના સેવનથી શરીરમાં હાજર ટોક્સિંન્સ ને બહાર કાઢવામાં પણ મદદ મળે છે.

2) પાચનતંત્ર માટે ફાયદાકારક:- કાકડીનું રાયતું ખાવાથી પાચનતંત્ર તંદુરસ્ત રહે છે. તેમાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર ઉપલબ્ધ હોય છે જે પાચન ક્રિયાને સારી બનાવે છે. ઉનાળામાં દરરોજ કાકડી નું રાયતું ખાવાથી પેટમાં ગેસ, કબજિયાત અને અપચા જેવી પાચન સંબંધિત સમસ્યાઓ દૂર રહે છે.3) બ્લડ પ્રેશર નિયંત્રિત કરે:- હાઈ બીપી ના દર્દીઓ માટે કાકડીનું રાયતું ખૂબ જ ફાયદાકારક હોય છે. તેમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ  હોય છે, જે બ્લડ પ્રેશરને ઘટાડવામાં મદદ કરે છે. 

4) વેટ લોસમાં ફાયદાકારક:- કાકડીનું રાયતું ખાવાથી તમારું વજન ઘટાડવામાં મદદ મળે છે. કાકડીમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર ઉપલબ્ધ હોય છે જે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે. તેમજ તેમાં કેલેરીનું પ્રમાણ પણ ખૂબ જ ઓછું હોય છે. દરરોજ કાકડીનું રાયતું ખાવાથી વજન નિયંત્રિત રહે છે.👉 કાકડીનું રાયતુ બનાવવાની સામગ્રી અને રીત:- એક કાકડી, એક કપ ઘટ્ટ દહી, એક ચમચી શેકેલું જીરું, એક ચપટી લાલ મરચું પાવડર, અડધી ચમચી સફેદ મીઠું, અડધી ચમચી સંચળ પાવડર.

રીત:-  કાકડીનું રાયતુ બનાવવા માટે એક કાકડીને છોલીને છીણી લો. ત્યારબાદ કાકડીને નીચવીને અલગ રાખી લો. હવે એક વાસણમાં એક કપ ઘટ્ટ દહીં લો અને તેને સરસ રીતે ફેંટી લો. હવે તેમાં કાકડી, સફેદ મીઠું, સંચળ,. શેકેલું જીરું અને લાલ મરચું પાવડર નાખો. આ બધી વસ્તુઓને સરસ રીતે મિક્સ કરી લો. કાકડીનું રાયતુ બનીને તૈયાર છે તમે તેનું ખાવાની સાથે સેવન કરી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment