મોંઘી દવાઓ વગર જ હાઈ બ્લડ પ્રેશર કરો કંટ્રોલ, અજમાવો આ 5 રીત, આજીવન નહિ આવે મોંઘુ દવાખાનું અને હાર્ટએટેકની બીમારી…

આપણા શરીરમાં રહેલ અનેક બીમારીઓમાં બ્લડ પ્રેશર પણ એક ખતરનાક બીમારી છે. જેમાં દર્દીના લોહીનું દબાણ વધી જાય છે. જેને કારણે હાર્ટ પ્રોબ્લેમ થઇ શકે છે. આ સમસ્યાને તમારે થોડી ગંભીરતાથી લેવાની જરૂર છે. જો બ્લડ પ્રેશરના શરૂઆતના તબક્કે થોડી સાવધાની લેવામાં આવે તો તેને ત્યાંથી જ અટકાવી શકાય છે. આ માટે તમારે કેટલીક ખાસ રીત અપનાવવાની જરૂર છે. જેનાથી તમારે બ્લડ પ્રેશર માટે દવાનું સેવન કરવું નહિ પડે. 

આજના સમયમાં મોટી સંખ્યામાં લોકો હાઇ બ્લડ પ્રેશરની સમસ્યાથી જજૂમી રહ્યા છે. તેને હાઇપરટેન્શન પણ કહેવામા આવે છે. સામાન્ય બ્લડ પ્રેશર 80 થી 120 ની વચ્ચે હોય છે. જ્યારે તે 120 થી ઉપર જાય છે તો હાઇ બીપીની સમસ્યા થાય છે. આ બીમારીને સાઇલેંટ કીલર કહેવામા આવે છે. કારણ કે તેના શરૂઆતી લક્ષણો દેખાતા નથી. બ્લડ પ્રેશર હાઇ થવાથી તમારા હ્રદય પર દબાણ ખૂબ વધી જાય છે, જે હાર્ટ એટેકનું કારણ પણ બની શકે છે. તે સિવાય પણ આ સમસ્યા હેલ્થને ખરાબ રીતે અસર કરે છે. કોઈ પણ પ્રકારની સમસ્યાથી બચવા માટે તમારે બ્લડ પ્રેશર કંટ્રોલમાં રાખવું જોઈએ. દવાઓ વગર પણ અમુક રીત અજમાવીને તમે તેને કંટ્રોલ કરી શકો છો.1) દરરોજ એકસરસાઈઝ કરો:- કસરત એ અનેક રોગોને દુર કરનાર માનવામાં આવે છે. શરીરને હેલ્દી રાખવા માટે કસરત એક અસરકારક ઈલાજ માની શકાય છે. હેલ્થલાઇનની રિપોર્ટ મુજબ, દરરોજ 30 થી 60 મિનિટ સુધી એકસરસાઈઝ કરવાથી બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ મળે છે. તેનાથી તમારો મૂડ સારો થાય છે અને ડાયાબિટીસ કે હાર્ટ ડીસીઝનું જોખમ ઓછું રહે છે. સ્વસ્થ લોકોએ પણ એકસરસાઈઝને તમારા શેડ્યુલમાં સમાવિષ્ટ કરવી જોઈએ. 

2) હેલ્થી ડાયેટ લેવી જરૂરી:- આપણે જે પણ ખોરાક લઈએ છીએ તેની અસર આપણા સ્વાસ્થ્ય પર પડે છે. આથી તમારે હંમેશા હેલ્દી ખોરાકનું સેવન કરવું જોઈએ. માનવામાં આવે છે કે, હાઇપરટેન્શન એટલે કે, હાઇ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા માટે ડાયેટમાં આખું અનાજ, ફળ, શાકભાજી, લો ફૈટ ડેરી પ્રોડક્ટસ, મીટ, ફિશ અને નટ્સને સમાવિષ્ટ કરવા જોઈએ. વધારે મીઠા ફૂડથી બચવું જોઈએ. તે સિવાય સોડા અને જ્યુસનું સેવન ઓછું કરવું જોઈએ. પોષકતત્વોથી ભરપૂર હેલ્થી ડાયેટ લેવી જોઈએ.3) મીઠું ઓછામાં ઓછું ખાવું:- મીઠું એ બ્લડ પ્રેશરની સમસ્યાને વધારી શકે છે આથી બને ત્યાં સુધી મીઠાનું સેવન ઓછુ કરવું જોઈએ. હાઇ બ્લડ પ્રેશરની સમસ્યાથી જજૂમી રહેલા લોકોએ મીઠું ઓછામાં ઓછું ખાવું જોઈએ. તેનાથી તમને ઘણી હદે રાહત મળશે. ભોજનમાં મીઠા વગરના મસાલા એડ કરી શકો છો. તે સિવાય વધારે મીઠા વાળા નાસ્તો અને ફાસ્ટ ફૂડથી પણ બચવું જોઈએ.

4) વજનને કંટ્રોલમાં રાખવો અને તણાવ મુક્ત રહેવું:- વજન કંટ્રોલમાં રાખવું અને માનસિક તનાવથી દુર રહેવું જોઈએ. જો તમે તમારા વજનને કંટ્રોલમાં રાખશો અથવા વજન ઘટાડવાનો પ્રયત્ન કરશો તો હાઇપરટેન્શનની સમસ્યાથી ઘણી હદે રાહત મળશે. સ્થૂળતાના કારણે બ્લડ પ્રેશર સહિત ઘણી સમસ્યાઓ થઈ શકે છે. માટે વજન ઘટાડવા માટે હેલ્થી રીતો અજમાવવી. તમને જાણીને નવાઈ લાગશે કે, વધારે તણાવથી પણ બ્લડ પ્રેશર વધે છે. એવામાં તણાવ મુક્ત રહેવું.

5) સ્મોકીંગ અને આલ્કોહોલ છોડી દેવું:- જો તમે કોઈ વ્યસન કરતા હો તો તેને છોડી દેવું જોઈએ. વ્યસન એ બ્લડ પ્રેશરના જોખમને વધારી શકે છે. સ્મોકીંગ કરવાથી તમારું બ્લડ પ્રેશર હાઇ થઈ શકે છે. સ્મોકિં કરવાથી હાઇ બ્લડ પ્રેશરની સમસ્યાથી જજૂમી રહેલા લોકોને હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ પણ વધી જાય છે. સ્મોકીંગ છોડી દેવાથી તમારું બ્લડ પ્રેશર કંટ્રોલમાં આવી શકે છે. તે સિવાય આલ્કોહોલનું સેવન પણ બ્લડ પ્રેશર વધારી શકે છે. માટે તેને પણ છોડી દેવું.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment