રોજ દૂધ સાથે કરો આ ઔષધીનું સેવન, ગેસ, કબજિયાત સહીત પેટની તમામ સમસ્યા કરી દેશે દુર. ફક્ત 5 મીનીટમાં આવી જશે ઘસઘસાટ ઊંઘ.

આપણા આયુર્વેદમાં એવી કેટલીય ઔષધીઓનો ખજાનો છે કે જેના દ્વારા આપણે સ્વાસ્થ્યને લગતી ઘણી સમસ્યાઓથી છુટકારો મેળવી શકીએ છીએ. એવી જ એક જડીબુટ્ટી અશ્વગંધા છે જેમાં અનેક પ્રકારના ઔષધીય ગુણો ઉપલબ્ધ હોય છે. અશ્વગંધા અને દૂધનું એકસાથે સેવન કરવાથી તમને અનેક પ્રકારના સ્વાસ્થ્ય લાભ મળે છે.

અશ્વગંધા એન્ટિ-ઓક્સીડેંટ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી, એન્ટી સ્ટ્રેસ અને એન્ટી બેક્ટીરિયલ ગુણોથી ભરપૂર હોય છે. વળી,દૂધમાં પ્રોટીન,કેલ્શિયમ, રાઇબોફ્લેવિન, વિટામિન એ, ડી, કે અને ઈ ઉપલબ્ધ હોય છે. સાથે જ આમાં મેગ્નેશિયમ, ફોસ્ફરસ, આયોડીન અને ખનીજ તત્વો પ્રાપ્ત થાય છે જેનાથી તમારી ઇમ્યુનીટી મજબૂત બને છે.સાથે જ અશ્વગંધા અને દૂધનું એકસાથે સેવન કરવાથી તમારું પાચનતંત્ર સારુ રહે છે. તેના સિવાય દૂધ અને અશ્વગંધાના સેવનથી કમજોરી પણ દૂર થાય છે.આ બંનેને મેળવીને તમે રાત્રે સુતા પહેલા પી શકો છો. તેનાથી ઊંઘ પણ સારી આવે છે. અશ્વગંધા અને દૂધના ફાયદા વિસ્તાર પૂર્વક જાણવા માટે આ લેખ સંપૂર્ણ વાંચો.1) પાચન તંત્ર માટે ફાયદાકારક:- આજકાલ લોકો પાચનથી જોડાયેલી સમસ્યાઓથી પરેશાન રહે છે. એવામાં તેમના માટે દૂધ અને અશ્વગંધાનું સેવન અત્યંત ફાયદાકારક બની શકે છે. દૂધ અને અશ્વગંધા માં એવા પોષક તત્વો પ્રાપ્ત થાય છે જે તમારા પેટથી જોડાયેલી સમસ્યાઓને દૂર કરવાની સાથે અપચો અને કબજિયાત જેવી મુશ્કેલીઓ માં  આરામદાયક છે.

2) ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત બનાવે:- જો તમારું ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત હોય તો તમે અનેક બીમારીઓથી બચી શકો છો. દૂધમાં અશ્વગંધા, વિટામિન,મિનરલ અને એન્ટિઓક્સિડન્ટ ઉપલબ્ધ હોય છે જે શરીરને અંદરથી મજબૂત બનાવે છે.તેના સિવાય આમાં પ્રાપ્ત થતાં એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટી બેક્ટેરિયલ ગુણ બીમારીઓથી લડવામાં મદદરૂપ કરે છે.3) હાડકા મજબુત બનાવે:- વધતી ઉંમરની સાથે તમારા હાડકા કમજોર થઈ જાય છે એવામાં તમે તમારા આહારમાં અશ્વગંધા અને દૂધ જરૂર સામેલ કરવું જોઇએ. આમાં હાજર પ્રોટીન,ફોસ્ફરસ અને કેલ્શિયમ હાડકાંને મજબૂત બનાવે છે.આ સાંધાનો સોજો અને દુખાવાથી પણ છુટકારો અપાવે છે.

4) અનિદ્રાની સમસ્યાથી રાહત:- કામ અને વધુ પડતા સ્ટ્રેસના કારણે અનેક લોકોને રાત્રે સમય પર ઊંઘ આવતી નથી એવામાં તેઓએ દૂધ અને અશ્વગંધાનું સેવન જરૂરથી કરવું જોઈએ. તેનાથી તમને રાત્રે સારી ઊંઘ આવે છે તેના માટે તમે એક ગ્લાસ દૂધમાં અશ્વગંધાનો પાઉડર મેળવીને પી શકો છો.5) કમજોરી દૂર કરે:- અશ્વગંધા અને દૂધના સેવન થી કમજોરી દૂર થાય છે. આ અંદરથી તાકાત વધારે છે અને દૈનિક જીવનને શ્રેષ્ઠ બનાવવા માટે શક્તિ પ્રદાન કરે છે. તેથી દરરોજ તમારે અશ્વગંધા અને દૂધનું સેવન કરવું જોઈએ.

દૂધ અને અશ્વગંધાનું સેવન કેવી રીતે કરવું?:- અશ્વગંધાના સુકાયેલા મૂળિયાં ને તમે પીસીને પાવડર બનાવી શકો છો દરરોજ રાત્રે સુતા પહેલા નવશેકા ગરમ દૂધમાં ચાર ચપટી અશ્વગંધા પાવડર નાખીને પીવો. આમ કરવાથી તમને ઉપર જણાવેલા દરેક ફાયદા નો લાભ પ્રાપ્ત થશે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment