આ છે ગાદી ખસવાથી અને નસો દબાવવાથી થતા પગ અને કમરના દુખાવાનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો જીવો ત્યાં સુધી દવા અને ઓપરેશનની નોબત નહિ આવે…

આજના સમયમાં અનેક કારણોસર આપણા શરીરમાં ઘણા બધા પ્રકારના દુખાવા થાય છે. જેવી રીતે આપણા શરીરની અંદર અનેક પ્રકારના સ્નાયુઓ આવેલા છે. તે તમામ સ્નાયુમાં “સાયટીકા” નામનો સ્નાયુ સૌથી લાંબો છે. આ સ્નાયુ કમર અને નિતંબથી લઈને સાથળની પાછળ બંને બાજુ અને પિંડીથી લઈને છેક એડી સુધી જાય છે. આ સાયટીકાનો દુઃખાવો, કમરની ગાદી ખસી જવી કે નસ દબાવાથી દુખાવો ઉત્પન્ન થાય છે. તેનું મૂળ કારણ એ સ્થાન પર કંઈ માર લાગવાથી થાય છે.

આ સિવાય વધારે સમય બેસી રહેવું, એકાએક કમરમાંથી વાંકાવળીને નમવું, વજન ઉપાડવું, પડી જવું, કમરમાં ઝટકો લાગવો વગેરે કારણોને લીધે સાયટીકામાં વાગવાથી તેમાં સોજો આવે છે અને તેની ગાદી ખસી જાય છે મણકાની તકલીફથી પણ સાયટીકાની તકલીફ થાય છે.તો ચાલો આજે આપણે જાણીશું આ સાયટીકા ને દૂર કરવા માટેના ઘરેલુ ઉપચાર:- બરફ દ્વારા આપવામાં આવતા ઠંડા શેક અને ગરમ પાણીની થેલીથી ગરમ શેક સાઈટીકાના દુ:ખાવામાં પ્રાથમિક સારવાર છે. તે બન્ને પ્રકારના શેકને થોડા થોડા સમય પર લેવાથી કમર દર્દ અને કમરની નીચેના દુખાવામાં તરત રાહત મળે છે. કોઈપણ પ્રકારના દુ:ખાવામાં ઠંડો અને ગરમ શેક ઘણો અસરકારક હોય છે.

સાઈટીકાનો દુ:ખાવો દૂર કરવાના કુદરતી ઉપાયમાં મસાજ કે માલીશ સૌથી સરળ અને અસરકારક ઉપાય છે. કમરની નીચેના ભાગ અને દુ:ખાવા વાળી જગ્યા પર મસાજ કરવાથી ઘણી રાહત થાય છે. સાઈટીકામાં થોડા વિશેષ પ્રકારે માંસપેશીઓ જકડાઈને કડક થઇ જાય છે અને તેને કારણે તે ગાંઠ જેવી બની જાય છે.

સાઈટીકાનો દુ:ખાવો કે સાંધાના કોઈ પણ દુ:ખાવામાં હળદર અને ચુના માંથી બનેલી પેસ્ટ લગાવવાથી દુ:ખાવામાં તરત જ રાહત થાય છે. દુ:ખાવો ઓછો કરવાનો આ ઘરેલું ઉપાય ઘણા વર્ષોથી આપણા દેશમાં અપનાવવામાં આવી રહ્યો છે.

જટામાંસીના મૂળનું ચૂર્ણને સાઈટીકાના દુ:ખાવામાં લગાવવાથી ઘણી રાહત થાય છે, તેમાં કેટલાક એવા તત્વો હોય છે. જે કોઈપણ રીતે દુ:ખાવાને દૂર કરવામાં મદદ કરે છે. તેના મૂળમાં રહેલુ તેલ માંસપેશીઓને આરામ આપે છે અને જકડાઈ ગયેલા અંગોને સારા કરે છે. તેના સિવાય તમે જટામાંસીના મૂળને ચા તરીકે પણ પી શકો છો. જટામાંસીના 1 ગ્રામ ચૂર્ણને પાણી સાથે ઉકાળો અને તેમાંથી બનેલી ચા દિવસમાં 2 થી 3 વખત પીવો. આમ કરવાથી સાયટીકાનો દુખાવો દૂર કરવામાં મદદ મળે છે.એક-બે ચમચા ગૌમુત્રમાં બે મોટા ચમચા દીવેલ નાખી દરરોજ સવારે અને સાંજે પીવાથી સાઈટીકાના દુખાવાને મટાડી શકાય છે. ચાર થી છ ચમચી દીવેલમાં એક ચમચી સુંઠનું ચુર્ણ મેળવી પીવાથી સાઈટીકાના દુખાવામાં રાહત થાય છે. એક ચમચી દીવેલમાં એક ચમચી નગોડના પાનનો રસ મેળવી સવાર-સાંજ પીવાથી સાયટીકા મટે છે. 0.3 ગ્રામથી 0.5 ગ્રામ ભીમસેની કપુર દરરોજ સવાર, બપોર, સાંજ સેવન કરવાથી સાઈટીકા મટે છે.

સાઈટીકા એ ખરેખર ગંભીર રોગ છે. પારિજાતના પાન ને ધીમી આંચ પર ઉકાળીને તેનુ ઘટ્ટ મિશ્રણ બનાવી લો. અને પછી આનું સેવન કરવાથી સાયટીકા ના દર્દીઓને દુખાવામાં રાહત મળે છે. આ સિવાય લોહી નો પ્રવાહ અટકી ગયો હોય તો ધમનીઓને ખોલવામાં પણ આ ઉપાય કારગર સાબિત થઈ શકે છે.મેથી અનેક પ્રકારના દુખાવાને દૂર કરવામાં અસરકારક ઉપચાર છે. મેથીના દાણાની પેસ્ટ બનાવીને દુ:ખાવામાં લેપ લગાવવાથી પણ સાઈટીકાના દુ:ખાવા કે હાડકાના દુખાવામાં રાહત મળે છે. તેના માટે મેથીના દાણાને પાણીમાં પલાળી દો. આ પલાળેલા દાણાને ઝીણા વાટીને પેસ્ટ બનાવી લો. ત્યારબાદ દુખાવા વાળા ભાગમાં લગાવીને કોઈ સુતરાઉ કપડું બાંધી લો. દુ:ખાવો દુર કરવા માટે આ પ્રયોગ દિવસમાં 2 થી 3 વખત કરવો જોઈએ.

જાયફળના તેલને સરસિયાના તેલમાં મિક્સ કરીને સાઈટીકાના દુખાવા પર માલિશ કરવાથી દુખાવો દૂર થાય છે. જેનાથી સાઈટીકાના દુખાવાથી રાહત મળે છે. જાયફળનુ ચૂર્ણ મધ સાથે સેવન કરવાથી સાઈટીકાના દુખાવો મટે છે. જાયફળને બકરીના દૂધમાં ઘસીને તેને થોડુ ગરમ કરી લેપ કરવાથી સાઈટીકાના દુખાવાને દૂર કરવામાં મદદ મળે છે.

લસણ અને અડદના વડા બનાવીને તલના તેલમાં તળીને ખાવાથી સાઈટીકાના દુખાવામાં આરામ થાય છે. દૂધ અને પાણીને સરખા પ્રમાણમાં મિક્સ કરીને લસણ અને વાવડિંગને તેમા ઉકાળો. જ્યારે પાણી બળી જાય તો દૂધને ઉતારી લો. તેને ગાળીને ઠંડુ કરીને પીવો. આ મિશ્રણથી સાઈટીકાના દુખાવામાં રાહત થાય છે. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

2 thoughts on “આ છે ગાદી ખસવાથી અને નસો દબાવવાથી થતા પગ અને કમરના દુખાવાનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો જીવો ત્યાં સુધી દવા અને ઓપરેશનની નોબત નહિ આવે…”

Leave a Reply to Mohsin Chuniya Cancel reply