લાંબા સમય સુધી ઓશિકું બદલાતા ન હો, તો થઈ જજો સાવધાન.

મિત્રો આપણે સુવા માટે ઓશિકાનો ઉપયોગ કરીએ છીએ. તેમજ દરેક લોકોની ઓશિકુંની પસંદગી  પણ જુદી જુદી હોય છે. ઓશિકાથી વ્યક્તિને શારીરિક રીતે પુરતો આરામ મળે છે. પણ લાંબા સમય સુધી એક ઓશિકાનો ઉપયોગ કરવાથી તમને શારીરિક રીતે ઘણી તકલીફ પણ થઈ શકે છે. આથી તમારે એ જાણી લેવું જોઈએ કે કેવું, ક્યારે અને કેવી રીતે ઓશિકાનો ઉપયોગ કરવો જોઈએ. 

ઘણીવાર સૂતા પહેલા ઓશિકાને આકાર દેવો પડે છે પછી જ સૂવું પડે છે, તો આવી સ્થિતિમાં ઓશિકાની આવરદા(ઉંમર) પૂરી થઈ ગઈ છે તેમ જાણવું અને ઓશિકાને બદલાવો. જે ઓશિકામાં પીઠને, ગરદનને, અને શરીરને આરામ મળે તેવા ઓશિકુંની પસંદ કરવી જોઈએ. આ માટે કેવા ઓશિકાનો  ઉપયોગ કરવો જોઈએ તે જાણવું મહત્વનું છે. સુવા માટે દરેક લોકોને ઓશિકાની જરૂર પડે છે. તેથી નબળી ગુણવત્તા વાળા ઓશિકાને પસંદ ન કરવું જોઈ.જો તમે આખી રાત સૂઈ ગયા પછી પણ સવારે જાગ્યા પછી થાક અનુભવો છો, તો તે તમારા મનપસંદ ઓશિકાના કારણ પણ હોય શકે છે. આજકાલ બજારમાં અનેક પ્રકારના ઓશિકા વેચાતા જોવા મળે  છે. પરંતુ ઓશિકાનું વાસ્તવિક કાર્ય ગળાને ટેકો આપવા અને શરીરની મુદ્રાને જાળવવાનું હોય છે. નબળી ગુણવત્તા વાળા અથવા ખુબ જ જૂના ઓશિકાનો ઉપયોગ કરવાથી વ્યક્તિના સ્નાયુઓમાં દુઃખાવો થઈ શકે છે. આવી સ્થિતિમાં, તમારું ઓશિકું ક્યારે સમાપ્ત થાય છે અથવા તો તેને ક્યારે તરત જ બદલવું જોઈએ તે જાણવું મહત્વપૂર્ણ છે.

આકાર તપાસો : જો તમારા ઓશિકામાં ગઠ્ઠો થયો છે અથવા જો તેની અંદર ભરાયેલા કપાસ અથવા ફીણ એક તરફ થઈ ગયા છે, તો તેને બદલવાનો આ યોગ્ય સમય છે. તમારે ઓશિકું વાપરતા પહેલા હાથથી તેને આકાર દેવો પડે છે તો જાણવું કે તમારુ ઓશિકું ક્ષતિગ્રસ્ત થઈ ગયું છે. આ બાબતને ધ્યાનમાં રાખો અને જલ્દી ઓશિકુંનો આકાર ખરાબ થવા લાગે, એટલે તરત જ તેને બદલો.

ઓશિકાની ઉંમર :  તમને જણાવી દઈએ કે ખરેખર તો તકીયાની કે ઓશિકાની સરેરાશ ઉંમર 18 થી 24 મહિનાની જ હોય છે. દર બે વર્ષે તમારુ ઓશિકું બદલો.જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે. ઓશિકાનું 30 સેકન્ડમાં પરીક્ષણ કરો : તમે પણ ચકાસી શકો છો કે તમારું ઓશિકું ઉપયોગી છે કે નહીં, તેને એક સરળ પરીક્ષણનો ઉપયોગ કરીને તપાસ કરી શકો છો. આ માટે તમારા ઓશિકાને વચ્ચેથી ફોલ્ડ કરો અને તેને 30 સેકંડ માટે દબાવો અને છોડો. જો ઓશિકું ફરીથી તેનો આકાર લેતું નથી, તો સમજો કે તમારે તમારા ઓશિકાને બદલવાની જરૂર છે.

તમારું ઓશિકું કેવું હોવું જોઈએ : તમારું ઓશિકું એવું હોવું જોઈએ કે, જે સૂવાના સમયે તમારી પીઠ અને ગળા બંનેને સપોર્ટ કરે. એક ઓશિકું એવું હોય છે કે, જે ખુબ જ કડક, ખુબ લાંબુ અથવા ખુબ નરમ હોય છે તે તમારા ગળાને વિચિત્ર સ્થિતિમાં મૂકીને તમારી પીઠ અને ગળાના દુઃખાવાનું કારણ બની શકે છે. આવી સ્થિતિમાં, એક એવુ ઓશિકું પસંદ કરો જે તમારા માથાને સહેજ એલિવેટેડ રાખતી વખતે તમારા ગળા, પીઠ, માથા અને ખભાને ટેકો આપે.

Leave a Comment