બ્લડ પ્રેશરમાં મોંઘી દવાઓ કરતા પીવો આ ચમત્કારિક રસ, હાઈ બીપીની સાથે સાથે બ્લડ શુગર પણ આવી જશે કાબુમાં…

બીપી અને બ્લડ શુગર એ આપણા શરીરમાં એવા રોગો છે જેનો ઈલાજ કરવો જરૂરી બને છે. તેના માટે નિયમિત દવાનું સેવન કરવું જરૂરી છે. પરંતુ તમે કેટલાક ઘરે બનાવેલ જ્યુસનું સેવન કરીને બંને વસ્તુઓને વગર દવાએ કંટ્રોલમાં રાખી શકો છો. આ રોગોને આપણે સાઈલેંટ કીલર તરીકે ઓળખીએ છીએ. આ જ્યુસનું સેવન તમારું શરીર ફીટ રાખવામાં મદદ કરે છે. 

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર, ભારતમાં કુલ મૃત્યુના લગભગ 63% ગેર-સંચારી રોગોના કારણે થાય છે, જેમાંથી 27% મૃત્યુ માટે હૃદય રોગ જવાબદાર હોય છે, જે 40 થી 69 આયુ વર્ગના 45% લોકોને અસર કરે છે. વધેલ રક્તચાપ હાર્ટ સંબંધી બીમારીઓ માટે સૌથી મહત્વપૂર્ણ જોખમી કારણોમાંથી એક છે. અનુમાન મુજબ, 2025 સુધીમાં દેશની લગભગ 25 ટકા આબાદી હાઇપરટેન્શન અથવા બીપીની શિકાર થઈ શકે છે. હાઈ બીપીની ઓળખ કંઈ રીતે કરવી ?:- તેના કોઈ વિશેષ લક્ષણો હોતા નથી માટે તેને સાઇલેંટ કીલર પણ કહેવામાં આવે છે. જો કે અમુક સામાન્ય લક્ષણો છે જેને હાઇપરટેન્શનનો સંકેત સમજી શકાય છે. તેમાં માથાનો દુખાવો, ભારેપણું, ચક્કર આવવા, જીવ મુંજાવો, ધબકારા અચાનક વધી જવા સમાવિષ્ટ છે. સાચા સમયે બીપી કંટ્રોલ ન કરવાથી ભવિષ્યમાં સ્ટ્રોક, હાર્ટ ફેઈલ, હાર્ટ એટેક જેવી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. 

કેવી રીતે વધી જાય છે બીપી ?:- ઉચ્ચ રક્તચાપ સામાન્ય રીતે સમય સાથે વિકસિત થાય છે. ખરાબ આહાર, શારીરિક ગતિવિધિઓની ઉણપ, ડાયાબિટીસ અને સ્થૂળતા સહિત અમુક સ્વાસ્થ્ય સ્થિતિઓના કારણે રક્તચાપ અનિયંત્રિત થઈ જાય છે. ઉચ્ચ રક્તચાપ વિરુદ્ધ તમારી રક્ષા માટે આહાર મુખ્ય રૂપથી તમારી મદદ કરી શકે છે. અમુક ખાદ્ય પદાર્થો સિવાય તમે તમારા રક્તચાપને નિયંત્રિત કરવા માટે હાઇ બીપી ફ્રેંડલી ડ્રિંક પણ લઈ શકો છો.1) બીટનું જ્યુસ:- બીટ એ તમારા બીપીને કંટ્રોલ રાખી શકે છે. એક સ્ટડી મુજબ બીટ તમારા હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. તેમાં રહેલ નાઇટ્રેટ રક્તચાપને સામાન્ય કરીને હાર્ટની બીમારી અને હાર્ટએટેકથી બચાવી શકે છે. તેમાં એન્ટિઇમ્ફ્લેમેટરી ગુણ, વિટામીન્સ અને મિનરલ્સ હૃદયને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. હૃદયના રોગોથી બચવા માટે બીટનું સેવન દરરોજ કરી શકાય છે. તેને કાપીને સલાડના રૂપમાં અથવા પછી તેનું જ્યુસ પણ પી શકાય છે. 

2) દાડમનું જ્યુસ:- દાડમમાં રહેલ પોષક તત્વો બીપીને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. દાડમ શરીરમાં લોહી વધારવાનું કામ કરે છે, આ વાત તો મોટાભાગના લોકોને ખબર જ હોય છે. પરંતુ તેના એન્ટિહાઇપરસેંટિવ ગુણ વિશે ખૂબ જ ઓછા લોકો જાણતા હોય છે. એક શોધ મુજબ, બ્લડ પ્રેશર ઘટાડનારા ગુણોની સાથે સાથે ધમનીઓમાં વસાના જમાવને અટકાવનાર ગુણ પણ તેમાં જોવા મળે છે.3) બ્લૂબેરીનું જ્યુસ:- 2016 નેચરમાં પ્રકાશિત એક શોધ મુજબ, બ્લૂબેરી ખાવાથી સિસ્ટોલિક બ્લડ પ્રેશર અને એલડીએલ કોલેસ્ટ્રોલ બંને ઘટે છે. શોધકર્તાઓનું માનવું છે કે, બ્લૂબેરીમાં હૃદયને સ્વસ્થ રાખનાર ગુણ જોવા મળે છે. આમ બ્લુબેરી પણ બીપીને કંટ્રોલ કરી શકે છે.  

4) ટામેટાંનું જ્યુસ:- એક અધ્યયનમાં શોધકર્તાઓએ હૃદય રોગના જોખમ વાળા લોકોને દરરોજ એક ટામેટાંનું જ્યુસ પીવડાવીને જોયું. તેમણે જાણ્યું કે, ટામેટાંનો રસ સિસ્ટોલિક અને ડાયસ્ટોલિક રક્તચાપ, સાથે જ એલડીએલ કોલેસ્ટ્રોલ બંનેમાં સુધારો કરે છે. વાસ્ત્વમાં, ટામેટાંમાં કાર્ડિયો પ્રોટેક્ટિવ ગુણ હોય છે. સાથે જ તે, લાઈકોપીન, બીટા-કેરોટિન, ફોલેટ, પોટેશિયમ, વિટામિન સી અને વિટામિન ઈ નો સમૃદ્ધ સ્ત્રોત છે. જે હાર્ટ સંબંધી બીમારીઓના જોખમને ઘટાડે છે. આમ અહીં આપેલ વસ્તુઓનું સેવન જ્યુસ રૂપે કરીને તમે બીપી તો કંટ્રોલ કરી શકો છો સાથે બ્લડ શુગરને પણ કંટ્રોલ કરી શકાય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment