99% લોકો દૂધની કોથળી તોડે છે તદ્દન ખોટી રીતે, અને કરો છો તમે તમારું પોતાનું જ મોટું નુકશાન… જાણો કેવી રીતે તોડવી જોઈએ દૂધની થેલી…

મિત્રો આપણે જે આપણા રોજિંદા કાર્યો કરતા હોઈએ છીએ તેમાં કેટલીક બાબતો એવી હશે જેને આપણે ક્યારેય વિચાર્યું પણ ન હોય, અને અજાણતા જ આપણે આપણું નુકસાન કરી બેસીએ છીએ. તેથી મિત્રો કોઈ પણ કાર્યને કરવા માટે ચોક્કસ પદ્ધતિ હોય છે અને આ  રીત ને અનુસરીએ તો કામમાં પણ ચોકસાઈ આવે છે. તો આજે અમે તમને એકદમ સામાન્ય લાગતી દૂધની કોથળી વિશે જણાવીશું જે તમારા માટે ખૂબ જ ઉપયોગી પુરવાર થશે.

મિત્રો દૂધ એ આપણા ખોરાકનો મુખ્ય ભાગ છે. આમ જોવા જઈએ તો દૂધ વગર આપણી સવાર પણ નથી પડતી અને રાત પણ નથી પડતી. એટલે કે સવારની ચા થી લઈને રાત્રિના સમય સુતા પહેલા દૂધ નું સેવન કરવામાં આવે છે. મિત્રો તમે જોયું હશે કે ગાય અને ભેસ નું દૂધ ગામડાઓમાં મળે છે પરંતુ શહેરોમાં તો માત્ર પ્લાસ્ટિકની થેલીમાં જ દૂધ મળે છે. આજના સમયમાં તો હવે ગામડાના લોકો પણ પશુ ઓછા રાખે છે તેથી ત્યાં પણ પ્લાસ્ટિકની થેલીમાં દૂધ જોવા મળે છે.આપણે જ્યારે પણ પ્લાસ્ટિકની થેલીમાં દૂધ લઈને આવીએ છીએ ત્યારે આપણે તે થેલી નો એક ખૂણો કાપીને કોઈ વાસણમાં દૂધ લઈ લઈએ છીએ પરંતુ આ રીતે થેલી કાપવાની રીત એકદમ ખોટી છે. મોટાભાગના લોકો દૂધની થેલી નો ખૂણો કાપીને તેને અલગ કરી દે છે જે એકદમ ખોટી રીત છે કારણ કે આમ કરવાથી આપણા પર્યાવરણને તેની ખૂબ જ ખરાબ અસર થાય છે. શું તમે પણ આવી ભૂલ કરો છો?  આવી ભૂલ કરવાથી પર્યાવરણને કેટલું નુકસાન થાય છે તે જાણવા સંપૂર્ણ લેખ વાંચો.

આપણે આ દૂધની થેલીનો ટુકડો કાપીને સીધો નાખી દઈએ છીએ ત્યારે આપણને એવો પ્રશ્ન થાય છે કે આટલો નાનો ટુકડો વળી પર્યાવરણને આટલું બધું નુકસાન કેવી રીતે પહોંચાડી શકે? પરંતુ જો સામુહિક રીતે વિચારવામાં આવે તો ઘર દીઠ સરેરાશ બે થી ત્રણ થેલીનો વપરાશ થતો હોય છે અને આ બે થી ત્રણ ટુકડા અલગ ફેંકી દઈએ અને આપણે એવું વિચારીએ કે માત્ર આપણે જ તેનો ઉપયોગ નથી કરતા પરંતુ એવું નથી હોતું આપણી આસપાસ ના દરેક ઘરના વ્યક્તિઓ પણ એવુ જ વિચારતા હોય છે.સામાન્ય રીતે એક ઘરના બે થી ત્રણ ટુકડા હોય તો આખા શહેરના થઈને કેટલા બધા પ્લાસ્ટિકના  ટુકડા ભેગા થઈ જાય. અને આ પ્લાસ્ટિકના ટુકડા નાના હોવાથી તેનું રિસાઈકલિંગ પણ નથી થઈ શકતું. આ પ્લાસ્ટિક એટલું બધું ભયંકર હોય છે કે 400 થી 600 વર્ષ સુધી પણ તેનો નાશ નથી થઇ શકતો, જેના કારણે આખું પર્યાવરણ પ્રદૂષિત થાય છે.

તો મિત્રો અહીં તો માત્ર દૂધની થેલીની જ વાત કરી છે. પરંતુ, આપણે આખા દિવસ દરમિયાન  કેટલીય પ્લાસ્ટિકની વસ્તુઓને ફેંકતી વખતે આપણે વાતાવરણને ધ્યાનમાં રાખવાનું લેશ માત્ર ય વિચારતા નથી. હાલના સમયમાં દૂધની જેમ જ દહીં, છાશ, વેફર, ઘી એવી ઘણી બધી વસ્તુઓ પ્લાસ્ટિકના રેપરમાં જ આવે છે જેનો આપણે ખૂણો તોડીને ફેંકી દઈએ છીએ.તો તમે વિચારતા હશો કે આ પ્રકારની થેલીઓને કેવી રીતે તોડવી, તો અમે તમને સાચી પદ્ધતિથી ખૂણો કાપવાની રીત જણાવીશું.

તેજસ્વીની અનંતકુમાર એક ખૂબ જ સારા સામાજિક કાર્યકર્તા છે. તેઓ બેંગલોરના છે. તેમણે પોતાના વીડિયોમાં આ બાબત વિશે સંપૂર્ણ હકીકત જણાવી હતી. તેમને પોતાના વીડિયોના માધ્યમથી જણાવ્યું કે માત્ર એક જ દિવસમાં આખા બેંગ્લોર શહેરમાં આ પ્રકારની પ્લાસ્ટિકની થેલીના 50 લાખ ટુકડા નીકળે છે. તો આના પરથી અંદાજ લગાવો કે આખા દેશમાં કેટલા ટુકડા ભેગા થાય? અને તેમને આ વિષયને લઈને ભારે ચિંતા વ્યક્ત કરી હતી અને તેમને દૂધની થેલી અને આ પ્રકારની બીજી અન્ય થેલી ને કેવી રીતે કાપવી જોઈએ તેના વિશે જણાવ્યું.તેઓ જણાવે છે કે જ્યારે પણ દૂધની થેલી માંથી દૂધ બહાર કાઢવું હોય તો તે ખૂણાને એવી રીતે કાપવો કે તે અલગ પણ ન થાય અને દૂધ પણ બધું બહાર આવી જાય.આ ખૂણો પ્લાસ્ટિકની થેલી સાથે જોડાયેલો રહે તો તે પ્લાસ્ટિક રિસાયકલ થઈ જાય છે અને જો ટુકડા ને કાપીને અલગ કરી દેવામાં આવે તો તેનું રિસાયકલ થઈ શકતું નથી તેથી પર્યાવરણને ભારે નુકસાન પહોંચે છે.

તેથી દૂધની થેલી કે અન્ય કોઈપણ થેલીનો ખૂણો એવી રીતે કાપવો કે તે પ્લાસ્ટિક થી અલગ ન થાય. જો આપણે આવા ખૂણાને કાપીને ફેંકી દઈએ અને કોઈ પણ પશુ પક્ષીના મોંમાં આ ખૂણો આવે તો તેનો જીવ પણ જઈ શકે છે. આપણા માટે આ એક સાવ સામાન્ય અને નાની બાબત લાગે તથા આખા દેશના દરેક લોકો પણ આવું વિચારે તો એક જ દિવસમાં પર્યાવરણને ભારે નુકસાન થાય છે.

તેથી કરીને દૂધની થેલી હોય કે કોઈપણ પ્લાસ્ટિકની થેલીનો ટુકડો પેકેટ સાથે જોડાયેલો રહે તેવી જ રીતે કાપવો. જેથી કરીને આપણે આપણા પર્યાવરણનું સંવર્ધન કરી શકીએ. તો દરેક મિત્રોને ખાસ વિનંતી છે કે આપણે જાગૃત બનીએ સમાજને જાગૃત કરીએ અને આપણા દેશને બચાવીએ તથા આપણા પર્યાવરણનું જતન કરીએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment