ગરદનના આ પોઈન્ટ પર મૂકી દો બરફનો ટુકડો, માત્ર 4 જ મિનીટમાં મળશે ચોંકાવનારું પરિણામ… શરીરના અનેક રોગોના થઇ જશે સુપડાસાફ…

મિત્રો લાંબુ, સ્વસ્થ અને વધુ ઉર્જાવાન જીવન જીવવા કોણ નથી ઈચ્છતું? તેના માટે એક બરફનો ટુકડો તમને ઘણો જ કામમાં આવવાનો છે. જી હા મિત્રો તમે સાચું વાંચ્યું, નિઃસંકપણે સારું ભોજન, સારી ઊંઘ અને કસરત સ્વસ્થ અને તંદુરસ્ત જીવન માટે તમારી મદદ કરી શકે છે પરંતુ તેના સિવાય એક બરફનો ટુકડો પણ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે. બરફનો ટુકડો તમારી કેવી રીતે મદદ કરે છે તે જાણવા આ સંપૂર્ણ લેખ વાંચો.

મિત્રો આજની ભાગદોડ ભરેલી જિંદગીમાં આપણે લગભગ બીમારીઓથી ઘેરાઈ જઈએ છીએ. કારણ કે વ્યક્તિ ખાવા અને કમાવવામાં એટલો વ્યસ્ત થઈ જાય છે કે તેને એક ક્ષણ માટે પણ પોતાનું ધ્યાન નથી રહેતું અને તે પોતાના પર ધ્યાન નથી આપી શકતો. તેવી જ રીતે બીજી બાજુ જ્યારે તેની સમસ્યા વધારે વધી જાય છે તો તે દવાઓનો ઉપયોગ કરે છે પરંતુ તે ક્યાંક ને ક્યાંક તેના શરીરમાં આડઅસર તો કરે જ છે. હા એ વાત અલગ છે કે દવાઓથી વ્યક્તિને તુરંત જ આરામ મળે છે પરંતુ આજે અમે તમને એક એવા વિષયમાં જણાવીશું જે તમે કદાચ જ આજથી પહેલા તેના વિશે વિચાર્યું હશે.

કોઈપણ બીમારીથી છુટકારો મેળવવા માટે અનેક રસ્તા હોય છે તેમાંથી એક રસ્તો છે એક્યુપંક્ચર. તમને જણાવીએ કે આ ચાઈનીઝ મેડિસિનની સૌથી પોપ્યુલર હિલિંગ પદ્ધતિ છે. જેમાં શરીરના અલગ અલગ પોઇન્ટ ને દબાવવામાં આવે છે. જેનાથી શરીર માટે તેની એનર્જી ફાયદાકારક સાબિત થાય છે. આપણા દેશમાં એક્યુપંક્ચર વિશે ઘણા ઓછા લોકો જાણે છે. એક્યુપંક્ચર દુખાવાથી રાહત મેળવવાનો કે તબીબી સારવારના હેતુઓ માટે શરીરના વિવિધ બિંદુઓ માં સોય ગોચવાની અને હસ્ત કૌશલ ની પ્રક્રિયા છે.

એક્યુ ચીની ભાષાનો શબ્દ છે જેનો મતલબ છે પોઇન્ટ, એટલે કે શરીરના કેટલાક ખાસ પોઇન્ટ પર સોયથી પંચર (છિદ્રો) કરીને ઈલાજ કરવામાં આવે તો એક્યુપંક્ચર કહેવાય છે અને તે જ પોઇન્ટ પર હાથ કે કોઈ સાધન વડે દબાણ આપવામાં આવે તો એક્યુપ્રેશર કહેવાય છે. હકીકતમાં એક્યુપંક્ચર લેવા વાળા લોકો માટે સુખદ હોય છે. આ સારી ઊંઘ, વધુ ઉર્જાવાન,માનસિક સ્પષ્ટતા,સારુ પાચન અને તણાવને દૂર કરવામાં મદદરૂપ થાય છે.મિત્રો નિઃસંકપણે આ ઈલાજમાં વધારે સમય જાય છે પરંતુ તેની કોઈ પણ પ્રકારની આડ અસર નથી થતી. ચીનની પારંપરિત ચિકિત્સા પદ્ધતિ આખા વિશ્વમાં ખૂબ જ લોકપ્રિય છે. એક અધ્યયન પ્રમાણે પીઠના દુખાવાથી છુટકારો મેળવવા માટે આ પદ્ધતિ દવાઓ અને વ્યાયામના પ્રમાણમાં ખૂબ જ અસરકારક છે.

મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે એક્યુપંક્ચર ના કુલ 365 પોઇન્ટ માંથી કેટલાક એવા છે જે ખૂબ જ અસરકારક છે અને અનેક પ્રકારની બીમારીઓથી છુટકારો અપાવે છે. ડિપ્રેશન, માથાનો દુખાવો,ચક્કર,સેન્સ,ઓર્ગન એટલે કે નાક કાન અને આંખથી જોડાયેલી બીમારીઓ માં રાહત મેળવવી હોય કે માનસિક અસંતુલન, લકવો અને ગર્ભાશયના રોગ હોય તો તેમાં એક્યુપંક્ચર ખૂબ જ લાભદાયક છે.આમાંથી અનેક બીમારી નો ઈલાજ અમે તમને જણાવીશું તેના માટે તમારે માત્ર એક આઈસ ક્યુબ એટલે કે બરફના ટુકડાને ગરદનની વચ્ચોવચ રાખવાનો છે એ પોઇન્ટ પર રાખવાનો છે જ્યાં તમારા માથા અને ખભા બંનેને જોડે છે. વળી આ એક સૌથી સારો એક્યુપ્રેશર પોઇન્ટ છે તેના માટે તમારે સૌથી પહેલા પેટના બળે આડુ પડવાનું છે ત્યારબાદ એક નાનકડો બરફનો ટુકડો લઈને ગરદનના પાછળ તે જ સ્થાન પર રાખવો અને ઓછામાં ઓછી 20 મિનિટ સુધી તેને ત્યાં રહેવા દો. 

સામાન્ય રીતે આનાથી આખા શરીરને ફાયદો મળે છે તેની સાથે જ પાચનતંત્ર પણ ઠીક કરે છે અને માથાનો દુખાવો, સાંધાનો દુખાવો જેવી સમસ્યાઓથી પણ છુટકારો મળે છે. આ ચીની મેડીસીન પ્રમાણે ગરદનના એક ખાસ પોઇન્ટમાં બરફનો ટુકડો રાખવાથી ઘણા બધા ફાયદા થાય છે. તમને જણાવીએ કે આમ કરવાથી તમને અસ્થમા,સ્થૂળતા,શ્વાસ સંબંધિત સમસ્યા, થાઇરોડ,હાઇ બ્લડ પ્રેશર સ્ટ્રેસ, મનોભાવાત્મક વિકૃતિઓ, સંધિવા,અનિયમિત પિરિયડ્સ જેવી સમસ્યાઓથી પણ છુટકારો મળે છે.

આ ટેકનિક કેવી રીતે ફાયદાકારક છે?:- તમે વિચારી રહ્યા હશો કે આ કેવી રીતે સંભવ છે? વળી દબાણ બિંદુ પર એક બરફનો ટુકડો ઘસવાથી લોહીમાં એન્ડોર્ફિન હોર્મોન નીકળે છે. આ હોર્મોન તમારા શરીરની કોશિકાઓ  ને ફરીથી જીવંત કરવામાં અને તમને સ્ફુર્તીલા હોવાનો અહેસાસ કરાવવા માટે જવાબદાર છે.

ફેંગ ફૂ દબાણ બિંદુ ને સાચી રીતે કેવી રીતે કરી શકાય:-

1) તમારા પેટના બળે સુઈ જાવ. ત્યાર બાદ બરફના ટુકડાને યોગ્ય જગ્યા પર મુકો અને લગભગ 20 મિનિટ માટે છોડી દો. બરફના ટુકડાને ટકવા માટે તમે કપડાની પટ્ટી પણ બાંધી શકો છો. તમે નિયમિત રૂપે નાસ્તો કરતા પહેલા એટલે કે ખાલી પેટે આને કરી શકો છો અને પછી તેનું પરિણામ જોઈ શકો છો.

2) એકવાર જ્યારે તમને આ તમારા માટે સહજ થઈ જાય ત્યારે સુતા પહેલા પણ તમે વચ્ચે વચ્ચે બે ત્રણ દિવસનું અંતર રાખીને આમ કરી શકો છો. પહેલા 20 થી 30 સેકન્ડ તમે થોડું અસહજ અને ઠંડક નો અહેસાસ કરશો પરંતુ જલ્દીથી એ બધું જ સામાન્ય થઈ જશે. કારણ કે શરીર હોર્મોન રિલીઝ કરવાનું શરૂ કરી દેશે. નિયમિત રૂપે આ પ્રક્રિયાને દોહરાવવાથી તમે એનર્જીએટીક, સ્વસ્થ અને જીવનમાં સકારાત્મક ઊર્જાનો અહેસાસ કરવા લાગશો. 

આ ટેકનિક થી કયા કયા ફાયદા થાય છે 

1) મૂડ સારો બનાવે:- દિવસની શરૂઆત આ આઈસ ક્યુબ ટ્રીટમેન્ટ થી કરવાથી તમારો મૂડ બુસ્ટ થાય છે અને તમે આખા દિવસ દરમિયાન ઉર્જાવાન હોવાનો અહેસાસ કરો છો.

2) સારી ઊંઘ આવે:- જો તમને ઊંઘ ન આવવાની સમસ્યા હોય તો આ ટેકનિક તમારા માટે ફાયદાકારક બની શકે છે. થોડા દિવસોના ઉપચાર કર્યા બાદ તમે તમારી ઊંઘની રીત માં સુધારો જોઈ શકશો. ધીરે ધીરે તમને સારી ઊંઘ નો અનુભવ થવા લાગશે.

3) પીએમએસ થી રાહત:- શું તમે અસામાન્ય માસિક ધર્મચક્રથી પીડિત છો તો તમારે આ ટેકનિક ને જરૂરથી અપનાવવી જોઈએ. સાથે જ આનાથી પીએમએસ થી જોડાયેલા લક્ષણ પણ દૂર થાય છે.

4) થાઇરોડમાં ફાયદાકારક:- નિયમિત રૂપે આ પ્રક્રિયાને કરવાથી થાયરોડ હોર્મોન્સ પણ બેલેન્સ થાય છે સાથે જ તેનાથી મેદસ્વિતાપણું નિયંત્રિત કરવામાં પણ મદદ મળે છે.

5) શ્વસન રોગોથી બચાવે:- આ શ્વાસ નળીના અસ્થમા અને અન્ય શ્વસન રોગોથી લડવામાં પણ ખૂબ જ ફાયદાકારક છે. સાથે જ આ શરદીથી રાહત અપાવવાનું પણ કામ કરે છે.

6) પાચનને વધારે:- ફેંગ ફૂ ને નિયમિત રૂપે કરવાથી પાચન સંબંઘી દરેક સમસ્યાઓ ઠીક થાય છે. તેનાથી તમને પેટની સમસ્યાઓનો સામનો  પણ નથી કરવો પડતો.

7) તણાવ દૂર કરે:- આ ટેકનિક હાયપરટેન્શન અને હાયપોટેન્શન ના લક્ષણોથી પણ આરામ પ્રદાન કરે છે. તેનાથી તણાવ પણ દૂર થાય છે જેથી તમે ડિપ્રેશન થી બચી શકો છો.

8) માથાનો દુખાવો અને દાંતના દુખાવામાં રાહ:- તમે માથાના દુખાવાથી રાહત મેળવવા માટે બામ કે અન્ય દર્દ નિવારક દવાઓની જગ્યાએ આ ટેકનિકનો સહારો લઈ શકો છો. સાથે જ આનાથી તમને દાંતના દુખાવામાં પણ રાહત મળશે.

9) સંધિવા નો દુખાવો:-સંધિવા ના કારણે અસહ્ય દુખાવો થાય છે. તો આ ટેકનીક તમને કામ આવી શકે છે. એક શોધ પ્રમાણે આ ટેકનિક શરીરના દુખાવાથી પણ રાહત પ્રદાન કરે છે.

10) સેલ્યુલાઇટ ઘટાડે:- અધ્યયન નું કહેવું છે કે નિયમિત રૂપે આ ચાઈનીઝ ચિકિત્સા પદ્ધતિનું પાલન કરવાથી શરીરમાં સેલ્યુલાઈટનું પ્રમાણ ઘટે છે. ગર્ભવતી મહિલાઓ અને માનસિક રૂપથી પરેશાન લોકોએ આ પદ્ધતિનો ઉપયોગ કરવાથી બચવું.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment