આ પીળા ખાંગડાને દુધમાં ઓગળી પીવડાવો તમારા બાળકને, આજીવન નહિ થાય લોહીની કમી, કબજિયાત અને મૌસમી બીમારીઓ… હાડકા અને શરીર થઇ જશે લોખંડ જેવું…

આજના સમયમાં બાળકના સ્વાસ્થ્ય ને લઇને દરેક માતા-પિતા સભાન રહે છે. પોતાના બાળકના  શારીરિક અને માનસિક વિકાસ માટે  યોગ્ય પોષણ મળવું ખૂબ જ જરૂરી છે તેના માટે તેનું સંપૂર્ણ ધ્યાન રાખે છે. મોટાભાગના બાળકો ગળ્યું ખાવાના શોખીન હોય છે. પરંતુ ખાંડનું વધુ પડતું સેવન કરવાથી બાળકના સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. તેથી તમે ખાંડની જગ્યાએ તમારા બાળકના ડાયટમાં ગોળ સામેલ કરી શકો છો. નાના બાળકો માટે ગોળ ખૂબ જ ફાયદાકારક  છે.

મિત્રો ગોળ માં પ્રોટીન, આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ,પોટેશિયમ અને મેંગેનીઝ જેવા પોષક તત્વો હાજર હોય છે. મિત્રો તમે તમારા એક વર્ષથી મોટા બાળકને ગોળ ખવડાવી શકો છો. બાળકને ગોળ ખવડાવવાથી તેના શરીરમાં અનેક ફાયદા મળે છે. તો આજે આપણે આ લેખમાં બાળકોને ગોળ ખવડાવવાથી કયા ફાયદા થાય છે તે જાણીશું.1) ઇમ્યુનિટી બુસ્ટર:- બાળકો માટે ગોળ એક સુપરફુડ છે. ગોળમાં ભરપૂર પ્રમાણમાં એન્ટિઓક્સિડન્સ હોય છે. બાળકોને ગોળ ખવડાવવાથી તેમની ઇમ્યુનિટી મજબૂત બને છે, જેનાથી ઇન્ફેક્શનથી લડવામાં મદદ મળે છે. બાળકોને મોસમી બીમારીઓ અને ઇન્ફેક્શનથી બચાવવા માટે તેમના ડાયટમાં ગોળ જરૂર સામેલ કરો. બાળકોને ગોળ ખવડાવવાથી શરદી-ઉધરસમાં પણ ઘણી જ રાહત થાય છે.

2) લોહીની કમી દૂર કરે:- જો બાળકોને ગોળ ખવડાવવામાં આવે તો લોહીની કમી દૂર થાય છે. મોટાભાગના બાળકો વ્યવસ્થિત રીતે ખાતા નથી. જેનાથી તેમનું પોષણ અધૂરું રહી જાય છે. બાળકોમાં આયર્ન ની કમી થી એનિમિયા ની ફરિયાદ થઈ શકે છે. ગોળમાં આયર્ન ભરપૂર પ્રમાણમાં હોય છે. બાળકોને ગોળ ખવડાવવાથી તેમનામાં લોહીની કમી નથી થતી. તેનાથી શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર વધે છે. બાળકોને એનિમિયા થી બચાવવા માટે તેમના ડાયટમાં ગોળ જરૂર સામેલ કરો.

3) કબજિયાતમાં ફાયદાકારક:- નાના બાળકોમાં લગભગ કબજિયાતની ફરિયાદ જોવા મળે છે. ભોજન વ્યવસ્થિત રીતે ચાવીને ન ખાવાથી કે જંક ફૂડ નું વધુ પડતું સેવન કરવાથી બાળકોને પેટમાં દુખાવો કે કબજિયાતની સમસ્યા થાય છે. એવામાં ગોળનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. ગોળ ખાવાથી પાચન ક્રિયા સારી બને છે અને ખાવાનું પચાવવામાં મદદ મળે છે. ગોળ ખાવાથી આંતરડાની ગતિમાં પણ સુધારો થાય છે, જેનાથી મળ ત્યાગવામાં સરળતા રહે છે. બાળકને કબજિયાતની સમસ્યાથી બચાવવા માટે તેને ગોળ ખાવા આપવો જોઈએ.

4) લીવર સ્વસ્થ રાખે:- બાળકોને ગોળ ખવડાવવાથી લીવર સાફ અને સ્વસ્થ રાખવામાં મદદ મળે છે. વળી ગોળમાં અશુદ્ધ ખાંડ હોય છે જે શરીરમાં ભેગા થયેલા ઝેરીલા પદાર્થોને બહાર કાઢવામાં મદદરૂપ થાય છે. બાળકોને ગોળ ખવડાવવાથી બોડી ડિટોક્ષ થાય છે. આ જ કારણ છે કે બાળકોને ગોળ ખવડાવવાની સલાહ આપવામાં આવે છે.5) હાડકા મજબૂત બનાવે:- બાળકોને ગોળ ખવડાવવાથી તેમના હાડકાનો વિકાસ થાય છે અને હાડકા મજબૂત બને છે. ગોળમાં કેલ્શિયમ, મિનરલ અને ફોસ્ફરસ જેવા પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે, જે હાડકાને સ્વસ્થ રાખવા માટે જરૂરી છે. બાળકોના સ્વસ્થ શારીરિક વિકાસ માટે તેમના ડાયટમાં ગોળ જરૂર સામેલ કરો.

બાળકોને કેવી રીતે ગોળ ખવડાવવો:- જો તમારું બાળક એક વર્ષનું હોય તો તમે તેના ડાયટમાં ગોળ સામેલ કરી શકો છો. તમે બાળકને દૂધ, ખીર કે હલવામાં ખાંડની જગ્યાએ ગોળ નાખી શકો છો. તેના સિવાય તમે ગોળને પીસીને પણ બાળકને ખવડાવી શકો છો.

બાળકો માટે ગોળ ખૂબ જ ફાયદાકારક છે. તેમાં હાજર પોષક તત્વો બાળકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક હોય છે. બાળકોને ગોળ ખવડાવવાથી તેમના વિકાસમાં મદદ મળે છે. જોકે બાળકોને સીમિત પ્રમાણ માં જ ગોળ ખવડાવવો જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment