પગની નસો ફૂલી કે સોજી જાય તો કરો આ કામ, મફતમાં જ દુખાવા વગર મળશે રાહત અને નસો થઈ જશે એકદમ નોર્મલ પહેલા જેવી સ્વસ્થ…

આપણા શરીરમાં નસનું ખુબ જ મહત્વ છે આથી જ જયારે તમારી નસમાં કોઈ તકલીફ થાય તો તમને દુખાવાનો સામનો કરવો પડી શકે છે. સામાન્ય રીતે લોકોમાં નસ ફૂલી જવાની તકલીફ વધુ જોવા મળે છે. આ માટે તમે કેટલાક ઘરેલું ઉપચાર અથવા તો ટીપ્સ અપનાવીને પણ આ તકલીફ દુર કરી શકો છો. 

નસ ફૂલી જવી કોઈ સામાન્ય સમસ્યા નથી. આ એક ઈલાજની સ્થિતિ હોય છે. જેમાં કોઈ વ્યક્તિની નસમાં રક્ત જમા થાય છે. આ સ્થિતિમાં નસ ફૂલેલી અને સોજેલી દેખાય છે. તમને જણાવી દઈએ કે જયારે નસમાં લોહીનો પ્રવાહ યોગ્ય રીતે નથી થતો તો એવામાં લોહી નસમાં જામવા લાગે છે. તેનાથી નસ ફૂલવા લાગે છે. આ સ્થિતિ દુખાવાદાયક હોય છે. ઘણી વખત નસ ફૂલવાની આ સમસ્યા લોકોની દિનચર્યાને પણ અસર કરે છે. એવામાં લોકોને ઉઠવા બેસવામાં પણ તકલીફ થાય છે.એવામાં અક્સર લોકોના મનમાં આવે છે કે નસમાં સોજાને કેવી રીતે ઓછા કરવા? અથવા નસમાં દર્દ હોય તો શું કરવું જોઈએ. આ સ્થિતિમાં તમને જણાવી દઈએ કે નસ ફૂલી જાય ત્યારે ડોક્ટર પાસે ઈલાજ કરાવવો જરૂરી છે. પણ તમે ઈચ્છો તો નસમાં રક્ત પ્રવાહને યોગ્ય કરવા માટે ઘણી ટીપ્સ ફોલો કરી શકો છો. નસના સોજાને તમે થોડા ઉપાય દ્વારા ઓછા કરી શકો છો. દરરોજ આ ઉપાયોને અપનાવવાથી સોજા અને દુખાવા ઓછા કરી શકાય છે. 

નસ ફૂલી જાય તો શું કરવું ?:-

1) કન્પ્રેસન સ્ટોકિંગ્સ:- નસ ફૂલી જાય તો તમે કન્પ્રેસન સ્ટોકિંગ્સ પહેરી શકો છો. આ સ્ટોકિંગ્સ પગ પર દબાણ નાખીને નસના સોજાને ઓછા કરવામાં તમારી મદદ કરે છે. કન્પ્રેસન સ્ટોકિંગ્સ માંસપેશીઓ અને નસમાં રક્ત પ્રવાહ વધારે છે. તેનાથી હૃદય સુધી રક્ત પ્રવાહ થવામાં મદદ મળે છે. કન્પ્રેસન સ્ટોકિંગ્સ નસના સોજા અને દુખાવાને ઓછો કરવામાં મદદ કરે છે.2) નસની માલીશ કરો:- નસ ફૂલી જાય તો તેની માલીશ કરવી પણ સારો ઉપાય માનવામાં આવે છે. પછી તેલથી પ્રભાવિત સ્થાનની ધીરેધીરે માલીશ કરો. હળવા હાથે નસની માલીશ કરવાથી બ્લડ સર્ક્યુલેશન માં સુધાર આવે છે. તેનાથી નસના સોજા ઓછા કરવામાં મદદ મળે છે. પણ જો નસમાં સોજા વધુ છે તો આ સ્થિતિમાં ડોક્ટરની સલાહ જરૂરથી લેવી. અને તેની પાસે ઈલાજ કરાવવો. નસમાં સખત દુખાવો થવા પર સખત માલિશથી બચવું જોઈએ. 

3) વોક (ચાલતા) કરતા રહો:- નસ ફૂલી જાય અથવા નસમાં સોજા આવે તો લાંબા સમય સુધી એક જ જગ્યા બેસી રહેવું ન જોઈએ. બેસી રહેવાથી રક્ત પ્રવાજ બાધિત થઇ જાય છે. જેનાથી સમસ્યા વધી શકે છે. આથી નસ ફૂલી જાય તો ચાલતા રહેવું જોઈએ. ચાલવાથી બ્લડ સરક્યુલેશનમાં સુધારો આવે છે. તેનાથી નસના સોજા અને દુખાવામાં આરામ મળે છે. નસમાં સોજા આવવાથી ક્રોસ પગ કરીને બેસવાથી બચવું જોઈએ. સાથે લાંબા સમય સુધી ઊભા રહેવાથી પણ બચવું જોઈએ. 4) ઢીલા કપડા પહેરો:- ટાઈટ ફીટીંગ કપડા પહેરવાથી નસમાં સોજાની સમસ્યા વધી શકે છે. વાસ્તવમાં ટાઈટ કપડા પહેરવાથી રક્ત પ્રવાહ બાધિત થઇ જાય છે. એવામાં બ્લડ સર્ક્યુલેશનમાં સુધાર કરવા માટે ઢીલા કપડા પહેરવા સારો ઉપાય છે. તેનાથી રક્ત શરીરના બધા જ ભાગોમાં સરળતાથી પહોંચી શકે છે. નસ ફૂલવાથી હાઈ હિલ્સ પહેરવાથી પણ બચવું જોઈએ. આ સ્થિતિમાં તમે સપાટ ચંપલ પહેરો. તેનાથી નસમાં સોજા ઓછા થશે અને દુખાવામાં પણ રાહત થશે. 5) સ્ટ્રેચિંગ કસરત કરો:- સ્ટ્રેચિંગ કસરતની દરરોજ પ્રેક્ટીસથી પણ નસ ફૂલી જવાની સમસ્યાને ઠીક કરી શકાય છે. કસરત કરવાથી રક્ત પ્રવાહ સારો થાય છે. તેનાથી નસમાં જામેલ રક્તને પ્રવાહ થવામાં મદદ મળે છે. નસ ફૂલી જવા પર તમે સ્ટ્રેચિંગ કસરત કરી શકો છો. તેનાથી તમને નસમાં થતા સોજામાં આરામ મળે છે. સાથે જ નસનો દુખાવો પણ ઓછો થાય છે અને નસ સામાન્ય દેખાય છે. 

6) અનહેલ્દી વસ્તુઓથી પરેજી રાખો:- નસ ફૂલી જવા પર અનહેલ્દી વસ્તુઓથી પૂરી રીતે પરેજી રાખવી જોઈએ. તેનાથી રક્ત પ્રવાહ બાધિત થાય છે. જેનાથી નસના સોજા વધી શકે છે. અને સમસ્યા વધી જાય છે. આથી આ સ્થિતિમાં વધુ મીઠા યુક્ત આહાર, ફાસ્ટ ફૂડ, પીઝા, બર્ગર, અને કોલ્ડ ડ્રીંક્સ વગેરેનું સેવન ન કરવું જોઈએ. નસને હેલ્દી રાખવા માટે તમારે માત્ર સ્વસ્થ આહાર જ લેવો જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment