હાથ પગમાં આવા લક્ષણ દેખાય તો ખાવા લાગો આ 4 વસ્તુ, નહિ તો વધી જશે કોલેસ્ટ્રોલ અને આવી શકે છે હાર્ટએટેક…

આપણા શરીરમાં જયારે કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જાય છે ત્યારે તેની અસર આપણા હૃદય પર જોવા મળે છે. જો કે કોલેસ્ટ્રોલથી બચવા માટે એ જરૂરી છે કે તમે તેના લક્ષણ વિશે જાણી લો. જો તમે તેના લક્ષણ વિશે જાણી લો અને પોતાની ડાયટમાં જરૂરી એવી આ 4 વસ્તુઓને સામેલ કરો છો તો તમારું કોલેસ્ટ્રોલ લેવલ સદા નોર્મલ રહી શકે છે. 

શરીરમાં કોલેસ્ટ્રોલનું વધવું કોઈપણ દ્રષ્ટીએ સારા સ્વાસ્થ્યની નિશાની નથી. લોહીની નસમાં રહેલ આ મીણ જેવું દેખાતું તરલ પદાર્થ શરીરના સારા કામકાજમાં થોડી માત્રામાં જરુરિ છે પણ તેનું લેવલ વધવાથી હૃદયની બીમારીઓ, હાર્ટ એટેક, અને સ્ટ્રોક જેવી જીવલેણ બીમારીઓનું જોખમ વધી શકે છે. 

કોલેસ્ટ્રોલ શું છે?:- કોલેસ્ટ્રોલ બે પ્રકારનું હોય છે એક સારું કોલેસ્ટ્રોલ અને બીજું ખરાબ કોલેસ્ટ્રોલ. આમાંથી જયારે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધી જાય છે ત્યારે સ્વાસ્થ્ય સમસ્યાઓ શરુ થઇ જાય છે. શરીરમાં કોલેસ્ટ્રોલ તમારું લીવર પણ બનાવે છે પણ તેનું સૌથી સારું કારણ તમારા દ્વારા ખાવામાં આવતા ખાદ્ય પદાર્થ છે. કોઈપણ પ્રકારની શારીરિક ગતિવિધિમાં સામેલ ન થવું તેનું મોટું કારણ છે. શરીરમાં કોલેસ્ટ્રોલ વધવાના લક્ષણ:- ચિંતાની વાત એ છે કે શરીરમાં કોલેસ્ટ્રોલ વધવાના કોઈ સ્પષ્ટ લક્ષણ નથી. પણ થોડા સંકેત છે જેનાથી ઓળખ કરી શકાય છે. તમારી લોહીની નસમાં આ ખરાબ પદાર્થ જામવા લાગે છે. વાસ્તવમાં કોલેસ્ટ્રોલ વધવાથી રક્ત વાહિકાઓ એટલે કે લોહીની નસોમાં રુકાવટ આવે છે. જેનાથી શરીરમાં બ્લડ ફલો ધીમું થઇ જાય છે. તેના થોડા લક્ષણ હાથ પગમાં દેખાય છે. 

હાથ પગમાં દેખાતા કોલેસ્ટ્રોલના લક્ષણ:- કોલેસ્ટ્રોલ હાથ પગની રક્ત વાહિકાઓને રોકી શકે છે. તેનાથી તમને હાથ પગમાં ગંભીર દુખાવો થઇ શકે છે. એટલું જ નહિ તેનાથી ધુજારી અથવા ખાલી ચડવી જેવો અનુભવ પણ થઇ શકે છે. આથી નક્કી છે કે આ લક્ષણ આર્થરાઈટીસ ના પણ હોય, આથી સાચા કારણની તપાસ માટે તમારે રીપોર્ટ કરાવવા જરૂરી છે.હાથ પગમાં જામી શકે છે લોહીના ગઠ્ઠા:- એક રીપોર્ટમાં જાણવા મળતી માહિતી મુજબ શરીરમાં કોલેસ્ટ્રોલ વધવાથી કોણી, સાંધાઓ, ઢીંચણ, હાથ અથવા પગમાં દુખાવો થઇ શકે છે. અને આ ભાગની ત્વચા પીળી અથવા હળવી લાલ દેખાય છે. આ ઉપરાંત કોલેસ્ટ્રોલ ગઠ્ઠામાં જામવા લાગે છે. અને આ ગઠ્ઠા ઘણા નાના હોઈ શકે છે. તેની સાઈઝ ત્રણ ઇંચ હોઈ શકે છે. જો તમને આ ભાગમાં ગાંઠ, અથવા ગઠ્ઠા નો અનુભવ થઇ રહ્યો છે તો ડોક્ટરની સલાહ જરૂરથી લો. 

કોલેસ્ટ્રોલ ઓછુ કરવા માટે સેવન કરો ફાઈબર યુક્ત ખોરાકનું:- એક રીપોર્ટ અનુસાર ઘુલનશીલ ફાઈબરનું ભરપુર સેવન કરો.ઘુલનશીલ ફાઈબરથી ભારે વસ્તુઓ તમારા પાચનતંત્રને કોલેસ્ટ્રોલને અવશોષિત કરવાથી રોકવામાં મદદ કરે છે. તમારે ફણગાવેલા અનાજ જેમકે ઘઉં કે જવના પોકાર, સફરજન, કેળા, સંતરા, નાસપતી, અને પૃન જેવા ફળ, આ સિવાય કીડની બીન્સ, દાળ, ચણા, કાળી આંખ વાળા મટર, લીમા બીન્સ, વગેરેનું સેવન કરો. કોલેસ્ટ્રોલને ઓછુ કરવા માટે ફાઈબર યુક્ત ખોરાક ખુબ જ મદદ કરી શકે છે.ફળ અને શાકભાજીનું સેવન વધારી દો:- વધુ પડતા ફળ અને શાકભાજી ખાવા. ફળ અને શાકભાજીમાં એ બધા જ તત્વો હોય છે, જે કોલેસ્ટ્રોલ ઓછુ કરતા યોગિક ને વધારી શકે છે. પ્લાન્ટ સ્ટેનોલ અથવા સ્ટેરોલ કહેવાતા આ યોગિક ઘુલનશીલ ફાઈબરની જેમ કામ કરે છે. આપણા ખોરાકમાં ફળ અને શાકભાજીનું વધુ સેવન તમારા સ્વાસ્થ્યને બધી રીતે સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે. 

ઓમેગા 3 ફેટી એસીડ પણ જરૂરી છે :- તમારે નિયમિત રૂપે ઓમેગા 3 ફેટી એસીડ થી ભરપુર માછલી ખાવી જોઈએ. આ એસીડ તમને સારા કોલેસ્ટ્રોલને વધારવામાં મદદ કરે છે. આ હૃદયના રક્તના ગઠ્ઠા અને સોજાથી પણ બચાવે છે. અને તમારા હાર્ટ એટેકના જોખમને ઘટાડે છે. માછલી જે ઓમેગા 3 ફેટી એસીડ નો સારો સ્ત્રોત છે, તેમાં સેલ્મન, ટુના અને મેકેરેલ સામેલ છે. જે ખાદ્ય પદાર્થમાં ઓમેગા 3 ફેટી એસીડ છે તેવા ખોરાકના સેવનથી તમારું કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રહી શકે છે.મીઠું ઓછુ ખાવું જોઈએ:- તમારે સોડીયમની માત્રા ને એક દિવસમાં 2,300 મીલીગ્રામ (લગભગ 1 ચમચી) થી વધુ ન લેવી જોઈએ. મીઠું સીમિત માત્રામાં ખાવાથી તમારું કોલેસ્ટ્રોલ લેવલ ઓછુ નહિ થાય, પણ આ તમારા રક્તચાપને ઓછુ કરવામાં મદદ કરીને હૃદય રોગના જોખમને ઓછુ કરી શકે છે. સોડિયમના વધારે પ્રમાણથી તમારું રક્તચાપ વધી શકે છે. આથી બને ત્યાં સુધી મીઠાનો ઓછો ઉપયોગ કરવો.  

શરાબ સીમિત માત્રામાં પીવો:- શરાબ એક્સ્ટ્રા કેલરી વધારે છે. જેનાથી વજન વધી શકે છે. વધુ વજનના કારણે તમારું એલડીએલ સ્તર વધી શકે છે. અને તમારું એચડીએલ સ્તર ઓછુ થઇ શકે છે. વધુ પડતી શરાબ તમારા હૃદય રોગના જોખમને પણ વધારી શકે છે. કારણ કે આ તમારા રક્તચાપ અને ટ્રાઈગ્લીસરાઈડના સ્તરને વધારી શકે છે. આમ શરાબનું સેવન તમારે સીમિત માત્રામાં કરવું જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment