ફક્ત એક ચપટી આના સેવનથી પેટ, પાચન અને પિત્તના રોગો દુર કરી, જીવો ત્યાં સુધી નહિ થાય આ બીમારીઓ…

આપણા રસોડામાં ઘણા બધા મસાલાઓ ઉપલબ્ધ હોય છે જે અનેક રીતે આપણા સ્વાસ્થ્ય માટે લાભદાયક છે. એવોજ એક મસાલો અજમો છે. જે અનેક ઔષધીય ગુણોથી ભરપૂર છે. અજમાનો આપણે શાક માં વઘાર રૂપે ઉપયોગ કરીએ છીએ કે તેનો મુખવાસ પણ બનાવીએ છીએ. અજમો આપણા શરીર માટે ખૂબ જ લાભદાયક છે. આજે આપણે આ લેખ દ્વારા અજમાના ફાયદા જાણીશું. તેના ફાયદા જાણવા માટે આ લેખ અંત સુધી વાંચો.

100 ગ્રામ અજમો અને 100 ગ્રામ જુનો દેશી ગોળ બંનેને ભેગાં કરી સરસ રીતે મિક્સ થાય તેવી રીતે વાટી લેવું અને તેમાંથી દસ ગ્રામની ગોળીઓ બનાવવી, આ ગોળીઓ નરણા કોઠે સવાર-સાંજ એક એક લેવાથી વાતાર્શ, વાયુના મસા મટે છે.

જો નાકમાંથી સતત પાણી વહ્યા કરતું હોય અને છીકો પર છીકો આવતી હોય ત્યારે આ ગોળીઓ એક એક સવાર, બપોર, સાંજ લેવાથી માથામાં ભરાઈ ગયેલો વાયુ અને કફ કાઢવા માટે લાભદાયક નીવડે છે. સાથે સાથે ફેફસાંમાં જમા થઈ ગયેલો જૂનો કફ પણ છૂટો પડવા માંડશે. જે લોકોને હરસ થયા હોય તેમને અજમાની પોટલીનો શેક કરવાથી લાભ થાય છે.અજમાને અધ કચરો વાટીને શેકીને પોટલી બનાવીને સુંઘવાથી ચોમાસાની ઋતુમાં થતા શરદી સળેખમમાં રાહત મળે છે. નાના બાળકોને શરદી સળેખમ થઈ હોય તો તેમના ગળામાં અજમાની પોટલી બાંધી દેવી. કારણ કે અજમામાં રહેલા તૈલી દ્રવ્યો અને તેની સુગંધ નાના બાળકોના શ્વાસમાં સતત લેવાતી હોવાથી તેમના શરીરમાં ગરમાવો ઉત્પન્ન થાય છે,જેથી બાળકોમાં શરદી સળેખમ મટાડવાનો આ ખૂબ જ અસરકારક ઉપાય છે. જો તાવ આવ્યો હોય તો તે પણ મટી જાય છે.

ચલમમા તમાકુની જગ્યાએ અજમાને ભરીને તેનું ધૂમ્રપાન કરવું જેથી દમ અને શ્વાસના રોગો દૂર કરી શકાય છે. આખા ઘરમાં અજમાનો ધુમાડો કરવાથી જીવજંતુઓ નાશ પામે છે. અને આ ધુમાડો આપણા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. આ આપણા શ્વાસમાં જવાથી શરદી મટી જાય છે અને નાક બંધ હોય તો ખુલી જાય છે. અજમો અને જીરુ ને એક એક ગ્રામના પ્રમાણમાં લઈને વાટીને શેરડીના રસ સાથે સવાર સાંજ પીવાથી હરસ મટાડે છે.અજમો ચાર ભાગ, સૂંઠ બે ભાગ અને સંચળ એક ભાગ લઈ તેનું ચૂર્ણ બનાવી ત્રણ-ત્રણ ગ્રામ ચૂર્ણ નવશેકા ગરમ પાણી સાથે જમ્યા પછી લેવાથી ખોરાકનું સારી રીતે પાચન થાય છે. આનુ સેવન કરવાથી મોઢાની દુર્ગંધ પણ દૂર કરી શકાય છે. દહીંના મઠામાં વાટેલા અજમાનું ચૂર્ણ મેળવીને પીવાથી કબજિયાત દૂર કરવામાં ફાયદો થાય છે. જો પેટનો દુખાવો અને આફરો ચડ્યો હોય તો એક ચમચી અજમાને ગરમ પાણી સાથે ફાકી જવાથી આ સમસ્યા મા રાહત થાય છે.

એક કપ પાણીમાં એક ચમચી અજમો એક ચમચી જીરૂ અને સ્વાદ અનુસાર મીઠું મેળવીને થોડું થોડું પીવાથી પેટના દુખાવાને દૂર કરી શકાય છે. આ મિશ્રણને ફ્રિજમાં એક અઠવાડિયા સુધી સ્ટોર કરી શકાય છે. અજમાના તેલની હળવા હાથે માલીશ કરવાથી પેટનો આફરો ચડ્યો હોય તો તેમાં રાહત થાય છે.કેટલાક માણસોને દૂધ યોગ્ય રીતે પચતું ન હોવાથી દૂધ પીધા બાદ થોડો અજમો ચાવીને ખાઈ જવો જોઈએ. આમ કરવાથી દૂધ સરળતાથી પચી જાય છે. શરીરમાં કોઈ ભાગમાં દુખાવો થતો હોય તો અજમાને પાણીમાં લસોટીને ધીમા તાપે ગરમ કરીને બનેલા આ લેપ ને દુખાવા વાળી જગ્યા પર લગાવો અને તેની ઉપર શેક કરો આમ કરવાથી દુખાવો ગાયબ થઈ જશે.

અજમાને સળગતા કોલસા ઉપર નાખી ધુમાડો કરવો. આ ધુમાડો શરીરના ભાગોનો દુ:ખાવો દૂર કરવામાં અત્યંત અસરકારક છે અને તેથી વધુ પરસેવો નીકળે છે. આ પરસેવાની સાથે શરીરમાંથી ગંદકી બહાર નીકળી જાય છે. ટાઢીયા તાવમાં અજમાનું ચૂર્ણ લેવાથી તરત જ પરસેવો નીકળવા માંડે છે. અને તાવ ને દૂર કરવામાં મદદ મળે છે.ફેફસાની બીમારીમાં અજમાનું ચૂર્ણ લેવાથી કફ ઉત્પન્ન થતો અટકાવી શકાય છે. અને જામેલો કફ છૂટો અને ઢીલો થઈને બહાર નીકળવા માંડે છે. પગના તળિયા ચૂસાતા હોય તો અજમાના ઝીણા ચુર્ણ ને મધ સાથે મેળવી પગના તળિયા માં રાત્રે લેપ કરવો જોઈએ. તેનાથી પગના તળિયાની બળતરા અને દુખાવો દૂર કરી શકાય છે.

ઉધરસ અથવા દમના રોગમાં શ્વાસના હુમલા વખતે અજમાના રસને પાણીમાં નાખી ગરમ કરી પીવડાવવાથી હુમલામાં રાહત થાય છે, આ હુમલા વખતે અજમાનું ચૂર્ણ ગરમ પાણીમાં નાખી ને પાણી પીવડાવવાથી પણ રાહત મળે છે. અજમાનાં કુમળાં પાન શ્રેષ્ઠ કૃમિનાશક છે. તેથી નાનાં બાળકોનાં કૃમિ દૂર કરવા અજમાનાં કુમળાં પાન ગોળ સાથે ખવડાવવાથી આ સમસ્યા માંથી છુટકારો મળે છે.

જો ઔષધી રૂપે અજમાનો ઉપયોગ કરવો હોય તો અજમાને હંમેશા નવો વાપરવો. અજમો જૂનો થવાથી તેનો વાક ઉડી જાય છે. તેથી જોઈએ તેવું પરિણામ નથી મળતું. જો અજમાના ઉકાળાની જગ્યાએ તેનો રસ પીવામાં આવે તો તેની અસર ખૂબ જ ઝડપથી થાય છે અને સારું પરિણામ મળે છે. જો કોઈ ઝેરી જંતુ કરડ્યું હોય તો અજમાના પાનનો રસ ચોપડવાથી ઝેર ઉતારવામાં મદદ મળે છે.અજમો શરદી, સળેખમ અને કફની શ્રેષ્ઠ દવા માનવામાં આવે છે. તે નાકમાંથી સતત પાણી પડતું હોય તો તેનું શોષણ કરે છે. અજમો અફીણની જેમ નુકસાનદાયક નથી. પિત્ત પ્રકૃતિવાળી વ્યક્તિઓને અજમાના ઉપયોગથી બચવું.

માથામાં જૂ કે લીખ પડી હોય તો એક તોલો અજમાના ચૂર્ણમાં અડધો તોલો ફટકડી ઉમેરી બંનેને છાશમાં મિક્સ કરીને આ મિશ્રણ વાળી છાશ માથાના વાળમાં ઘસવાથી જૂ, લીખ નાશ પામે છે. નાનાં બાળકોને ઉલટી અથવા ઝાડા થયા હોય તો તેની માતાના દૂધમાં અજમાનું ચૂર્ણ વાટી દૂધ ચમચી વડે પીવડાવવું આમ કરવાથી રાહત થાય છે. નાનાં બાળકો પથારીમાં પેશાબ કરી જતાં હોય તો તેમને અડધી ચમચી જેટલો અજમો ખવડાવવો અથવા પાણી સાથે મિક્સ કરીને પીવડાવવાથી આ સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment