સંતે ખોલ્યું જીવનનું ગૂઢ રહસ્ય : 2 મિનિટ લાગશે વાંચતા, પણ આ રહસ્ય તમને કોઈ નહીં જણાવે.

મિત્રો, જેમ કે આ દુનિયા, જેને  પણ કહેવામાં આવે છે. અને આ મૃત્યુલોકનું એક અટલ અને કડવું સત્ય હોય છે મૃત્યુ. જે માણસ જન્મ લે છે તે મરણ પામે જ છે. મરણ દુનિયાનું અંતિમ સત્ય છે. પણ જો તમે આ અંતિમ સત્યને સ્વીકારીને ચાલો છે અને તે મુજબ કર્મ કરો છો, તો તમારી સદગતી થાય છે. ચાલો તો આ વિશે વિસ્તારથી વાત કરીએ. 

જીવનનું અંતિમ અને કડવું સત્ય છે મૃત્યુ. તેથી આ સત્યને જે લોકો જાણી લે છે, તેઓ ખરાબ કર્મ કરતા અટકી જાય છે. અને એક વાત બીજી કે મૃત્યુ પછી કોઈ પણ માણસ કંઈ સાથે નથી લઈ જવાનું. તે બધું અહી જ છોડીને જાવાના છે. તેથી આપણે ધર્મ અનુસાર જ કર્મ કરવું જોઈએ. આ વાતને એક પ્રેરક પ્રસંગ અનુસાર સમજીએ. એક સમયમાં કોઈ સંત બધા જ યાત્રીઓને સ્મશાન તરફ મોકલી દેતા હતા. એટલે લોકો સમજી શકે કે મૃત્યુ અટલ સત્ય છે. 

આ કથા કંઈક આ પ્રકારે છે. જુના જમાનામાં કોઈ એક સંત ગામની બહાર પોતાની નાની એવી ઝુપડી બાંધીને રહેતા હતા. આ સંતની ઝુપડી ગામની બહાર હતી. આ કારણે ઘણા અજાણ્યા લોકો તેમની પાસે આવતા. યાત્રીઓ તેને આવીને પૂછતાં કે ગામની વસ્તી ક્યાં રહે છે. તેમના સુધી કેમ પહોંચી શકાય. ત્યારે સંત તેમને સામે તરફ ઇશારો કરીને રસ્તો બતાવી દેતા હતા.  જ્યારે યાત્રીઓ સંતના કહેવા પ્રમાણે જતા, તો તેઓ સ્મશાન પહોંચી જતા હતા અને ત્યાં પહોંચીને યાત્રીઓને ખુબ ગુસ્સો આવતો. જ્યારે ઘણા લોકો સંતને ખરીખોટી સંભળાવતા તો ઘણા ચુપચાપ બીજો રસ્તો શોધી લેતા. એક દિવસ એક યાત્રી સાથે પણ આવું જ બન્યું. તે ખુબ ગુસ્સાવાળો હતો. આમ સ્મશાન પહોચીને તેને ખુબ ગુસ્સો આવ્યો. તેથી તે યાત્રી સંતને ખરીખોટી કહેવા માટે સંતની ઝુપડી સુધી ફરી આવી ગયો. તેણે સંતને પૂછ્યું કે, તે ખોટો રસ્તો કેમ દેખાડ્યો ? તે યાત્રીએ સંતને ખુબ ગાળો આપી. જ્યારે આ માણસ બોલી બોલીને થાકી ગયો તો તે શાંત થઈ ગયો. ત્યારે સંત બોલ્યા કે, ભાઈ સ્મશાન પણ વસ્તી જ છે. તમે જેને વસ્તી કહો છો ત્યાં તો દરરોજ કોઈકની મૃત્યુ થાય જ છે. દરરોજ કોઈકનું ઘર સુનું થઈ જાય છે. લોકોનું આવવા જવાનું ચાલુ રહે છે. પણ સ્મશાન જ એક એવી જગ્યા છે જ્યાં એક વખત આવ્યા પછી કોઈ પાછું નથી જતું. 

સ્મશાન પણ એક વસ્તી છે. જ્યાં એક વખત કોઈ વસી ગયું તો તે હંમેશા માટે ત્યાં જ વસી ગયું કહેવાય. મારી દ્રષ્ટિમાં તો સ્મશાન એક વસ્તી જ છે. દરેક માણસ માટે મૃત્યુ એ અંતિમ પડાવ છે. બધાએ મૃત્યુ પછી અહી જ આવવું પડે છે. તેથી આપણે ખોટા કર્મ કરવાથી બચવું જોઈએ. 

આ વિચારીને જ હું લોકોને સ્મશાનનો રસ્તો બતાવું છું. જેથી કરીને લોકો સમજી શકે કે, મૃત્ય અંતિમ સત્ય છે. આમ સંતની આ વાત સાંભળીને યાત્રીને અનુભવ થઈ ગયો કે, તેણે સંત પર ગુસ્સો કરીને ખોટું કર્યું છે.તેણે સંત પાસે માફી માંગી અને ગામ તરફ ચાલવા લાગ્યો. 

Leave a Comment