આ ઘાસ વગર અધુરી ગણવામાં આવે છે પિતૃઓની પૂજા, જાણો તેની પાછળનું અદ્દભુત રહસ્ય.

મિત્રો જેમ તમે જાણો છો કે, હાલ શ્રાદ્ધપક્ષ શરૂ છે. એટલે કે પિતૃપક્ષના દિવસો શરૂ છે. હાલ આપણા વડીલ મૃત્યુ પામ્યા હોય તેનું પિતૃઓ તરીકે શ્રાદ્ધ કરવામાં આવે છે. તમે એ પણ જાણતા હશો કે પિતૃપક્ષ દરમિયાન દર્ભ(ડાભળા)નો પણ ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ તમે કદાચ એ નહિ જાણતા હો કે, પિતૃપક્ષ દરમિયાન શા માટે દર્ભનો ઉપયોગ કરવામાં આવે છે. જો તમે એ વિશે જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી અવશ્ય વાંચો. 

પિતૃપક્ષ દરમિયાન લોકો પોતાના પિતૃઓનું શ્રાદ્ધ કરે છે. તેમજ તર્પણ, પિંડદાન પણ કરે છે. એવી પણ માન્યતા છે કે, જે લોકો પોતાના પિતૃઓ માટે પુણ્ય કરે છે તેમના ઘરમાં હંમેશા શાંતિ, સુખ અને સમૃદ્ધિ વધે છે. ભારતીય કર્મકાંડ અનુસાર પિતૃઓને દેવ માનવામાં આવ્યા છે. તેથી આ પક્ષ દરમિયાન લોકોએ પોતાના પિતૃઓ પાછળ દાન, તર્પણ, અને શ્રાદ્ધ કરવું જોઈએ. પિતૃઓનું ઋણ એક જન્મમાં તો નથી ચૂકવાતું પણ તેમના અવસાન બાદ તેમનું શ્રાદ્ધ કરીને એ પુણ્ય મેળવી શકાય છે. આ સિવાય વેદો અને ઉપનીષદોમાં પણ દર્ભને પવિત્ર માનવામાં આવે છે. તેને કૃશ, દર્ભ કે ડાભ પણ કહેવામાં આવે છે. મત્સ્ય પુરણ અનુસાર વિષ્ણુના વરાહ અવતારના શરીરથી દર્ભ બન્યો છે. 

જેમ કે તમે જાણો જ છો કે, હિંદુ ધર્મશાસ્ત્ર અનુસાર અનુષ્ઠાન, પૂજા પાઠ વગેરેમાં દર્ભનો ઉપયોગ કરવામાં આવે છે. પિતૃપક્ષમાં શ્રાદ્ધમાં દર્ભનો ઉપયોગ કરવામાં આવે છે. તેના વગર તર્પણ અધૂરું માનવામાં આવે છે. દર્ભ(ડાભળો) ની વીંટી બનાવીને ત્રીજી આંગળીમાં પહેરવામાં આવે છે. જ્યારે ગ્રંથોમાં એમ કહેવામાં આવ્યું છે કે, તેનાથી માનસિક અને શારીરિક પવિત્રતા આવે છે. પૂજાપાઠમાં જગ્યાને પવિત્ર કરવા માટે દર્ભ(ડાભળો) દ્વારા જળ છાંટવામાં આવે છે.આ સિવાય દર્ભ(ડાભળો) નો ઉપયોગ ગ્રહણ દરમિયાન પણ કરવામાં આવે છે. ગ્રહણ પહેલાં ખોરાક પર દર્ભ(ડાભળો) મૂકી દેવામાં આવે છે. ગ્રહણ દરમિયાન ખોરાક ખરાબ ન થાય અને પવિત્ર બની રહે, તે માટે આમ કરવામાં આવે છે. દર્ભ(ડાભળો) એ નેચરલ પ્રીજેટીવના રૂપે કામ કરે છે. જેનો ઉપયોગ દવામાં પણ કરવામાં આવે છે. દર્ભ(ડાભળો)માં પ્યુરીફીકેશન એજેંટ પણ રહેલો છે. 

આ ઉપરાંત અર્થવવેદ અનુસાર દર્ભ(ડાભળો) વિશે કહેવામાં આવ્યું છે કે, તેના ઉપયોગથી ગુસ્સા પર કંટ્રોલ થઈ શકે છે. તેને અશુભ નિવારક ઔષધી પણ કહેવામાં આવે છે. ચાણક્યના ગ્રંથો અનુસાર એ ખબર પડે છે કે, દર્ભ(ડાભળો) માંથી તેલ કાઢવામાં આવે છે અને તેનો ઉપયોગ દવાના રૂપે કરવામાં આવે છે. મત્સ્ય પુરાણમાં એવું કહેવામાં આવે છે કે આ ઘાસ વિષ્ણુના શરીરમાંથી બનેલી હોવાથી તેને પવિત્ર માનવામાં આવે છે. 

મત્સ્ય પુરાણની કથા અનુસાર જ્યારે વિષ્ણુ ભગવાને હિરણ્યકશિપુને મારવા માટે વરાહ અવતાર લીધો હતો, ત્યારે તેનો વધ કર્યા બાદ પૃથ્વીને સ્થાપિત કરી. ત્યાર પછી પોતાના શરીરને હલાવ્યું અને તેમના શરીરથી જે વાળ ખર્યા તેમાંથી દર્ભ(ડાભળો) ઉત્પન્ન થયો. ત્યાર પછી દર્ભ(ડાભળો) પવિત્ર માનવામાં આવે છે. જ્યારે મહાભારતના એક પ્રસંગ અનુસાર જ્યારે ગરુડદેવ સ્વર્ગમાંથી અમૃત કળશ લઈને આવ્યા હતા. તો તેમણે અમૃત કળશને થોડી વાર માટે દર્ભ(ડાભળો) પર મૂકી દીધો. આમ દર્ભ(ડાભળો) પર અમૃત કળશ મુકવાથી તે પવિત્ર થઈ ગયો. આ સિવાય મહાભારતના આદિ પર્વ અનુસાર રાહુની મહાદશા પર દર્ભ(ડાભળો)વાળા પાણીથી સ્નાન કરવું જોઈએ. તેનાથી રાહુના અશુભ પ્રભાવથી છુટકારો મળે છે. આ ગ્રંથમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે કર્ણએ પોતાના પિતૃઓના શ્રાદ્ધમાં દર્ભ(ડાભળો) નો ઉપયોગ કર્યો હતો. તેથી જ દર્ભ(ડાભળો)પહેરીને કરવામાં આવતું શ્રાદ્ધ પિતૃઓને તુપ્ત કરે છે. આ સિવાય ઋગ્વેદમાં કહેવામાં આવ્યું છે કે, અનુષ્ઠાન પૂજાપાઠમાં દર્ભ(ડાભળો)ના આસનનો ઉપયોગ કરવામાં આવે છે. બોદ્ધ ધર્મ અનુસાર બુદ્ધે બોધિવૃક્ષ નીચે દર્ભ(ડાભળો) નું આસન લગાવીને તપ કર્યું હતું. ભગવાન શ્રી કૃષ્ણ એ પણ દર્ભ(ડાભળો) ના આસનને ધ્યાન કરવા માટે શ્રેષ્ટ માન્યું છે. 

ધ્યાન અને પૂજાપાઠ કરવાથી આપણા શરીરમાંથી એક ઉર્જા ઉત્પન્ન થાય છે. દર્ભ(ડાભળો) નો ઉપયોગ ધ્યાન કે પૂજાપાઠમાં કરવાથી ઉત્પન્ન થતી ઉર્જા પગ દ્વારા જમીનમાં નથી જતી. આ સિવાય દર્ભ(ડાભળો) ને આંગળીમાં પહેરીને શ્રાદ્ધ કરવાથી આધ્યાત્મિક શક્તિ બીજી આંગળીઓમાં ન જાય. બીજું કારણ આ ઉર્જાને પૃથ્વી પર જવાથી રોકાવાનું પણ છે. કર્મકાંડ દરમિયાન જો ભૂલથી પણ હાથ જમીન પર ન જાય તે માટે ઉર્જાની રક્ષા પણ થઈ જાય. 

પૂજાપાઠમાં સુકી દર્ભ(ડાભળો) નો ઉપયોગ કરવામાં આવે છે, જેથી કરીને આ પવિત્ર ઘાસમાં રહેલ પ્યુરીફીકેશન એજેંટ હોય છે. તેનો ઉપયોગ દવા બનાવવા માટે થાય છે. દર્ભ(ડાભળો) માં એન્ટી ઓબેસિટી, એન્ટી ઓક્સીડેંટ અને એનાલજેસિક હોય છે. તેમાં બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે. દર્ભ(ડાભળો) એક નેચરલ પ્રીજેટીવ પણ છે. તેથી તેને ગ્રહણના સમયે ખોરાક પર રાખવામાં આવે છે. જેનાથી ખોરાકમાં બેકટરિયા ઉત્પન્ન ન થાય. 

Leave a Comment