સ્વાસ્થ્ય માટે વરદાન રૂપ છે મકાઈના રેસા, આટલી ગંભીર બીમારીઓમાં આપે છે રાહત.

ચોમાસાની સિઝનમાં મકાઈ ખાવાનો આનંદ જ કંઈક અનોખો હોય છે. મકાઈનો સ્વાદ અલગ અલગ લેવા માટે લોકો અલગ-અલગ પણ બનાવતા હોય છે. વાનગી બનાવતી વખતે અથવા મકાઈને શેકી કે બાફીને ખાવા સમયે કોઈ ધ્યાન નથી આપતું કે, મકાઈના રેસા ફેંકવામાં જાય છે. ભાગ્યે જ લોકો જાણતા હશે કે, મકાઈ પરના રેસા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. જી હાં, મકાઈના રેસા પેટ, મલેરિયા, સોરાયસિસ અને હૃદય સંબંધિત બિમારીઓમાં ઉપયોગી બને છે. તો મિત્રો આજે અમે તમને આ લેખમાં મકાઈ પર રહેલા રેસા વિશે ખાસ વાત જણાવશું.  

કિડની સ્ટોનથી બચવા માટે : ડોક્ટરના મતે, મકાઈના રેસાના ઉપયોગથી કિડની સ્ટોનથી બચી શકાય છે. જ્યારે કિડનીમાં નાના-નાના ક્રિસ્ટલ બનીને એકઠા થઈ જાય ત્યારે પથરીનું રૂપ લે છે. જેના કારણે સખત દુઃખાવો થાય છે. મકાઈના રેસાના સેવન કરવાથી પેશાબ વારંવાર આવે છે અને તેનાથી કિડની સ્ટોનનું જોખમ ઓછું થાય છે. આ ઉપાય કિડની સ્ટોનથી બચાવે છે, તથા રાહત આપે છે. પરંતુ તમને જણાવી દઈએ કે જડમૂળમાંથી મટાડતું નથી. 

પેશાબ સંબંધી ઇન્ફેક્શનમાં ફાયદાકારક : યૂરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન(યૂટીઆઇ) સૂક્ષ્મજીવોથી થનારું સંક્રમણ છે. મોટાભાગે યૂટીઆઇ બેક્ટેરિયાનું કારણ હોય છે, પરંતુ ક્યારેય આ ફંગસ અને વાયરસથી ફેલાય છે. યૂટીઆઇને ઠીક કરવા માટે મકાઈના રેસા એન્ટી-ઇન્ફલેમેટરી એજન્ટના રૂપમાં કામ કરે છે. આ પેશાબમાં થતી બળતરાને રોકે છે. મકાઈના રેસાની ચા પીવાથી મૂત્રાશય અને મૂત્રમાર્ગમાં આવેલો સોજો ઠીક થાય છે. તેના સેવનથી પેશાબ આવે છે અને મૂત્રમાર્ગમાં બેક્ટેરિયા બનવાનું જોખમ ઘટે છે. કોલેસ્ટ્રોલ ઘટાડે છે : મકાઈના રેસાના સેવનથી કોલેસ્ટ્રોલ ઘટે છે. એક રિસર્ચ દ્વારા જાણવા મળ્યું કે, રેસાના અર્ક બેડ કોલેસ્ટ્રોલ અને કુલ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે. તે સાથે જ ગુડ કોલેસ્ટ્રોલને વધારે છે. 

બ્લડ પ્રેશર ઘટાડે છે : હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે મકાઈના રેસા ખુબ જ ફાયદા કારક છે. મૂત્રવર્ધક હોવાના કારણે આ બ્લડ પ્રેશરને ઘટાડવામાં મદદ કરે છે. ઉંદર પર કરવામાં આવેલા રિસર્ચમાં બ્લડ પ્રેશરના સ્તરમાં ઘટાડો જોવા મળ્યો હતો. તેનું કારણ મકાઈના રેસાનો અર્કથી એન્જિયોટેનસિન-કંવર્ટિગ એંઝાઇમની ગતિવિધિને ઘટાડે છે. 

જાડાપણામાંથી રાહત : મકાઇઈના રેસા દ્વારા જાડાપણામાંથી છુટકારો મેળવવામાં સહાય મળે છે. શરીરમાં વોટર રિટેંશન અને વિષાક્ત પદાર્થોના જામવાના કારણે ઘણા લોકો જાડા થઈ જાય છે. મકાઈના રેસા આ વસ્તુઓને શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે અને રેસા વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.

આ વાતોનું ધ્યાન રાખો : મકાઈના રેસા હોય તેના કરતા અડધા ન થાય ત્યાં સુધી તેને પાણીમાં ઉકાળીને તૈયાર કરવામાં આવે છે. આ રેસાના સેવનથી સ્વાસ્થ્યને ઘણાં લાભ થાય છે. ડાયાબિટીઝ, હાઈ બ્લડ પ્રેશર, લો બ્લડ પ્રેશરના દર્દી તથા ગર્ભવતી મહિલાએ આ મકાઈના રેસાનું સેવન કરતાં પહેલાં ડોક્ટરની સલાહ અચૂક લેવી. ઉલ્લેખનીય છે કે આ રેસાનું સેવન નિયંત્રિત માત્રામાં જ કરવું. 

Leave a Comment