શું તમે પણ ખરાબ બ્લડ સર્ક્યુલેશનના શિકાર નથી ને ? આજે જ જાણો તેના ગંભીર સંકેતો.

શરીર માટે બ્લડ સર્ક્યુલેશન મહત્વપૂર્ણ છે. સર્ક્યુલેટરી સિસ્ટમ શરીરના વિભિન્ન ભાગોમાં લોહી, ઓક્સિજન અને પોષક તત્વ મોકલવા માટે જવાબદાર છે. જ્યારે તેમાં ખરાબી થાય છે, તો શરીરમાં કોશિકાઓ ઓક્સિજન અને પોષક તત્વ મેળવવા માટે અસર્મથ છે. જે તેને સ્વસ્થ્ય રાખવા માટે જરૂરી બને છે. ખરાબ બ્લડ સર્ક્યુલેશન માટે અમુક સામાન્ય કારણોમાં એથેરોસ્કલેરોસિસ(રક્ત વાહિકાઓમાં પ્લાકનું નિર્માણ), ડાયાબિટીસ, લોહી, વધારે વજન હોવું, હાઈ બ્લડપ્રેશર, ગતિહીન જીવનશૈલી અને ધૂમ્રપાન શામેલ છે. બ્લડ સર્ક્યુલેશનમાં ગરબડના સામાન્ય લક્ષણોમાં સામેલ છે. 

પાચનક્રિયાને તંદુરસ્ત રાખવા માટે શરીરને સારા પ્રમાણમાં લોહીની જરૂર પડે છે. ખરાબ બ્લડ સર્ક્યુલેશનથી ભૂખની ઉણપ રહે છે એટલે કે ભૂખ ઓછી લાગે છે અને મેટાબોલિક રેટને ઓછું કરે છે. ખરાબ યાદશકિત અને ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી રહે તો આ પણ ખરાબ બ્લડ સર્ક્યુલેશનનો સંકેત છે. તેમજ સામાન્ય રીતે હાથ, પગ, પગના તળીયા વગેરે ભાગમાં ખાલી ચઢવાની સમસ્યા બનતી હોય છે, કારણ કે આ ભાગમાં બ્લડનું બ્લોકેઝ થવાની સંભાવના રહે છે. 

હાથ-પગ ફૂલવા કે ઠંડા પડી જવા એ ખરાબ બ્લડ સર્ક્યુલેશનનો સંકેત છે. આવું ત્યારે થાય છે જ્યારે તે ભાગ હૃદયથી દૂર હોય છે, તેથી તે ગરમ કરવા માટે પર્યાપ્ત માત્રામાં લોહી મળી શક્તુ નથી. શરીરમાં કોશિકાઓના રક્તની આપૂર્તિની ઉણપ દ્વારા પાચન સંબંધી સમસ્યાઓ જેમ કે, પેટમાં વારંવાર દુઃખાવો, કબજિયાત, ઝાડા વગેરે થઈ શકે છે. તેમજ હંમેશા શરીરમાં થાકનો અનુભવ થવો, શરીરના અંગોમાં દુઃખાવો થવો અને માસપેશિઓમાં ઓક્સિજન તથા પોષક તત્વોની અપર્યાપ્ત અપૂર્તિના કારણ હોઈ શકે છે. નબળી ઇમ્યુન સિસ્ટમ : શું તમે હંમેશા બિમાર રહો છો ? જો જવાબ હાં છે, તો આ ખરાબ બ્લડ સર્ક્યુલેશનનો સંકેત હોઈ શકે છે. જ્યારે સર્ક્યુલેટરી સિસ્ટમમાં ખરાબી હોય છે, ત્યારે આ બીમારીઓથી લડવા માટે અસક્ષમ બની જાય છે. 

વૈરિકોજ વેંસ : ખરાબ સર્ક્યુલેશન નસો પર દબાણ આપે છે, જેનાથી વૈરિકોજ વેંસનું કારણ બને છે. ડોક્ટરનું કહેવું છે કે, વૈરિકોજ વેંસ મોટી, ક્ષતિગ્રસ્ત અને સૂજેલી નસો હોય છે, જે મોટાભાગે પગ અને પગના પંજામાં જોવા મળે છે. લાંબા સમય માટે એક સ્થિતિમાં રહેવામાં આવે ત્યારે લોહીનો પ્રવાહ યોગ્ય રીતે થઈ શકતો નથી, જેનાથી લોહી ગંઠાઈ જાય છે. 

બ્લડ સર્ક્યુલેશન વધારવા માટે કરો આ કામ : ડોક્ટર અનુસાર, બ્લડ સર્ક્યુલેશન યોગ્ય રીતે કામ નથી કરતુ તો સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે. બ્લડ સર્ક્યુલેશનને વધારવા અને સુધારવા માટે વિવિધ પદ્ધતિની મદદ લઈ શકો છો. બ્લડ સર્ક્યુલેશનમાં સુધારો લાવવા માટે વ્યાયામ સૌથી શ્રેષ્ઠ રીત છે. જે એક્ટિવિટીમાં હૃદય અને તેજીથી લોહીને પમ્પ કરે છે. તેનાથી બ્લડ સર્ક્યુલેશન વધારવામાં મદદ કરે છે. તેથી દોડવું, જોગિંગ, ડાન્સિંગ, સાયકલિંગ વગેરે નિયમિત રીતે કરો. પુરતા પ્રમાણમાં પાણી પીવાથી શરીરના અંગો સારી રીતે કામ કરે છે અને લોહીનો સંચાર સારી રીતે થાય છે.

મસાજ બ્લડ સર્ક્યુલેશન સુધારવામાં મદદ કરે છે. બોડી મસાજ માટે નાળિયેર તેલ, ઓલિવ ઓઈલ અને બદામ તેલનો ઉપયોગ કરી શકો છો. જો કે મસાજ કરતા પહેલાં ડોક્ટરની સલાહ અચૂક લેવી. આહાર પણ બ્લડ સર્ક્યુલેશન વધારવા માટે મહત્વનું છે. ફળ, લીલા શાકભાજી, અનાજ, પ્રોટીન યુક્ત આહાર લો. એન્ટિઓક્સીડેન્ટથી ભરપુર ગ્રીન-ટી લાભદાયી છે અને તે શરીરમાં રક્ત સંચાર કરવાનું કાર્ય કરે છે. 

બ્લડ સર્ક્યુલેશન વધારવા માટે ગમે તેટલા નુસ્ખા અજમાવો પરંતુ જો તમે તણાવમાં હશો તો આ દરેક નુસ્ખા નિર્થક છે. તેથી બ્લડ સર્ક્યુલેશન વધારવાનો પ્રયત્ન કરતા હોય ત્યારે તણાવ મુક્ત રહેવોનો પ્રયાસ કરો. વધારે પડતુ મીઠું ખાવાથી બ્લડ પ્રેશર વધે છે, અને તેનો પ્રભાવ બ્લડ સર્ક્યુલેશન પર પડે છે. વધારે મીઠું ધમનિયોને કઠણ કરે છે અને શરીરમાં થતા લોહીના પરિભ્રમણને રોકે છે. તેથી મીઠું બને એટલું ઓછું ખાવું જોઇએ.

Leave a Comment