જો અચાનક બ્લડ પ્રેશર ઘટે જાય તો અપનાવો આ 1 ઉપાય… લો બ્લડ પ્રેશર આવી જશે ઈન્સ્ટન્ટ કંટ્રોલમાં…જાણીલો બ્લડ ના લક્ષણો અને તેના ઉપાય…

આપણે અકસર જોઈએ છીએ કે આજના સમયમાં મોટાભાગના લોકોના બ્લડ પ્રેશર નાના અમથા તનાવને કારણે ઘટવા અથવા તો વધવા લાગે છે. સામાન્ય રીતે જયારે તમારું બ્લડ પ્રેશર ઘટે ત્યારે તમે લીંબુ પાણી પી લો. પણ આ સિવાય ઘણા ઉપાય છે જે તમે બ્લડ પ્રેશર લો થતા તેને અજમાવી શકો છો. 

વધતાં તણાવ અને ખરાબ જીવનશૈલીના કારણે આપણે બધા ઘણા પ્રકારની બીમારીઓ વચ્ચે ઘેરાઈ ગયા છીએ. એવામાં એક છે લો બ્લડ પ્રેશર. બ્લડ પ્રેશર ઘટવાથી ફેફસા, બ્રેઇન અને કિડનીમાં લોહીની સપ્લાઈ થઈ શકતું નથી. તે કારણે ઓર્ગન સરખી રીતે કામ કરી શકતા નથી. લો બ્લડ પ્રેશર હ્રદયની બીમારીઓ, સ્ટ્રોક અને હાર્ટ એટેકનું પણ કારણ બને છે. દુનિયા આખીમાં મોટી સંખ્યામાં લોકો તેનો સામનો કરી રહ્યા છે. જો તમારું પણ વારંવાર બીપી લો થતું હોય તો, તમે ઘરે જ અમુક ઉપાયો અજમાવી શકો છો. જાણો બીપી લો થવાની ઈમરજન્સી સ્થિતિમાં બ્લડ પ્રેશર કઈ રીતે વધારવું. લો બ્લડ પ્રેશરના લક્ષણ:- ડોક્ટર મુજબ લો બ્લડ પ્રેશર કે હાઇપોટેન્શન એવી સ્થિતિ હોય છે જ્યાં, રક્તચાપ 90 અને 60 થી ઓછું હોય છે. થાક, બેભાન, ઉલ્ટી આવવી, ચક્કર આવવા, ડિહાઈડ્રેશન, ધૂંધળું દેખાવું અને ઠંડી ત્વચા લો બ્લડ પ્રેશરના લક્ષણ છે. ડિહાઈડ્રેશન એટલે કે, શરીરમાં પાણીની ઉણપથી બ્લડ પ્રેશર ઘટી શકે છે. 

લો બ્લડ પ્રેશરને તરત કંટ્રોલ કેવી રીતે કરવું?:- ડોક્ટર જણાવે છે કે, લો બીપીને વધારવા માટે તેના લક્ષણોમાં ઉણપ લાવવી જરૂરી હોય છે. જો તમારું બીપી અચાનકથી ઘટી જાય તો, તમે ઘરે આ રીતે બ્લડ પ્રેશર સામાન્ય કરી શકો છો. 

1) દવાઓ બંધ કરી દેવી:- ડોક્ટર જણાવે છે કે, બીપી લો થાય ત્યારે એવી દવાઓનું સેવન બંધ કરી દેવું, જે આ સમસ્યા ઉત્પન્ન કરી રહી હોય. ઉદાહરણ તરીકે ઉચ્ચરક્તચાપરોધી અને મૂત્રવર્ધકા.2) મીઠું અને પાણી પીવું:- બ્લડ પ્રેશર સામાન્ય કરવા માટે સૌથી સારો ઉપાય છે કે પાણીમાં મીઠું ભેળવીને પીવું. બીપી લો થતાં જ એક ગ્લાસ પાણીમાં એક ચમચી મીઠું નાખો અને પી જાઓ. એકધારું આ પાણી પીવાથી બ્લડ પ્રેશર સામાન્ય થવા લાગે છે. તેની સાથે જ ઉચ્ચ માત્રમાં મીઠા વાળા ખાદ્ય પદાર્થોનું સેવન કરવું. 

3) જીવનશૈલીમાં બદલાવ કરવો:- બીપી લો થવાની સ્થિતિમાં તમારે તમારી જીવનશૈલીમાં પણ બદલાવ કરવો જરૂરી છે. તે માટે ધીરે ધીરે ઊઠવું, બેસવું અને સૂવું. સાથે જ તણાવથી પણ બચવું. ખુશ રહેવું અને ચિંતાથી દૂર રહેવું. 

4) નિયમિત વ્યાયામ કરવો:- બ્લડ પ્રેશરને સામાન્ય કરવા માટે નિયમિત વ્યાયામ કે યોગ કરવો પણ જરૂરી છે. બ્લડ પ્રેશર લો થવાની સ્થિતિમાં તમે યોગાભ્યાસ કરી શકો છો. નિયમિત વ્યાયામ કરવાથી ઘણો ફાયદો મળે છે.5) ગરમ વાતાવરણથી બચવું:- બીપી લો થાય ત્યારે શરીરમાં પાણીની ઉણપ થઈ જાય છે. એવામાં તમારે વધારે ગરમ વાતાવરણથી બચવું જોઈએ. સાથે જ ગરમ પાણીથી નહાવાથી પણ બચવું જોઈએ. 

6) હેવી ડાયેટથી બચવું:- બીપી લો થાય ત્યારે તમારે હેવી ડાયેટ લેવાથી બચવું જોઈએ. તે માટે તમે કાર્બોહાઈડ્રેડ યુક્ત ભોજન ન કરવું, સાથે જ દારૂ પીવાથી બચવું. ભોજન કર્યા પછી તરત એકસરસાઈઝ પણ ન કરવી જોઈએ.7) કોફી પીવી:- બ્લડ પ્રેશરને સામાન્ય કરવા માટે કોફી પીવી એ પણ એક સારો ઉપાય છે. બીપી લો થવાના લક્ષણ દેખાતા જ કોફી પી લેવી જોઈએ. તેનાથી તમને ઘણો આરામ મળે છે. સાથે જ લો બ્લડ પ્રેશરના લક્ષણ પણ ઓછા થાય છે. 

8) ચોકલેટ ખાવી:- કોફીની જેમ ચોકલેટ પણ લો બ્લડ પ્રેશરને સામાન્ય કરવામાં મદદ કરે છે. જો તમને લો બ્લડ પ્રેશરની સમસ્યા રહેતી હોય તો, તમે નિયમિત રૂપથી ચોકલેટ લઈ શકો છો. ડાર્ક ચોકલેટ વધારે લાભદાયી રહે છે.9) ભૂખ્યા ન રહેવું જોઈએ:- સામાન્ય રીતે જોવામાં આવે છે કે, વ્રત દરમિયાન અથવા ડાયેટિંગ હોવાને કારણે બીપી લો થઈ જાય છે. બ્લડ પ્રેશરને સામાન્ય રાખવા માટે ક્યારેય પણ ભૂખ્યા કે તરસ્યા રહેવું જોઈએ નહીં. ભૂખ લાગે એટલે તરત ખાઈ લેવું જોઈએ. લો બીપીની સમસ્યાથી બચવા માટે પાણી પીવું ખૂબ જ જરૂરી છે. જો તમને આ બધુ કર્યા પછી પણ આરામ ન મળે તો, તરત જ ડોક્ટરને કંસલ્ટ કરવા જોઈએ. 

બ્લડ પ્રેશર શું છે:- બ્લડ પ્રેશર રક્તવાહિકાઓની રક્તની દીવાલ સામેની રક્તની શક્તિ છે. હ્રદય દ્વારા આખા શરીરમાં રક્તને પંપ કરવામાં આવે છે. રક્તચાપને બે અલગ અલગ સંખ્યાઓમાં માપવામાં આવે છે. ઉપરની સંખ્યાને સિસ્ટોલિક પ્રેશર કહે છે. જ્યારે હ્રદય ધબકી રહ્યું હોય છે, તો આ દબાણ થાય છે. નીચેની સંખ્યાને ડાયસ્ટોલિક દબાણ કહેવામા આવે છે. જ્યારે હ્રદય ધબકારાની વચ્ચે આરામ કરે છે, ત્યારે આ દબાણ થાય છે. ડાયસ્ટોલિક દબાણ સામાન્ય રીતે સિસ્ટોલિક દબાણ કરતાં ઓછું હોય છે. બંનેને પારાના મિલિમિટરમાં માપવામાં આવે છે. સ્વસ્થ રક્તચાપ લગભગ 120/80 મીમી એચજી છે. 

આમ, ઉપર મુજબના ઘરેલુ ઉપાયો અજમાવીને તમે લો બ્લડ પ્રેશરની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. આ ઉપાયો અજમાવ્યા છતાં પણ જો તમને આરામ ન મળે અને તમારી સમસ્યા એમ જ રહે તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. આપેલ ઉપાયો માત્ર સામાન્ય જાણકારી માટે છે. તે કોઈ પણ પ્રકારની દવા કે ઈલાજનો વિકલ્પ હોય શકે નહીં. વધુ જાણકારી માટે હંમેશા પોતાના ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

(નોંધ:- ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment