રાષ્ટ્રપતિ ચૂંટણી હારી જતા જ ડોનાલ્ડ ટ્રમ્પને છૂટાછેડા આપશે મેલાનિયા ! જાણો શું તકલીફ છે….

અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને જો બાઈડને સખત બીટ આપી છે. જો કે, ટ્રમ્પ અત્યાર સુધી પોતાની હારને સ્વીકારી શક્યા નથી. તેઓ એ બાઈડનની જીત પર દાવાના 5 કલાક બાદ ટ્વિટ કરીને ચૂંટણીમાં છેતરપિંડી થવાનો આરોપ લગાવ્યો હતો. ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે, ચૂંટણીમાં હું જીત્યો છું અને મને 7 કરોડ 10 લાખ જેટલા વોટ મળ્યા છે. આ વચ્ચે એક વેબસાઇટે ટ્રમ્પની પત્ની મેલાનિયાની એક પૂર્વ સહયોગીએ દાવો કર્યો છે કે આ ચૂંટણીમાં હાર બાદ મેલાનિયા ટ્રમ્પનો સાથ છોડી શકે છે. એટલે ડિવોર્સ આપી શકે છે.

તો લગ્ન બાદ સમજોતા પર વાત કરી રહ્યાં ટ્રમ્પ અને મેલાનિયા ? : એક મીડિયા રિપોર્ટ અનુસાર, મેલાનિયા ટ્રમ્પની પૂર્વ સહયોગી સ્ટેફની વોલ્કોફે દાવો કર્યો છે કે, મેલાનિયા લગ્ન બાદ સમજૂતીને લઈને ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાતચીત કરી રહ્યાં છે. જેમાં તેનો દીકરો બેરનની સાથે સાથે ટ્રમ્પની સંપત્તિમાં બરાબરની ભાગેદારીની માંગ કરવામાં આવી છે. વોલ્કોફે આરોપ લગાવ્યો છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિ નિવાસ વાઈટ હાઉસમાં ટ્રમ્પ અને મેલાનિયાના અલગ-અલગ બેડરૂમ છે. તેઓ એ ટ્રમ્પ અને મેલાનિયાના લગ્નને ટ્રાંજેક્શનલ કરાર જણાવ્યા છે. 

ટ્રમ્પની પૂર્વ રાજનીતિક સહયોગીનો દાવો- બંનેનું લગ્નજીવન ખતમ : ત્યાં જ, ડોનાલ્ડ ટ્રમ્પની પૂર્વ રાજનીતિ સહયોગી ઓમારોસા મેનિગોલ્ટ ન્યૂમેનએ દાવો કર્યો છે કે, ટ્રમ્પ અને મેલાનિયાની 15 વર્ષ જૂના લગ્ન અત્યારે ખતમ થઈ જશે. તેઓએ કહ્યું કે, મેલાનિયા દર મિનિટની ગણતરી કરી રહી છે. ઓમારોસાએ ત્યાં સુધી દાવો કર્યો છે કે વાઈટ હાઉસની બહાર આવતા જ મેલાનિયા તેમને છૂટાછેડા આપી દેશે. વધુમાં કહ્યું કે, મેલાનિયા ટ્રમ્પથી બદલો લેવા માટે હવે કોઈ રસ્તો શોધી રહી છે. ટ્રમ્પની સાથે પોતાના સંબંધોને લઈને મેલાનિયાએ શું કહ્યું : મેલાનિયા ટ્રમ્પે એક ઇન્ટરવ્યૂમાં દાવો કર્યો છે કે, તેમનો ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સારો સંબંધ છે. તેઓ એ ટ્રમ્પના વખાણ કરતા કહ્યું કે, તે કોઈ વાત પર મારી સાથે બહેસ કરતા નથી. ટ્રમ્પે જ્યારે તેમની બીજી પત્ની માર્લા મેપલ્સની સાથે લગ્નને છુટા કર્યા હતા. તે સમયે થયેલા સમજૂતી અનુસાર, માર્લાને કોઈ પણ મીડિયાને ઇન્ટરવ્યૂ આપવામાં કે કોઈ કિતાબને પબ્લિશ ન કરવાનો કરાર કર્યો હતો. 

કેવી રીતે મળ્યા હતા ટ્રમ્પ અને મેલાનિયા : ટ્રમ્પ અને મેલાનિયા ટ્રમ્પની લવસ્ટોરી વર્ષ 1998 માં શરૂ થઈ. તે સમયે ડોનાલ્ડ ટ્રમ્પ 52 વર્ષના છે અને મેલાનિયા 28 વર્ષની છે. તે દિવસોમાં ન્યૂયોર્કમાં ફેશનવીક ચાલી રહ્યો હતો. ત્યાર બાદ ટાઇમ્સ સ્ક્વેયરના કિટકેટ ક્લબમાં એક પાર્ટી આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટીમાં ટ્રમ્પ અને મેલાનિયા બંને સામેલ હતા. બંનેની નજરો મળી અને બંનેની વચ્ચે વાત-ચીત શરૂ થઈ, ત્યાર બાદ વર્ષ 2004 માં ટ્રમ્પના મેલાનિયાને 1.5 મિલિયન ડોલરની ડાયમંડ રિંગ (વીંટી) પહેરાવી અને લગ્ન માટે પ્રપોઝ કર્યુ. ત્યાર બાદ 22 જાન્યુઆરી 2005 ના રોજ તેઓએ લગ્ન કરી લીધા હતા. 

Leave a Comment