માથાના દુખાવામાં હવે પેનકીલર લેવાની જરૂર નહિ પડે…વગર દવાએ ઘરબેઠા મળશે માથાના દુખાવાથી કાયમી છુટકારો… અજમાવો આ 1 ઘરેલું ઉપાય…

આજના સમયમાં લગભગ મોટાભાગના લોકોને માથાના દુખાવાની તકલીફ રહેતી હોય છે. અને જયારે માથાનો દુખાવો અતિશય વધી જાય ત્યારે તેઓ પેનકિલરનું સેવન કરીને માથાનો દુખાવો દુર કરે છે. પણ દર વખતે દવાનું સેવન નુકશાન કારક સાબિત થઇ શકે છે. આથી તમારે માથાના દુખાવા માટે અમુક દેશી ઈલાજ કરવો જોઈએ. રસોડામાં રહેલ અમુક વસ્તુઓનુ સેવન તમારા માથાના દુખાવાને કાયમ માટે દુર કરી શકે છે. આથી માથાના દુખાવાના ઈલાજ રૂપે રસોડામાં રહેલ આ વસ્તુઓનું સેવન જરૂર કરવું જોઈએ. 

દરેક માણસ ક્યારેક ને ક્યારેક માથાના દુખાવાનો સામનો કરે છે. પછી તરત મેડિસિન બોક્સ માંથી પેનકીલર કાઢીને ખાઈ લે છે. પરંતુ એ વિષયમાં જરા પણ નથી વિચારતા કે, આખરે માથાના દુખાવાનું કારણ શું છે? જેના કારણે વારંવાર માથામાં દુખાવો થાય છે અને વારંવાર દવા ખાતા રહે છે.માથાના દુખાવાનું કારણ જાણવું જરૂરી છે. આયુર્વેદિક ડોકટરે જણાવ્યુ કે માથાના દુખાવા માટે પેનકીલર લેવી પરમેનન્ટ ઈલાજ નથી. દર્દનિવારક દવાઓથી અસ્થાયી રાહત મેળવવાને બદલે માથાના દુખાવાનું કારણ જાણીને પરમેનન્ટ ઈલાજ કરવો. વધારે દવા લેવાથી આગળ જતા શરીરમાં પણ નુકશાન થાય છે.

માથાના દુખાવાના સાઇલેંટ કારણો:- હાઇપરએસિડિટી, સ્ટફ્ડ સાઇનસ, ઊંઘ પૂરી ન થવી અને તણાવ, અપચો , ગેસ, કબજિયાત વગેરે

એસિડિટી અને ગેસથી માથાનો દુખાવો:- ડોકટરના કહ્યા મુજબ, જો તમને એસિડિટી અને ગેસ જેવી સમસ્યાને કારણે માથાનો દુખાવો થતો હોય તો, 5 ગ્રામ વરિયાળીના દાણા, 10 ગ્રામ જીરું અને 5 ગ્રામ ધાણાને પાણીમાં ઉકાળીને દિવસમાં 2 વખત પીવાનું શરૂ કરવું.ઊંઘ પૂરી ન થવી અને તણાવને કારણે માથાનો દુખાવો:- જો ઊંઘ પૂરી ન થવાને કારણે કે તણાવને કારણે માથાના દુખાવાની સમસ્યા થતી હોય તો, તલનું તેલ નવશેકું ગરમ કરો અને આ તેલથી માથા અને શરીર પર મસાજ કરો. થોડી વાર પછી નાહી લો. આથી તમારે પૂરતા પ્રમાણમાં ઊંઘ કરવી જોઈએ. જેનાથી તમારા મગજને શાંત કરી શકાય છે. અને માથાનો દુખાવો ઓછો કરી શકાય છે. 

સ્ટફ્ડ સાઇનસથી થતો માથાનો દુખાવો:- જે લોકોને બંધ નાકના કારણે માથાના દુખાવાની સમસ્યા હોય તેમણે નિયમિત વરાળ લેવી જોઈએ. તે સિવાય, નસ્ય/નેતિ ક્રિયા કરીને પણ આ સમસ્યા મટાડી શકાય છે. વરાળ લેવાથી પણ માથાનો દુખાવો ઓછો કરી શકાય છે. 3-4 મહિના પછી અજમાવો આ ટિપ્સ:- આયુર્વેદિક ડોક્ટર મુજબ, આ ઉપાયોથી મોટા ભાગના ક્રોનીક માથાના દુખાવા 3-4 મહિના પછી શાંત થઈ જાય છે. જ્યાર પછી આ ઉપાયોથી ધીરે-ધીરે દૂર રહીને નીચેના ઉપાયો અજમાવી શકાય છે.

જેમકે, આમ આયુર્વેદમાં ઘરેલું ઉપાયોને વધુ મહત્વ આપવામાં આવે છે. તેનાથી તમારા શરીરને કોઈપણ પ્રકારનું નુકશાન થતું નથી. યોગા કરવા, સમયસર સૂવું, દરરોજ 2-3 લિટર પાણી પીવું, ફાર્મેટેડ અને એસિડિક ફૂડ ખાવાના ઓછા કરવા, ચા-કોફીમાં કંટ્રોલ કરવો વગેરે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment