ખાવાની આ 6 વસ્તુ પચતાની સાથે બની જાય છે યુરિક એસિડ, ફેલ કરી દેશે તમારી બંને કિડની… જાણો કંઈ છે એ ઝેરીલી વસ્તુ…

આપણા શરીરમાં અનેક એસીડ બનતા હોય છે. જે શરીર માટે જરૂરી છે. પણ જો શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધી જાય તો તમે અનેક ગંભીર બીમારી થઇ શકે છે. જો કે યુરિક એસીડ વધવાનું કારણ અમુક વસ્તુઓનું સેવન હોઈ શકે છે. જે શરીરમાં ન પચવાને કારણે નુકશાન કરે છે. આ યુરિક એસિડનું પ્રમાણ જો શરીરમાં વધી જાય તો તમારી કિડનીઓ પણ ખરાબ થઇ શકે છે. આથી તમારે આ વસ્તુઓ ખાવામાં ખુબ જ ધ્યાન રાખવું પડે છે. 

યુરિક એસિડ એક અપશિષ્ટ પદાર્થ છે, જે પ્યુરીન વાળા ફૂડને ખાવાથી બને છે. જ્યારે પેટ આ ફૂડને પચાવે છે તો લોહીમાં યુરિક એસિડ બની જાય છે. કિડની તેને પેશાબ વાટે બહાર કાઢી લે છે. પરંતુ જ્યારે તે વધારે થઈ જાય તો લોહીમાં જ રહી જાય છે.1) કિડનીને ખરાબ કરી દે છે યુરિક એસિડ:- એનસીબીઆઇ પર થયેલી એક શોધ મુજબ, લોહીમાં રહેલ હાઇ યુરિક એસિડ કિડનીને ખરાબ કરી શકે છે. અને લાંબી બીમારી વિકસીત થઈ જાય છે. આ બીમારીઓથી બચવા માટે યુરિક એસિડને તરત જ ઘટાડવું જોઈએ. 

2) ગાઉટ પણ વધારે છે યુરિક એસિડ:- જો હાઇ યુરિક એસિડ લાંબા સમય સુધી લોહીમાં રહે છે તો  તે ગાઉટ બનાવે છે. ગાઉટને સંધિવા પણ કહેવામા આવે છે. જે અર્થરાઈટિસનો એક પ્રકાર છે. તેના કારણે સાંધામાં દુખાવો થવા લાગે છે. અને હાલત ખૂબ જ ખરાબ થઈ જાય છે.

3) અરબીથી વધી જાય છે યુરિક એસિડ:- અરબી એક હેલ્થી ફૂડ છે, પરંતુ જો તમે તેનું વધારે માત્રામાં સેવન કરો છો તો કિડની ખરાબ થઈ શકે છે. કારણ કે, તેમાં પ્યુરીન અને કેલ્શિયમ ઓક્સાલેટની માત્રા ખૂબ જ હોય છે, જે યુરિક એસિડના કારણે બનતી પથરીને વધારો આપે છે.4) તુવેર તેમજ અડદની દાળ:- તુવેર તેમજ અડદની દાળ ખાવાથી પણ નુકસાનદાયક એસિડ વધવા લાગે છે. કારણ કે, સાઇન્સ ડાયરેકટના મત મુજબ, આ દાળમાં પ્યુરીન ઘણું હોય છે. જે કિડનીને ડેમેજ કરવાની સાથે સાથે ગાઉટનું નિર્માણ પણ કરી શકે છે. 

5) માછલી:- માછલીનું વધારે સેવન ન કરવું જોઈએ. કારણ કે તે પણ કિડની ખરાબ કરીને બીમાર બનાવી શકે છે. માછલીની અંદર યુરિક એસિડની માત્રા વધારે હોય છે. પરંતુ તેને ડાયેટમાં કંટ્રોલ કરીને મુશ્કેલીથી બચી શકાય છે. 

6) દારૂ અને મીઠા પીણાં:- માત્ર ખાવાથી જ યુરિક એસિડ વધતું નથી પરંતુ, દારૂ અને મીઠા પીણાં પણ તેનું લેવલ વધારી શકે છે. સાથે જ આ વસ્તુઓ સ્થૂળતા, ડાયાબીટીસ અને હાર્ટ ડીસીઝનું જોખમ પણ વધારે છે. માટે તેનાથી દૂર રહેવું. આમ યુરિક એસિડનું પ્રમાણ શરીરમાં વધે નહી તે માટે તમારે આ વસ્તુઓનું ખુબ જ ઓછા પ્રમાણમાં સેવન કરવું જોઈએ. તેમજ તેના સ્વાસ્થ્ય ફાયદાઓ જાણીને જ સેવન કરવું. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment