ચંદ્રયાન-3 ના લોન્ચિંગની તૈયારી શરૂ, ટેસ્ટિંગ માટે બેંગ્લોર પાસે બનશે ચંદ્ર જેવો નજારો.

મિત્રો તમે ચંદ્રયાન-2 વિશે તો જાણતા જ હશો. જો કે એ મિશનમાં ભારત સફળતાથી થોડું જ દુર રહ્યું હતું. પરંતુ તેના દ્વારા ઘણી બધી માહિતી હવે સંગ્રહિત કરી શકાશે. તેથી જ ભવિષ્યમાં હવે ફરી ચંદ્રયાન-3 ની લોન્ચિંગ વખતે કોઈ મુશ્કેલી ન આવે તેના માટે હવે બેંગ્લોરમાં એક સ્થાન છે, જ્યાં ચંદ્ર પર જે ખાડાઓ છે તેવા જ અદ્દલ ખાડાઓ બનાવવામાં આવશે. તો આજે આ લેખમાં અમે તમને તેના વિશે અમુક માહિતી જણાવશું માટે આ લેખને અંત સુધી વાંચજો. 

ભારતીય અંતરીક્ષ અનુસંધાન કેન્દ્ર એટલે કે (ISRO) વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે, હવે આવતા વર્ષે isro ફરીથી ચંદ્રયાન-3 ને લોન્ચ કરવા જઈ રહ્યું છે. એવું પણ કહેવામાં આવે છે કે, આ મિશનમાં લેન્ડર અને રોવર પણ જશે. આ ઉપરાંત ચંદ્રની ફરતે ફરી રહેલું ચંદ્રયાન-2 ના ઓર્બીટર સાથે તે પોતાનો સંપર્ક જોડવાનો પ્રયત્ન કરશે. આમ ચંદ્રયાન-3 ચંદ્ર પર જઈને સારી રીતે લોન્ચિંગ કરી શકે છે. તે માટે ચંદ્ર પર જેવા ખાડાઓ છે તેવા ખાડાઓ પર લેન્ડર અને રોવર લોન્ચિંગ કરી શકે, તે માટે બેંગ્લોરમાં 215 કિલોમીટર દુર છલ્લાકેરે પાસે ઉલાર્થી કવાલુંમાં નકલી ચંદ્ર જેવા જ ખાડાઓ તૈયાર કરવામાં આવશે. 

આ સિવાય જાણવા મળતી માહિતી મુજબ એવું જાણવા મળ્યું છે કે, છલ્લાકેરે વિસ્તારમાં ચંદ્ર જેવા જ ખાડાઓ બનાવવા માટે એક ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યું છે. તેથી isro ને ઉમ્મીદ છે કે, સપ્ટેમ્બર સુધીમાં તે કંપની મળી જશે. જે આ કામ પૂર્ણ કરી શકે. આ ખાડાઓ બનાવવા માટે લગભગ 24.2 લાખ રૂપિયાનો અંદાજ કરવામાં આવી રહ્યો છે.આ ખાડાઓ 10 મીટરના વ્યાસ અને 3 મીટર જેટલા ઊંડા બનાવવામાં આવશે. આ એટલા માટે બનવવામાં આવશે કારણ કે ચંદ્રયાન-3 ના લેન્ડર અને રોવરની મુવમેન્ટની પ્રેક્ટીસ કરવામાં મદદ થઈ શકે. આ સિવાય તેમાં લાગતા સેસર્સની પણ જાણકારી મેળવી શકે. તેમાં લેન્ડર સેસર પરફોમર્સ ટેસ્ટ કરી શકાય. તેના દ્વારા લેન્ડરની કાર્યક્ષમતાનો પણ અંદાજ લગાડી શકાય. 

આમ ચંદ્રયાન-2 ની જેમ ચંદ્રયાન-3 પણ આવતા વર્ષે લોન્ચ કરવામાં આવશે. આમાં મોટાભાગના પ્રોગ્રામ પહેલેથી જ ફીટ કરેલા હશે. તેમાં સેંકડો સેસર્સ જોડાયેલા હશે. જે સારી રીતે કામ કરવામાં મદદ કરી શકે. લેન્ડરની લેન્ડીંગ સમયે તેની ઉંચાઈ, લેન્ડીંગની જગ્યા, ગતિ, પથ્થરો લેન્ડરને દુર રાખવા વગેરે જેવી સ્થિતિને ધ્યાનમાં રાખવામાં આવશે. 

આ નકલી ચંદ્રના ખાડાઓ પર ચંદ્રયાન-3 નો લેન્ડર 7 કિલોમીટર ઊંચાઈથી લેન્ડીંગ કરશે. 2 કિલોમીટરની ઉંચાઈ પર આવતા જ તેમાં રહેલ સેસર્સ કામ કરવા લાગશે. તે મુજબ જ લેન્ડર પોતાની દિશા, ગતિ અને લેન્ડીંગ સાઈટ નક્કી કરશે. આમ ઈસરોના વૈજ્ઞાનિકો આ વખતે કોઈ ભૂલ નથી કરવા માંગતા. આ સિવાય ઈસરોના અન્ય વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે, અમે પૂરી રીતે તૈયાર લેન્ડરનું પરીક્ષણ ઈસરો સેટેલાઈટ નેવીગેશન એન્ડ ટેસ્ટ ઇસ્ટેબ્લીશમેન્ટમાં કરી રહ્યા છીએ. જો કે હાલ અમને નથી ખબર કે આ કેટલું સફળ પરીક્ષણ સાબિત થશે. પણ પરીક્ષણ કરવું તે પણ જરૂરી છે. જેથી કરીને ચંદ્રયાન-2 વાળી ભૂલ ફરીથી ન થાય. 

આ સિવાય તમને જણાવી દઈએ કે, isro એ ચંદ્રયાન-2 માટે પણ આવા જ ખાડાઓ બનાવ્યા હતા. તેના પર પરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. પણ ચંદ્ર પર પહોચ્યા પછી જે દુર્ઘટના ઘટિત થઈ તેના વિશે કંઈ પણ કહેવું ખુબ મુશ્કેલ છે. જે ટેકનિકલ ખામીને કારણે આ દુર્ઘટના ઘટી તેને આ ચંદ્રયાન-3 ના લેન્ડરમાં દુર કરવામાં આવશે. 

Leave a Comment