મોંઘી દવાઓ ખાધા વગર જ કોલેસ્ટ્રોલ કરો કંટ્રોલ, એકવાર અજમાવો આજીવન નહિ વધે કોલેસ્ટ્રોલ…

ખાણીપીણી પર આપણું નિયંત્રણ ન હોવાના કારણે શરીરને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવી જ સમસ્યાઓમાં એક કોલેસ્ટ્રોલની સમસ્યા છે. જોકે કોલેસ્ટ્રોલ બે પ્રકારના હોય છે સારું કોલેસ્ટ્રોલ અને ખરાબ કોલેસ્ટ્રોલ. કોલેસ્ટ્રોલ શરીરની યોગ્ય કામગીરી માટે ખૂબ જ જરૂરી છે. આ હોર્મોન કોષ પટલ બનાવે છે, ચયાપચયને વેગ આપે છે અને શરીર માટે જરૂરી પિત્ત એસિડ બનાવે છે. આ એક મીણ જેવો પદાર્થ હોય છે જે લોહીની અંદર ઉપલબ્ધ હોય છે સાથે જ આ કોશિકાઓને સ્વસ્થ રાખવા અને નવી કોશિકાઓના નિર્માણની જવાબદારી પણ નીભાવે છે.

પરંતુ જ્યારે શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધી જાય છે એટલે કે શરીરમાં લો ડેન્સિટી લિપોપ્રોટીન એટલે કે LDL વધી જાય છે તો આ હૃદયના રોગો અને સ્ટ્રોકનું જોખમ વધારી દે છે. જો તમે આ બીમારીથી બચવા ઇચ્છતા હોવ કે તેને નિયંત્રિત કરવા ઇચ્છતા હો તો તમે આ આર્ટીકલમાં જણાવવામાં આવેલ રીત અપનાવીને તમારા કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડી શકો છો.સૌપ્રથમ જાણી લો કે સારું કોલેસ્ટ્રોલ અને ખરાબ કોલેસ્ટ્રોલ શું હોય છે:- શરીર માટે કોલેસ્ટ્રોલ અત્યંત જરૂરી હોય છે. પરંતુ તેનું લેવલ વધવાથી તમને અનેક બીમારીઓ પણ થઈ શકે છે. કોલેસ્ટ્રોલ બે પ્રકારના હોય છે. પહેલું સારું કોલેસ્ટ્રોલ છે જે શરીર માટે ખૂબ જ જરૂરી છે. તેવી જ રીતે બીજું ખરાબ કોલેસ્ટ્રોલ છે જે શરીર માટે નુકસાન દાયક છે. કોલેસ્ટ્રોલ લિપિડ્સ અને પ્રોટીનથી બને છે જેને સામાન્ય રીતે લીપો પ્રોટીન્સ કહેવાય છે. હાય ડેન્સિટી લિપો પ્રોટીન્સ( HDL )ને સારું કોલેસ્ટ્રોલ કહેવાય છે.

કારણ કે આમાં પ્રોટીન વધારે અને ફેટ ઓછી હોય છે. આ શરીરને વધારે કોલેસ્ટ્રોલ થી છુટકારો અપાવવામાં મદદ કરે છે. તેવી જ રીતે લો ડેન્સિટી લિપોપ્રોટીન ખરાબ કોલેસ્ટ્રોલ હોય છે આ સ્થિતિમાં લિપો પ્રોટીન માં પ્રોટીન ની જગ્યાએ ફેટની માત્રા વધારે હોય છે. આ ધમનીઓ ઉપર ચોંટી જાય છે અને હૃદયના રોગોનું જોખમ વધારે છે.કેમ વધે છે કોલેસ્ટ્રોલ:- કોલેસ્ટ્રોલ વધવાનું મુખ્ય કારણ ખરાબ ખાનપાન અને ખરાબ જીવનશૈલી પર નિર્ભર છે. તેના સિવાય આનુવંશિક કારણો પણ ખરાબ કોલેસ્ટ્રોલ વધવા માટે જવાબદાર હોઈ શકે છે. 

 20 વર્ષની ઉંમર પછી થઈ જાઓ સતર્ક:- ખરાબ જીવનશૈલીના કારણે યુવાનો પણ આ બીમારીનો શિકાર બની રહ્યા છે. અનેક લોકોને શરૂઆતમાં કોલેસ્ટ્રોલ વધવાના લક્ષણો નજર નથી આવતા. ત્યારબાદ વ્યક્તિ અનેક મોટી બીમારીઓનો શિકાર થઈ શકે છે. ડોક્ટરનું કહેવું છે કે જો તમે 20 વર્ષની ઉંમર પાર કરી ચૂક્યા હોય તો તમારે વર્ષમાં બે વાર ઓછામાં ઓછું તમારા કોલેસ્ટ્રોલનું લેવલ જરૂરથી તપાસ કરાવવું જોઈએ. જો તમે હૃદયની બીમારી નો શિકાર થઈ ચૂક્યા હોવ તો તમારે સત્વરે જલ્દીથી તપાસ કરાવવી પડશે.

હાઈ કોલેસ્ટ્રોલ વધારે છે આ ખાદ્ય પદાર્થો:- કોલેસ્ટ્રોલ વધારવા વાળા ખાદ્ય પદાર્થોમાં સેચ્યુરેટેડ ફેટ વધારે હોય છે. જેને કોલેસ્ટ્રોલથી પીડિત દર્દીઓએ તુરંત જ છોડી દેવો જોઈએ. ફુલ ફેટ દૂધ, દહીં, માખણ અને ચીઝ જેવા ખાદ્ય પદાર્થોમાં સેન્ચ્યુરેટેડ ફેટ વધારે હોય છે. તેના સિવાય લાલ અને પ્રોસેસ્ડ મીટ, બીફ, ડુક્કરનું માંસ, તેલમાં તળેલો ખોરાક, કુકીઝ અને મીઠાઈઓ પણ કોલેસ્ટ્રોલ વધારવા માટે જવાબદાર છે.કોલેસ્ટ્રોલ ને નિયંત્રિત કરવા માટે આવા ખાદ્ય પદાર્થોનું સેવન કરવું જોઈએ:- બધા કોલેસ્ટ્રોલ વાળા ખાદ્ય પદાર્થો સ્વાસ્થ્ય માટે ખરાબ નથી હોતા કેટલાક શરીર માટે ફાયદાકારક  પણ હોય છે. આવા ખાદ્ય પદાર્થોમાં ઈંડા, શેલફિશ, પશુઓનું લીવર, કિડની અને હૃદય સામેલ છે. તેના સિવાય તમારે કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે લીલા શાકભાજી, ફળ,અનાજ,બીજ અને ફાઇબર યુક્ત ખાદ્ય પદાર્થો નું ખૂબ જ સેવન કરવું જોઈએ.

કોલેસ્ટ્રોલનું સાચું પ્રમાણ શું છે:- કોલેસ્ટ્રોલનું સ્તર બાળકો અને મોટાઓમાં અલગ અલગ હોય છે. 200 મિલિગ્રામ /ડીએલ થી નીચે કુલ કોલેસ્ટ્રોલનુ સ્તર સામાન્ય માનવામાં આવે છે. 200 અને 239 મિલિગ્રામ / ડીએલ કોલેસ્ટ્રોલ લેવલનો મતલબ છે કે આનાથી ઉપર ન જવું જોઈએ. તેના સિવાય 240 મિલિગ્રામ / ડીએલ કે તેનાથી ઉપરના કોલેસ્ટ્રોલનું સ્તર હાય માનવામાં આવે છે અને આ જોખમ સ્વરૂપ છે.

કોલેસ્ટ્રોલ વધવાથી આવી શકાય છે અનેક બીમારીઓના ઘેરામાં:- જો તમને હાઈ કોલેસ્ટ્રોલની બીમારી થઈ ગઈ અને લાંબા સમય સુધી તમે ઈલાજ ન કરાવ્યો તો આ તમારી ધમનીઓમાં પરતનું નિર્માણ કરે છે. પરત એક ચરબી યુક્ત મીણ જેવો પદાર્થ હોય છે. જે ધમનીની દિવાલ પર જમા થવા લાગે છે. આ ધમનીઓને સંકુચિત કરી દે છે અને આવી સ્થિતિને એથેરોસ્ક્લેરોસિસ કહેવાય છે. એથેરોસ્ક્લેરોસિસ એક ગંભીર સ્થિતિ છે. તેનાથી ધમનીઓના માધ્યમથી થતા લોહીના પ્રવાહને ઓછો કરી દે છે. તેના કારણે સ્ટ્રોક, હાર્ટ એટેક, છાતીમાં દુખાવો અને કિડનીમાં મુશ્કેલી જેવી અનેક બીમારીઓ થઈ શકે છે.

(નોંધ:- ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment