પાણીમાં થતું આ ફળ ખાવાથી ક્યારેય નહિ થાય કેન્સર અને હૃદય રોગની બીમારી, સોજા અને વજન ઘટાડી વાળની સમસ્યાઓ કરશે દુર…

જો કે તમે જાણતા હશો કે દરેક પ્રકારના ફળો સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભકારી હોય છે. પણ અમુક ફળનું સેવન અમુક રોગોમાં કરવું ખુબ જ ફાયદાકારક નીવડી શકે છે. આથી જ આજે અમે તમને આ લેખમાં જે લોકોને હાર્ટને લગતી તકલીફ છે તેમના માટે એવા ફળ વિશે વાત કરીશું જેનાથી તમને હાર્ટની તકલીફમાં ઘણો ફાયદો થાય છે. સામાન્ય રીતે તમે શિંગોડાનું સેવન કરતા હશો. તેના સેવનથી તમને અનેક પોષક તત્વોની પ્રાપ્તિ થાય છે. 

શિંગોડા એક પ્રકારનું ફળ હોય છે, જે તળાવમાં ઉગાડવામાં આવે છે. આ ફળના બંને બાજુએ શિંઘડા જેવા કાંટા ઉગેલા હોય છે. તેને સામાન્ય રીતે વ્રત દરમિયાન ખાવામાં આવે છે. ઘણા લોકો તેનો ઉપયોગ લોટ અને શાકભાજીના રૂપમાં પણ કરે છે. લગભગ બધા લોકો તેને સ્વાદ માટે ખાય છે. તેના ઔષધીય ગુણોની જાણકારી લગભગ કોઈને ખબર હોતી નથી.1) શિંગોડા ખાવાથી શું ફાયદા થાય છે?:- જાણવા મળતી માહિતી મુજબ, શિંગોડાને ડાયાબિટીસ, ઝાડા, નસકોરી ફૂટે ત્યારે, ફ્રેકચર અને સોજા જેવા રોગો માટે ઉપયોગમાં લેવામાં આવે છે. વાસ્તવમાં, શિંગોડામાં ઉચ્ચ માત્રામાં ફાઈબર અને ખૂબ જ ઓછી માત્રામાં કેલરી અને વસા હોય છે. તે સિવાય તે ઘણા વિટામિન અને સ્વસ્થ એન્ટિઓક્સિડેંટ તેમજ વિટામિન બી6 થી ભરપૂર હોય છે. 

ન્યુટ્રિશનિસ્ટએ હાલમાં શિંગોડા ખાવાના જબરદસ્ત ફાયદાઓ જણાવ્યા છે. તેના કેપ્શનમાં તેઓ લખે છે કે, વોટર ચેસ્ટર જેને શિંગોડા પણ કહેવામા આવે છે. સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જો તમે એવા વ્યક્તિ હોય જે આ ફળને પસંદ ન કરતાં હોય, તો અહીં અમુક કારણ આપવામાં આવેલા છે જે તમને શિંગોડા ખાવા માટે મજબૂર કરી શકે છે.2) હેલ્થી હાર્ટ માટે કરો શિંગોડાનું સેવન:- જે લોકોને હાર્ટને લગતી તકલીફ છે તેમના માટે શિંગોડાનું સેવન ખુબ જ ગુણકારી છે. પોષણ વિશેષજ્ઞ જણાવે છે કે, પોટેશિયમ વાળા આહાર ઉચ્ચ રક્તચાપ અને સ્ટ્રોક જેવા હ્રદય રોગના જોખમ વાળા કારકને ઓછું કરવામાં મદદ કરે છે. એવામાં પોટેશિયમનો મુખ્ય સ્ત્રોત શિંગોડા બ્લડ પ્રેશરને કારણે તણાવ ગ્રસ્ત થયેલી નળીઓને આરામ પહોંચાડે છે અને હ્રદય રોગના જોખમને ઘટાડવાનું કામ કરે છે. 

3) ટ્યૂમરના વિકાસને ધીમો પાડે છે:- જે લોકોને ગાંઠની તકલીફ છે તેમના માટે શિંગોડા કે હેલ્દી ખોરાક બની રહે છે. ન્યુટ્રિશનિસ્ટ જણાવે છે કે, શિંગોડામાં એન્ટિ ઓક્સિડેંટ અને એન્ટિ કેન્સર ગુણ જોવા મળે છે. જે કેન્સર કોશિકાઓના વિકાસને ધીમો કરવામાં મદદ કરી શકે છે.4) સોજાથી લડે છે:- જે લોકોને અવારનવાર સોજાની તકલીફ રહે છે તેમના માટે સીઘોડા એક સ્વસ્થ આહાર બની શકે છે. એક્સપર્ટ જણાવે છે કે, શિંગોડામાં ફિસેટિન, ડાયોસ્મેટિન, લ્યુટોલીન અને ટેક્ટોરિજિનિન સહિત એન્ટિઓક્સિડેંટ હોય છે. આ ગુણ ક્ષતિગ્રસ્ત કોશિકાઓની સારવાર અને સોજાને ઓછા કરવામાં મદદ કરી શકે છે. 

5) વજન કંટ્રોલ કરવામાં મદદરૂપ:- જો તમે વજન ઓછુ કરવા માંગતા હો તો તમે આરામથી શિંગોડાને પોતાની ડાયટમાં સામેલ કરી શકો છો. ન્યુટ્રિશનિસ્ટ જણાવે છે કે, શિંગોડાને ઉચ્ચ માત્રા વાળા ભોજનના રૂપમાં વર્ગીકૃત કરવામાં આવે છે. જે તમારા આહારમાં વધારે કેલોરી સમાવિષ્ટ કર્યા વગર વારંવાર ભૂખ લાગતી અટકાવે છે. જે વજન કંટ્રોલ કરવામાં મદદરૂપ થઈ શકે છે.6) વાળ માટે ફાયદાકારક:- સ્વસ્થ વાળ માટે જે પણ વિટામીન કે મિનરલ્સની જરૂર હોય છે તે બધા જ વિટામિન્સ તમને શિંગોડામાં મળી રહે છે આથી તેનું સેવન વાળની હેલ્થ માટે સારું છે. શિંગોડાનું સેવન તમારા વાળને હેલ્થી બનાવવાનું કામ કરે છે. વાસ્તવમાં, તેમાં પોટેશિયમ, ઝીંક, વિટામિન બી અને વિટામિન ઇ જેવા મહત્વપૂર્ણ પોષકતત્વો હોય છે જે વાળાને ડેમેજ થતાં અને ખરતા અટકાવે છે.

(નોંધ:- ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment