85વર્ષીય વૃદ્ધ મહિલા લાકડી સાથે કરે છે અનોખું કરતબ, વિડીયો જોઈને આશ્વર્ય પામશો.

અત્યારના સમયમાં તો 80 વર્ષે નિરોગી ચાલતા ફરતા હોવું તે જ ખુબ મોટી વાત છે. તેવામાં જો 80 વર્ષથી વધુ ઉંમરની કોઈ મહિલા કોઈ કરતબ બતાવે તો તે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બને છે. તેવો જ કિસ્સો જોવા મળ્યો છે, 85 વર્ષની વૃદ્ધ મહિલા લાકડી દ્વારા કરતબ બતાવી રહી છે. આ મહિલાનો કરતબ બતાવતો એક વીડિયો પણ વાયરલ થયો છે. તે સાથે લોકો તેના વિશે જાણવા માંગે છે. તો આવો કોણ છે આ મહિલા તેના વિશે માહિતી મેળવીએ, તો જાણવા માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.

એક વીડિયો દ્વારા આ મહિલા દુનિયાભરમાં જાણીતી બની છે. તે પૂણેની રહેવાસી છે, તેની ઉંમર 85 વર્ષ અને તેનું નામ શાંતિબાઈ પવાર છે. લોકો તેને ‘લઠૈત દાદી’ના નામથી પણ ઓળખે છે. શાંતિબાઈ લાઠી એટલે કે લાકડીને એવી રીતે ચલાવે છે કે, મોટા મોટા લોકો દાદીને આ લાકડીની કરતબ પટકાતા ચોંકી જાય છે. 

શાંતિબાઈ પવાર પુનાની રહેવાસી છે. રસ્તા અને શેરીઓમાં ‘લાઠી-કાઠી’ની રમતો બતાવે છે. તે તેમની આજીવિકાનું સાધન પણ છે. શાંતિબાઈ કહે છે કે, ‘તે આઠ વર્ષની ઉંમરેથી લાકડીઓ સાથે કરતબ કરે છે. તેના પિતાએ તેમને આ કૌશલ્ય શીખવ્યું, તે હંમેશાં સખત મહેનત કરવાનો આગ્રહ રાખે છે. તેથી આજે હું આ ઉંમરે પણ કાર્ય કરવા માટે સક્ષમ છું.’ 

‘લઠૈત દાદી’નું કહેવું છે કે, લોકો કોરોના વાયરસના કારણે જે લોકડાઉન થયું તેમાં તે પોતાના ઘરે બેઠી છે. પરંતુ તે થાળી વગાડીને ઘર પાસેની શેરીમાં પોતાની કરતબ બતાવે છે. થાળીનો અવાજ સાંભળીને લોકો તેમની કરતબ જોવા આવે છે. 

શાંતિબાઈ પવારને દેશભરમાં લોકો જાણે છે. તાજેતરમાં જ શૂટર દાદીના નામે જાણીતી શૂટર ચંદો તોમારે એક વીડિયો શેર કર્યો છે, જેમાં એક વૃદ્ધ મહિલા લાકડી દ્વારા કરતબ બતાવી રહી છે. આ વીડિયો બોલીવુડ અભિનેતા સોનુ સૂદે પણ જોયો છે, અને વીડિયો જોયા બાદ સોનુએ શાંતિબાઈની વિગતો માંગી છે જેથી તે તેમની સાથે ટ્રેનિંગ સ્કૂલ ખોલી શકે.

ઉલ્લેખનીય છે કે, લોકડાઉનમાં સોનુ સૂદે જે રીતે જરૂરિયાતમંદોને મદદ કરી છે. ત્યાર બાદ દેશમાં તેની ખુબ પ્રશંસા થઈ રહી છે. તે બોલિવૂડનો અસલ હીરો કહેવાયો. અનલોકની પ્રક્રિયા શરૂ થયા પછી પણ અભિનેતા લોકોની મદદમાં લાગેલ છે. તાજેતરમાં જ સોનુએ ગામમાં રહેતા એક વ્યક્તિને મદદ કરી. આ સિવાય તેઓ કિર્ગિઝ્સ્તાનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે.

Leave a Comment