અજીમ પ્રેમજીની વિપ્રો કંપની આજે પાકિસ્તાનમાં હોત, જાણો આ કારણે રહી ગઈ ભારતમાં જ.

ભારત-પાકિસ્તાનના ભાગલા અંગે તો તમે જાણતા જ હશો. આ સમયે દેશ એવી ઘણી આફતોમાંથી પસાર થયો હતો કે જેની ગણના કરવી પણ ખુબ મુશ્કેલ છે. એવી તો ઘણી આર્થિક, સામાજિક તેમજ રાષ્ટ્રીય મુશ્કેલીઓ હતી, જ્યારે દેશ તેની સામે લડવા માટે તૈયાર ન હતો. તેમ છતાં પણ ભારતે પોતાના બળે જ રાષ્ટ્રને ઉભું કર્યું હતું. આવા સમયે ઘણી એવી કહાનીઓ પણ સામે આવી જેના વિશે જાણવાની લોકોને તીવ્ર ઈચ્છા હોય છે. ઘણા એવા ઉદ્યોગપતિઓ પણ થઈ ગયા, જેણે મોટું યોગદાન આપી દેશને માટે ઘણું બધું કર્યું છે. આવા જ એક ઉધોગપતિ અજીમ હાશિમ પ્રેમજી છે. તેમણે જો જીન્નાની ઓફર ઠુકરાવી ન હોત, તો આજે તેઓ પોતાની કંપની સાથે પાકિસ્તાનમાં હોત. 

જેમ કે તમે જાણો છો કે ભારતની સોફ્ટવેરની ટોપ કંપનીઓમાં એક કંપની વિપ્રો. જેના માલિક છે અથવા તો સંસ્થાપક અજીમ હાશિમ પ્રેમજી છે. એવું માનવામાં આવે છે કે અજીમ પ્રેમજીને ભારતના બીલ ગેટ્સ સમાન છે. અજીમ પ્રેમજીના પિતાએ જો તે સમયે એક મોટો નિર્ણય લીધો અને જો આ નિર્ણય ન લીધો ન હોત તો ભારતને ક્યારેય આટલા મોટા ઉદ્યોગપતિ ન મળ્યા હોત. આજે તેઓ પાકિસ્તાનમાં હોત. શું તમે આ ખુબ જ રસપ્રદ કહાનીને જાણવા માંગો છો તો એકવાર જરૂરથી આ લેખ વાંચી લો.

ભારતની આઈ ટી કંપનીમાં અજીમ પ્રેમજીને બાદશાહ માનવામાં આવે છે. તેઓ ખુબ જ મોટા બિઝનેસમેન તેમજ ખુબ મોટા એવા દાનવી પણ છે. એવું પણ માનવામાં આવે છે કે તેઓ 1999 થી 2005 સુધી ભારતના સૌથી અમીર વ્યક્તિ રહી ચુક્યા છે. આ સિવાય એવું પણ જાણવા મળ્યું છે કે, ફોર્બ્સ દ્વારા ડિસેમ્બર 2019 ની સાલમાં એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો, તે અનુસાર એશિયાના સૌથી વધુ દાનવીરોની સૂચી તેઓ ટોપ પર રહ્યા હતા. તેમણે તે જ વર્ષે 7.6 અરબ ડોલરના વિપ્રો શેરને શિક્ષા માટે અર્પિત પોતાના ફાઉન્ડેશનને દાનમાં આપી દીધા હતા. તે સમયે બીલ ગેટ્સ પણ અજીમ પ્રેમજીના આ નિર્ણયથી ખુબ જ પ્રભાવિત થઈ ગયા છે. બીલ ગેટ્સે કહ્યું કે તેઓ અજીમ પ્રેમજીથી ખુબ પ્રભાવિત થયા છે. આમ તેમનું યોગદાન ખુબ જ અસરકારક સાબિત થશે. 

આજે વિપ્રો ખુબ જ મોટી કંપની છે. આમ વિપ્રો જેવી ખુબ મોટી કંપની બનાવવમાં તેમની દૂરદર્શિતાની અહેમ ભૂમિકા રહી છે. માત્ર યોગ્ય સમયે લેવાયેલ એક નિર્ણયને કારણે વિપ્રોને આજે એક ખુબ મોટા બિઝનેસ એમ્પાયરના રૂપમાં ઉભી કરી છે. તો ચાલો અજીમ પ્રેમજી વિશે વધુ જાણીએ તો 24 જુલાઈ 1945 તેમનો જન્મ થયો હતો. તેમનો જન્મ એક મુસ્લિમ શિયા પરિવારમાં થયો હતો. તેમના પૂર્વજો મૂળ રીતે ગુજરાતના કચ્છના નિવાસી હતા. 

તેમના પિતાનું નામ મુહમ્મદ હાશિમ પ્રેમજી છે. તેઓ એક સફળ વ્યવસાયી હતા. તેઓ રાઈસ કિંગ ઓફ બર્મા નામે જાણીતા હતા. હાશિમ પ્રેમજીએ 1945 માં મહારાષ્ટ્રના જલગાવ જીલ્લામાં ‘વેસ્ટર્ન ઇન્ડિયન વેજીટેબલ પ્રોડક્ટસ લિમિટેડ નામની કંપનીની સ્થાપના કરી હતી. આ કંપનીમાં સનફલાવર વનસ્પતિ ઓઈલ અને કપડાં ધોવાના સાબુનું નિર્માણ થયું હતું.

આ કહાની છે 1944 ની. જ્યારે તે સમયે મુસ્લિમ લિગ પોતના એક અલગ પાકિસ્તાનની માંગ કરી રહી હતી. તે સમયે મહોમ્મદ અલી જીન્ના દેશમાં રહેલા ભણેલા અને અમીર મુસ્લિમોને પોતાની સાથે જોડવાનું કામ કરી રહ્યા હતા. મુસ્લિમ લિગ પણ તે સમયે કોંગ્રેસની તર્જ પર એક નેશનલ પ્લાનિંગ કમિટી બનાવવાની તૈયારી કરી રહી હતી. આમ આ કમિટીમાં સામેલ થવા માટે જીન્નાએ હાશિમ પ્રેમજીને પાસે બોલાવ્યા. પણ તેમણે જીન્નાની કમિટીમાં સામેલ થવા માટે ના પાડી દીધી. તેમણે ભારત ધર્મનિરપેક્ષ નેતાઓ પર વિશ્વાસ હતો, તેમજ ભારતમાં જ પોતાનું ભવિષ્ય સુરક્ષિત લાગતું હતું. 

ત્યાર પછી ભારત પાકિસ્તાનના ભાગલા થઈ ગયા. તે સમયે જીન્નાને પાકિસ્તાનને વિકસાવવાની ચિંતા થતી હતી. આ માટે તેને દુરદેશી ઉદ્યોગપતિની જરૂર હતી. તે સમયે ફરીથી જીન્નાને હાશિમ પ્રેમજીની યાદ આવી જીન્નાએ ફરીથી તેને પાકિસ્તાન આવવાની ઓફર આપી અને ફરીથી હાશિમ પ્રેમજીએ આ ઓફર ઠુકરાવી દીધી અને ભારતમાં જ રહેવાનો નિર્ણય કર્યો. જો તે સમયે હાશિમ પ્રેમજીએ જીન્નાની ઓફર અપનાવી હોત, તો આજે વિપ્રો જેવી મોટી સોફ્ટવેર કંપની ભારતની જગ્યાએ પાકિસ્તાનમાં હોત. 

એવું પણ કહેવામાં આવે છે કે, જો ઈરાદો મજબુત હોય તો ગમે તે મુશ્કેલીનો સામનો કરી શકાય છે. હાશિમ પ્રેમજીએ અજીમ પ્રેમજીને એન્જિનિયરનો અભ્યાસ કરવા માટે અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં મોકલ્યા હતા અને દુર્ભાગ્યથી પિતાનું મૃત્યુ થયું. અજીમ પ્રેમજી પોતાનો અભ્યાસ અધુરો મૂકી ભારત આવી ગયા. તે સમયે તેમની ઉંમર 21 વર્ષની હતી.

આમ ભારત આવી તેમણે પોતાના પિતાનો વ્યવસાય સંભાળી લીધો અને ધીમે ધીમે તેનો વિસ્તાર પણ કર્યો. 1980 ની સાલમાં જ યુવા અજીમ પ્રેમજીએ ઇન્ફોર્મેશન ટેકનોલોજીને સમજી લીધી હતી અને પોતાની કંપનીને નામ આપ્યું વિપ્રો. આ પછી ક્યારેય અજીમ પ્રેમજીએ પાછળ વળીને નથી જોયું. તેમણે અમેરિકાની સેન્ટીનલ કમ્પ્યુટર કોર્પોરેશનની સાથે મળીને મીની કોમ્પ્યુટર બનાવાવનું કામ શરૂ કરી દીધું. આ બાજુ પોતાની સાબુની કંપનીને સોફ્ટવેર કંપનીમાં ફેરવવા માટે આઈટી સેક્ટર પર ધ્યાન દીધું અને આમ વિપ્રો જેવી મોટી કંપની ઉભી કરી દીધી. 

અજીમ પ્રેમજીના લગ્ન યાસ્મીન સાથે થયા અને તેમના બે પુત્રો છે રિષદ અને તારીક. રિષદ હાલ વિપ્રો કંપનીની કમાન સંભાળી રહ્યા છે. 2019 માં જુલાઈ માસમાં આઈટી કંપની વિપ્રોના માલિક અજીમ પ્રેમજી એક્ઝીક્યુટીવ ચેયરમેન અને પ્રબંધ નિર્દેશકના પદથી રીટાયડ થઈ ગયા. રિષદ હવે 5 વર્ષ સુધી વિપ્રો કંપનીનો કમાન સંભાળશે. જો કે અજીમ પ્રેમજી નોન-એક્ઝીક્યુટીવ ડાઇરેક્ટર અને ફાઉન્ડર ચેયરમેનના રૂપે જોડાયેલ રહેશે. 

Leave a Comment