ડાયાબિટીસના દર્દીઓ માટે ખતરનાક છે આ 7 ફળ, જલ્દીથી વધી જાય છે બ્લડ શુગર લેવલ… જાણો ડાયાબિટીસ ક્યાં ફળ ખાવા અને ક્યાં ન ખાવા…

આજના સમયમાં ડાયાબિટીસ એક ખુબ જ વિસ્તૃત થતી બીમારી છે. જેની લપેટમાં લગભગ મોટાભાગના લોકો આવી ગયાં હશે. પણ જો તમને ડાયાબિટીસ છે અને તમે તેને કંટ્રોલમાં રાખવા માંગતા હો, તો તમારે કેટલીક સાવધાની રાખવાની જરૂર છે. આજે અમે તમને આ લેખમાં એવા કેટલાક ફળ વિશે જણાવીશું તેનું સેવન કરવાથી તમારું ડાયાબિટીસ લેવલ વધી શકે છે. 

ડાયાબિટીસ જેવી બીમારીથી ભારત જ નહિ, પરંતુ વિશ્વની અડધાથી વધારે જાણતા જજૂમી રહી છે. હજુ સુધી ડાયાબિટીસનો કોઈ ખાસ ઈલાજ મળી શક્યો નથી. માટે જ ડોક્ટર શુગર લેવલને નિયંત્રિત કરવા માટે એવી રીત જણાવે છે, જે જીવનશૈલીમાં સરળતાથી અજમાવી શકાય. ડાયાબિટીસનો ઈલાજ જો સમયસર થઈ જાય તો સારું છે, નહિતર તે શરીરમાં બીમારીઓ ઉત્પન્ન કરી શકે છે. તો આવો જાણીએ ડાયાબિટીસમાં નુકશાનદાયક ફળો વિશે.

ફળ સૌથી હેલ્થી સ્નેક્સ માંથી એક ગણવામાં આવે છે કારણ કે, તેમાં ઓછી કેલોરી સાથે વિટામિન અને ફાઈબર ભરપૂર હોય છે. પરંતુ છતાં પણ અમુક લોકો માટે ફળ નુકશાનદાયક પણ બની શકે છે. ડાયાબિટીસમાં બે પ્રકાર છે – ટાઈપ 1 અને ટાઈપ 2. જોવામાં આવે તો ટાઈપ 1 અને ટાઈપ 2 બંને પ્રકારના ડાયાબિટીસમાં શુગર લેવલ ખુબ વધારે હોય છે. 

ટાઈપ 1 ના દર્દીઓમાં શુગર લેવલ ત્યારે હાઈ થવા લાગે છે, જ્યારે તેમના ઉપર ઇન્સુલિન કામ કરતું નથી જે તમારા બ્લડ શુગરને નિયંત્રણમાં રાખે છે. ટાઈપ 2 ડાયાબિટીસ સાવ સામાન્ય છે. મોટાભાગે, ટાઈપ 2 ડાયાબિટીસ એવા લોકોને થાય છે, જે લોકોનું વજન વધારે હોય છે અને જે નિયમિત રીતે વ્યાયામ ન કરતાં હોય. 

હંમેશા ડાયાબિટીસના દર્દીઓને એ સલાહ આપવામાં આવે છે કે, તેમણે એવા ફળોનું સેવન કરવું જોઈએ, જેનું ગ્લાઇસેમિક ઇંડેક્સ ઓછું હોય. પરંતુ છતાં પણ ડાયાબિટીસના દર્દીઓ બધા જ ફળોનું સેવન કરતાં હોય છે. વાસ્તવમાં જીઆઇ એ દર્શાવે છે કે, શરીરમાં કાર્બોહાઇડેડ યુક્ત ભોજન કેટલી જલ્દી તમારા બ્લડ શુગર લેવલ પર અસર કરે છે.

ઉચ્ચ ગ્લાઇસેમિક ઇંડેક્સ યુક્ત ભોજન ખુબ જલ્દી તમારા શરીરમાં બ્લડ શુગર લેવલને વધારે છે. તે સિવાય, વધારે ગ્લાઇસેમિક ઇંડેક્સ વાળા ફળ ખાવાથી શરીર ઝડપથી અસર કરી રહેલા કાર્બોહાઈડ્રેડને કાઉન્ટ કરવા માટે વધારે ઇન્સુલિન બનાવવા લાગે છે, જેનાથી દર 2 થી 3 કલાકે ભૂખ લાગવા માંડે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે તે ખતરનાક સાબિત થઈ શકે છે. કારણ કે, શરીરમાં બ્લડ શુગરને કંટ્રોલ કરવાની ક્ષમતા અથવા તો ઓછી હોય છે અથવા તો ના બરાબર હોય છે. 

ઉચ્ચ જીઆઇ ફળોમાં સમાવિષ્ટ છે : કેળાં, સંતરા, કેરી, દ્રાક્ષ, કિશમિશ, ખજૂર, નાસપતી. જ્યારે ઓછા જીઆઇ વાળા ફળોમાં સમાવિષ્ટ છે : જાંબુડા, સાકરટેટી, કિવિ અને દ્રાક્ષ સમાવિષ્ટ છે. ડાયાબિટીસ જરૂરી પોષકતત્વો માટે ઓછા ગ્લાઇસેમિક ઇંડેક્સ એટલે કે ઓછા જીઆઇ વાળા ફળોનું સેવન કરી શકે છે. 

ડાયાબિટીસને લઈને એનએચએસનો સુજાવ છે કે, ડાયાબિટીસના દર્દીઓએ ઓછા જીઆઇ વાળા ભોજનનું જ સેવન કરવું જોઈએ. પરંતુ સંતુલિત આહાર પણ સરખી રીતે લેવો જોઈએ. અમુક ઓછા જીઆઈ વાળા ખાદ્ય પદાર્થ જેમ કે અનાજ, ફળ, શાકભાજી, બીન્સ અને દાળને ભોજનમાં શામિલ કરવા જોઈએ. જો કે જરૂર નથી કે ઉચ્ચ જીઆઈ વાળા ખાદ્ય પદાર્થ શરીર માટે ખરાબ જ હોય. દા.ત. તરબૂચ અને બીટ ઉચ્ચ જીઆઈ વાળા ફળ અને શાકભાજી છે. પરંતુ તે ડાયાબિટીસમાં નુકશાનદાયક નથી. પરંતુ કેક અને ચોકલેટમાં ઓછું જીઆઈ હોય છે, પરંતુ તેમ છતાં પણ ડાયાબિટીસમાં ખુબ જ નુકશાનકારક હોય છે. 

તમને જણાવીએ તો ઉચ્ચ જીઆઈ વાળા ખાદ્ય પદાર્થની તુલનામાં ઓછા જીઆઈ વાળા ખાદ્ય પદાર્થથી બ્લડ શુગર લેવલ ઓછું વધે છે. કેમ કે ઓછા જીઆઈ વાળા ખાદ્ય પદાર્થ ધીમે ધીમે પચે છે. એટલા માટે તે બ્લડ શુગર લેવલને નિયંત્રણ કરે છે. ત્યાં સુધી કે જમવામાં પણ ઓછા જીઆઈ વાળા ખાદ્ય પદાર્થ જ લેવા જોઈએ. કેમ કે તેનાથી ઘણા લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે. અને ભૂખ ઓછી લાગે છે.

હાઇ ગ્લાઇસેમિક ઇંડેક્સમાં આ વસ્તુઓ પણ સમાવિષ્ટ છે જે, ડાયાબિટીસમાં નુકશાનદાયક છે, જેમાં મીઠું ભોજન, કોલ્ડ ડ્રિંક્સ, સફેદ બ્રેડ, બટેટા, સફેદ ચોખા. જે તમારા બ્લડ શુગરના લેવલને વધારી દે છે. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment