આ લાલ વનસ્પતિનું જ્યુસ તમારા લોહીને 100% શુદ્ધ કરી કફ અને શરીરનો કચરો કાઢી નાખશે બહાર…. બ્લડ પ્રેશર આવી જશે તરત જ કંટ્રોલમાં….

કુદરતી વનસ્પતિઓ આપણને અનેક રીતે સહાયતા કરે છે. આવી વનસ્પતિમાં એલોવેરાનો સમાવેશ થાય છે. એલોવેરા ઔષધીય ગુણોથી ભરપૂર એક છોડ છે. આ છોડની જેલનો ઉપયોગ ત્વચા, વાળ અને હેલ્થથી જોડાયેલી સમસ્યાઓને દૂર કરવા માટે કરી શકાય છે. તમે લીલા પાન વાળા એલોવેરાના છોડને તો ઓળખતા જ હશો, આ અનેક લોકોના ઘરના આંગણાની શોભા વધારે છે.

પરંતુ શું તમે જાણો છો લાલ રંગનું પણ એલોવેરા હોય છે ? જી હા મિત્રો, લાલ રંગનો એલોવેરા, જે સ્વાસ્થ્ય માટે અત્યંત લાભદાયક હોય છે. લીલા એલોવેરાની તુલનાએ લાલ એલોવેરામાં વધુ પોષક તત્વો ઉપલબ્ધ હોય છે. તો આવો આજે લાલ રંગના એલોવેરાના ફાયદા વિશે જાણીશું.લાલ  એલોવેરાના ફાયદા:- લાલ એલોવેરા વિટામિન અને મિનરલથી ભરપૂર હોય છે. આ એલોવેરા લીલા રંગના એલોવેરાની તુલનાએ અનેક ઘણુ પાવરફુલ અને શક્તિશાળી હોય છે. આમાં એમિનો એસિડ અને પોલીસેકેરાઇડનું પ્રમાણ ઘણું વધારે હોય છે. આના પોષક તત્વો મેળવવા માટે તમે લાલ એલોવેરાનું જ્યુસ પિય શકો છો, આ ખુબ જ ફાયદાકારક હોય છે.

1) ઇમ્યુનિટી:- લાલ એલોવેરાનું જ્યુસ પીવાથી તમારા શરીરની રોગપ્રતિકારક ક્ષમતા મજબૂત બને છે. આનાથી તમારો બેક્ટેરિયા અને ઇન્ફેક્શનથી બચાવ થાય છે. સાથે જ શરદી, કફ અને ખાંસીમાં પણ આરામ મળે છે. જ્યારે શરીરની ઇમ્યુનિટી બુસ્ટ થાય છે તો શ્વસન પ્રણાલીથી જોડાયેલી સમસ્યાઓમાં પણ આરામ મળે છે. તેથી લાલ એલોવેરા જ્યુસનું જરૂરથી સેવન કરવું જોઈએ.

2) ત્વચાના ડાઘ ધબ્બા:- લાલ એલોવેરા ત્વચા માટે ખુબ જ લાભદાયક છે. લાલ એલોવેરાનું જ્યુસ પીવાથી શરીરમાં જમા બધા જ ટોક્સિન્સ સરળતાથી બહાર નીકળી જાય છે. તેનાથી લોહી શુદ્ધ થાય છે અને ત્વચામાં નિખાર આવી જાય છે. તમે ઇચ્છો તો લાલ એલોવેરાના રસને ત્વચા પર પણ લગાવી શકો છો. તેનાથી ડાઘ-ધબ્બાથી છુટકારો મળે છે. ત્વચા ગ્લોઇંગ અને સુંદર બને છે.

3) બ્લડ પ્રેશર:- લાલ એલોવેરાનું જ્યુસ હૃદય રોગના દર્દીઓ માટે અત્યંત ફાયદાકારક છે. તમારા હૃદયને સ્વસ્થ રાખવા માટે તમે લાલ એલોવેરા જ્યુસનું સેવન કરી શકો છો. લાલ એલોવેરા જ્યુસ પીવાથી બ્લડ પ્રેશર નિયંત્રિત રહે છે. તમારું હૃદય સ્વસ્થ અને તંદુરસ્ત બનાવી રાખવા માટે લાલ એલોવેરા જ્યુસ જરૂરથી પીવો.4) માસિક ધર્મ:- આજકાલ મોટાભાગની મહિલાઓ અનિયમિત પિરિયડ્સથી પરેશાન છે. એવામાં લાલ એલોવેરા જ્યુસ પીવાથી લાભદાયક થઈ શકે છે. લાલ એલોવેરા જ્યુસ પીવાથી માસિક ધર્મ નિયમિત કરવામાં મદદ મળે છે. સાથે જ માસિક ધર્મ દરમ્યાન થતા દુખાવા અને કળતરમાં પણ આરામ મળે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment