સવારમાં ક્યારેય પણ ન ખાવી જોઈએ આ 10 વસ્તુ, નહિ તો શરીરનું એકે એક અંગ થઈ જશે બીમાર અને એકદમ ખોખલું… મોટાભાગના લોકો હેલ્દી સમજીને ખાઈ છે ધીમું ઝેર…

મોર્નિંગ બ્રેકફાસ્ટ એટલે કે સવારનો નાસ્તો દિવસની પહેલી ડાયટ હોય છે. દિવસની શરૂઆત કરવા માટે આપણા શરીરને એનર્જી ની જરૂરિયાત હોય છે, જે પૌષ્ટિક અને સ્વસ્થ નાસ્તાથી મળે છે. એવું કહેવાય છે કે સવારનો નાસ્તો દિવસનું સૌથી મહત્વપૂર્ણ ભોજન હોય છે. એ વાત બિલકુલ સાચી છે કારણકે તમે સવારમાં શું ખાવ છો તેનાથી તમારા શરીરને સંપૂર્ણ દિવસના કામકાજ માટે ઊર્જા મળે છે. તેથી જ એક્સપર્ટ સલાહ આપે છે કે સવારનો નાસ્તો ક્યારેય ન છોડવો જોઈએ. નાસ્તા નો મતલબ માત્ર પેટ ભરવું નથી હોતું પરંતુ તમે જે પણ કંઈ ખાવ છો તેનાથી તમને સંપૂર્ણ પોષક તત્વો મળવા જોઈએ.

નાસ્તામાં શું ન ખાવું જોઈએ:- ઘણા બધા લોકો નાસ્તો કરે છે પરંતુ તેમને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો નથી મળતા આ જ કારણ છે કે તેઓ સંપૂર્ણ દિવસ દરમિયાન સુસ્ત અને નબળાઈનો અહેસાસ કરે છે. કે તેમને વારંવાર ભૂખ લાગે છે. નાસ્તામાં આડી અવળી વસ્તુઓ ખાવાથી સ્વાસ્થ્ય માટે જોખમકારક બની શકે છે.

નાસ્તામાં શું ખાવું જોઈએ?:- નાસ્તામાં એવી વસ્તુઓ શામેલ હોવી જોઈએ જેનાથી તમને ઊર્જા મળે અને તેવી વસ્તુઓમાં ફાઇબર, પ્રોટીન અને હેલ્ધી ફેટ જેવા તત્વો હોય. સૌથી મોટી વાત એ છે કે જ્યાં સુધી તમે તમારા બપોરનું ભોજન નથી કરી લેતા ત્યાં સુધી તમારુ પેટ ભરેલું હોવાનો અહેસાસ હોવો જોઈએ. ન્યુટ્રિશિયન ની સલાહ પ્રમાણે નાસ્તામાં કઈ વસ્તુઓ ન ખાવી જોઈએ અને તેનું શું કારણ હોય છે તે આજે આપણે આ લેખના માધ્યમથી જાણીશું.1) અનાજ:- મોટાભાગના લોકો એવું વિચારે છે કે નાસ્તા માટે અનાજ એક સારો વિકલ્પ છે.પરંતુ આ સ્વાસ્થ્ય માટે સારી નથી હોતી.આ વધારે પડતા પ્રોસેસ્ડ હોય છે અને તેમાં થોડીક જ માત્રામાં આખું અનાજ હોય છે. તેમાં શુગરનું પ્રમાણ વધારે હોય છે જેનાથી સ્થૂળતા, હૃદય રોગ સાથે સાથે ડાયાબિટીસના જોખમો પણ વધી જાય છે.

2) ફ્લેવર વાળું દહીં:- તમે એવા લોકોમાં છો જેમને નાસ્તામાં દહીં વધુ પ્રિય હોય છે. ફ્લેવર વાળા દહીંમાં ખાંડ અને ગળ્યું વધારે હોય છે. જે ક્યારેક એક નિયમિત ઠંડા પીણાની બોટલની માત્રા કરતાં વધારે હોય છે. તેથી તેને સવારના સમયમાં સેવન કરવાથી બચવું જોઈએ.

3) સફેદ બ્રેડ:- ચા અને કોફી ની સાથે ટોસ્ટ નાસ્તા માટે સૌની પસંદગી હોય છે. પરંતુ આ સ્વાસ્થ્ય માટે એક સારો વિકલ્પ ન કહેવાય. સફેદ બ્રેડમાં ખૂબ જ ઓછા કે બિલકુલ પણ પોષક તત્વો હોતા નથી અને જ્યારે આપણે તેની પર જામ કે ચોકલેટ સોસ લગાવીએ છીએ તો તે પાચનતંત્ર માટે વધારે ખરાબ થઈ જાય છે. તેથી સફેદ બ્રેડ ની જગ્યાએ ફેટ બટર કે ચીઝ વાળી મલ્ટીગ્રેન બ્રેડ લેવી.

4) પેકેટ વાળા ફ્રુટ જ્યુસ:- ડોક્ટર હંમેશા આપણને ફ્રુટના જ્યુસ પીવાની સલાહ આપે છે પરંતુ સાચી વાત એ છે કે, તે એટલા સ્વસ્થ નથી જેટલા આપણે વિચારીએ છીએ. કેટલાક પેકેટ વાળા જ્યુસમાં ખૂબ જ ઓછી માત્રામાં રસ હોય છે અને ખાંડની સાથે ગળ્યું હોય છે જે સ્થૂળતા ડાયાબિટીસ અને બીજી અનેક પ્રકારની જૂની બીમારીઓનું કારણ બની શકે છે.5) કોફી:- કોફી સારી હોય છે પરંતુ એ સાચું છે કે ખાલી પેટે માત્ર એક કપ કોફી તમારા સ્વાસ્થ્યને ખરાબ કરી શકે છે. નિઃશઁકપણે કોફી માં અનેક સ્વાસ્થ્ય લાભ છે પરંતુ ખાલી પેટે તેનું સેવન કરવાથી બચવું. જોકે નાસ્તો કર્યા બાદ તમે કોફી પી શકો છો.

6) સ્મૂધી:- સ્મૂધી તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી છે પરંતુ જ્યારે નાસ્તાની વાત કરવામાં આવે તો આ સૌથી સારો વિકલ્પ નથી. મોટાભાગે સ્મૂધી માં ફળોનો રસ ભરેલો હોય છે જે આપણાં માં સુગરની માત્રાને વધારી દે છે. તેનાથી તમારું બ્લડ સુગર ઝડપથી વધી શકે છે. તેના સિવાય તમે આને સાંજે પી શકો છો.

આ વસ્તુઓથી પણ દૂર રહેવું:- ઉપર જણાવેલી વસ્તુઓ સિવાય તમારે તમારા નાસ્તામાં ડોનટ્સ, ગ્રાનોલા બાર, મફિન્સ અને પેનકેક જેવા મીઠા ખોરાકનો સમાવેશ ન કરવો જોઈએ. આ વસ્તુઓ તમારા બ્લડ શુગર લેવલને વધારી શકે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment