જાડું અને ગંઠાઈ ગયેલું લોહી પાતળું કરવાનો સૌથી સસ્તો દેશી ઈલાજ, કોલેસ્ટ્રોલ અને હાર્ટએટેક રહેશે આજીવન દુર…

આજની વ્યસ્ત લાઈફ સ્ટાઇલના કારણે આપણે આપણા સ્વાસ્થ્ય પર ધ્યાન આપી શકતા નથી. રૂપિયા કમાવવાની હોડમાં એવા ખોવાઈ ગયા કે કસરત કરવાનું કે ખાવાનું પણ ભૂલી ગયા. માનવીની આવી સ્થિતિના કારણે અનેક રોગના ભરડામાં લેવાતો ગયો. આવા રોગોમાં લોહીની વિસંગતતા પણ જવાબદાર છે એટલે કે લોહીમાં ધીમે ધીમે ખરાબી થવા લાગે છે જે અનેક બીમારીઓનું મુકામ બની જાય છે.

લોહી બગાડવાના સૌથી મોટા લક્ષણમાં ત્વચાના રોગ જવાબદાર છે. જેમ કે, ડાઘ-ધબ્બા ફોડકીઓ, કે સંક્રમણ છે આ બધા લોહી વિકારોના કારણો છે. લોહીને શુદ્ધ અને પાતળું બનાવવા માટે ઘણા લોકો દવાઓનો સહારો લે છે પરંતુ તેની સારવાર આયુર્વેદિક ઉપચારો દ્વારા પણ કરી શકાય છે. તો આજે અમે તમને એવા જ આયુર્વેદિક ઉપચારો જણાવીશું જેના દ્વારા તમે જાડા લોહીને પાતળું કરવામાં સરળતા રહેશેએ.1) જાડું લોહી થવાથી કે લોહી ગંઠાવાથી થતા નુકશાન:- શરીરમાં લોહી જાડુ થવાથી ચક્કર આવવા લાગે છે, હૃદય રોગ થાય છે એટલે કે હાર્ટ એટેક આવવાની સંભાવના રહે છે, આંખોમાં અંધારા આવે છે, મહિલાઓને માસિક ધર્મ દરમ્યાન વધુ રક્તસ્ત્રાવ થાય છે, સંધિવા નો દુખાવો થાય છે. તેના સિવાય માથાનો દુખાવો હાઈ બ્લડ પ્રેશર ચામડીમાં ખંજવાળ અને કોલેસ્ટ્રોલની સમસ્યા પણ થઈ શકે છે.

2) લોહી જાડુ થતું અટકાવવાના ઉપાય:- લોહીને શુદ્ધ કરવા માટે વધુમાં વધુ પાણી પીવું જોઈએ કારણ કે આપણા શરીરમાં ત્રીજા ભાગનું પાણી હોય છે. શરીરમાં રહેલા ઝેરી પદાર્થો અને બેક્ટેરિયાને બહાર કાઢવા અને શરીરને સાફ રાખવા માટે યોગ્ય પ્રમાણમાં પાણી પીવું અતિ આવશ્યક છે. લોહીની શુદ્ધતા કરવા માટે ઘરમાં વપરાતી વરીયાળીનો ઉપયોગ કરી શકાય છે આ માટે સરખા ભાગે સાકર અને વરીયાળી લઈને વાટીને આ મિશ્રણને બે મહિના સુધી સવાર સાંજ પાણી સાથે સેવન કરવું. આ દેશી ટીપ્સથી શરીરમાં લોહીનો પ્રવાહ સારો થાય છે. ચામડીના રોગને દૂર કરી શકાય છે. આંખોની રોશની વધે છે, આ દેશી ટિપ્સથી શરીરમાં લોહીનો પ્રવાહ સારો થઈ શકે છે. ચામડીના રોગ દૂર થાય છે આંખોની રોશની વધે અને લોહી શુદ્ધ કરે છે.

3) બને એટલો વધુ પરિશ્રમ કરવો:- બને એટલો વધુ પરિશ્રમ, વ્યાયામ અને મહેનત કરો જેથી શરીરમાંથી પરસેવાને બહાર કાઢી શકાય. સાથે શરીર ની અશુદ્ધિઓને પણ બહાર કાઢવામાં મદદરૂપ થાય છે. લોહીને સાફ કરવા માટે આયુર્વેદિક દવા માં ઘઉંના જવારા દવા જેવું કામ કરે છે. તે શરીરમાંથી ઝેરી પદાર્થોને બહાર કાઢવા માટે અસરકારક છે.બેઠાડું જીવન જીવવાથી કે કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ ન કરવાથી પણ લોહી જાડુ થઈ શકે છે. જો શરીરમાં લોહીનું બ્લડ સર્ક્યુલેશન સુચારુ રૂપે થતું હોય તો તે ગંઠાતું નથી. સ્વાસ્થ્યવર્ધક લોહી બનાવવા માટે દરરોજ 30 થી 45 મિનિટ કસરત કરવી જોઈએ. આ ઉપરાંત યોગ દ્વારા પણ લોહીની ગુણવત્તામાં વધારો કરવામાં મદદ મળે છે.

લોહીને શુદ્ધ કરવા માટે આયુર્વેદિક ઉપચારમાં ઘઉંના જવારા પણ ફાયદાકારક છે. આયુર્વેદિક દવામાં પણ ઘઉંના જવારાને લઈ શકીએ છીએ. આ શરીરમાં રક્તસંચાર ની પ્રક્રિયાને નિયમિત બનાવે છે. લસણના એન્ટિઓક્સિડન્ટ ગુણો શરીરમાં જમા કરેલા મુક્ત રેડીકલ્સને દૂર કરવામાં મદદરૂપ થાય છે. બ્લડ પ્રેશર નોર્મલ બનાવે છે. અને તે લોહીના પ્રવાહને સંતુલિત કરવામાં તેમજ લોહીને પાતળું કરવામાં મદદરૂપ થાય છે. એલોવેરા ના તાજા રસમાં લીંબુને મેળવીને સવાર સાંજ સેવન કરવું જોઈએ. તેનાથી ઘણો ફાયદો થાય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment