શું ડાયાબિટીસના દર્દીઓએ સંતરા ખાવા જોઈએ? સંતરા ખાવાથી ફાયદો થાય છે કે નુકસાન જાણીલો આ ખાસ માહિતી…મોટા ભાગના લોકો છે અજાણ…

ડાયાબિટીસથી પીડિત દર્દીઓના ખાનપાન પ્રત્યે વિશેષ રૂપે સતર્ક રહેવું જરૂરી હોય છે. ક્યારેક તો એટલું વધારે કે પોતાનું બ્લડ શુગર લેવલને મેનેજ કરવા માટે કેટલીક વસ્તુઓ જેમ કે ફળ અને મીઠાઈ ખાવાથી સંપૂર્ણ રીતે બચે છે. કોઈપણ ભોજનને સંપૂર્ણ રીતે ટાળવાનો સૌથી સારો વિકલ્પ એ છે કે તેને સંતુલિત માત્રામાં લેવું જોઈએ.

અનેક ગુણોથી ભરપુર સંતરા ખાવાનું ઘણા લોકો પસંદ હોય છે. જેનું સેવન કરવુ આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. જો કે તમને ડાયાબિટીસ હોય તો તમે આ રસદાર ફળનો આનંદ લેવાથી પોતાને રોકતા હશો પરંતુ શું તમારે હકીકતમાં આ વિટામિન સી થી ભરપૂર ફળને ખાતા બચવુ જોઈએ? તો આજે અમે એવા જ કેટલાક સવાલોના જવાબ લઈને આવ્યા છીએ.

શું ડાયાબિટીસના દર્દી સંતરા ખાઈ શકે છે?:- આનો એકદમ સીધો જવાબ છે હા, નિશ્ચિત રૂપે ડાયાબિટીસના રોગીઓ સંતરાનું સેવન કરી શકે છે. ડાયાબિટીસના દર્દીઓને એવા ખાદ્ય પદાર્થો ખાવાની સલાહ આપવામાં આવે છે જે ફાઇબરથી ભરપૂર હોય અને જેમાં સંતુલિત પ્રમાણમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ હોય છે. સંતરામાં ફાઇબરનું પ્રમાણ વધારે હોય છે અને તેનું જીઆઇ લેવલ 40 -50 ની વચ્ચે હોય છે. સાથે જ આ કુદરતી શુગરથી ભરપૂર હોય છે જે ડાયાબિટીસના પેશન્ટો માટે સંપૂર્ણ રીતે સુરક્ષિત છે.

1) ઇમ્યુનિટી બુસ્ટ કરે:- સંતરા વિટામીન c થી ભરપૂર હોય છે જે આપણી રોગ પ્રતિકારક ક્ષમતાને વધારે છે. અલગ- અલગ ઋતુમાં આપણે અનેક બીમારીઓની ઝપટમાં આવવાની સંભાવના વધી જાય છે અને ઇમ્યુનિટી વધારવા વાળી વસ્તુઓનું સેવન કરવાથી આવી મોસમી બીમારીઓથી દૂર રહેવામાં મદદ મળે છે. આ ઉપરાંત સંતરા આંતરડાના સ્વાસ્થ્યને મજબૂત કરે છે તેમજ હૃદયના સ્વાસ્થ્યને પણ મજબૂત બનાવે છે2) હૃદય માટે સારું:- આપણા હૃદયને સ્વસ્થ રાખવા માટે એક હેલ્ધી ડાયટમાં ફાઇબર એન્ટિઓક્સિડન્ટ અને વિટામિનનું કોમ્બિનેશન હોવું જરૂરી છે. સંતરામાં આ દરેક ગુણો હોય છે જેનાથી આપણું હૃદય સ્વસ્થ રહે છે. આ શરીરમાં બ્લડ સુગર અને કોલેસ્ટ્રોલ ને મેનેજ કરવામાં પણ મદદ કરે છે.

3) પાચનતંત્ર માટે ફાયદાકારક:- ફાઇબર હેલ્દી પાચનક્રિયા માટે મુખ્ય હોય છે. ફાઇબર અન્નનળીને સ્વસ્થ રાખવા અને મેટાબોલિઝમ ને વધારો આપવામાં મદદ કરે છે. સંતરામાં ફાઇબર ખૂબ જ સારી માત્રામાં ઉપલબ્ધ હોય છે જે પાચન ક્રિયા માટે સારું હોય છે. સંતરા એક સિટ્રિક ફ્રુટ છે આવા પ્રકારના ફળોમાં વિટામીન સી નો સારો સ્ત્રોત હોય છે.

4) વજન ઘટાડવા માટે:- નવા વરસનો ઈંતજાર કરતા લોકો માટે ન્યુ યર ગોલના રૂપમાં વજન ઘટાડવા ને લઈને સંકલ્પ લીધો હોય તો જાણી લેજો કે સંતરામાં કેલેરીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે જેના કારણે આ વજન ઘટાડવા માટે ખૂબ જ મદદરૂપ સાબિત થશે. આ વજન ઘટાડવા ઈચ્છતા લોકો માટે એક પરફેક્ટ વેટ લોસ સ્નેક છે.5) ડાયાબિટીસ ફ્રેન્ડલી:- ફાઇબરથી ભરપૂર સંતરામમાં લો લાયસેમિક ઇન્ડેક્સ હોય છે જે તેને એક ડાયાબિટીક ફ્રેન્ડલી ફ્રુટ બનાવે છે,એ વાત યાદ રાખવી કે તમારે ડબ્બા બંધ ઓરેન્જ જ્યુસ નો ઉપયોગ કરવાથી બચવું જોઈએ આમાં આર્ટિફિશિયલ શુગર અને પ્રિઝર્વેટીસ નું પ્રમાણ ખૂબ વધારે હોય છે જે ડાયાબિટીસના રોગીઓ માટે નુકસાનદાયક બની શકે છે.

સંતરા ના અન્ય લાભ:- સંતરામાં વિટામીન બી કોમ્પ્લેક્સનો સ્ત્રોત પણ હોય છે જે હિમોગ્લોબિનનું પ્રમાણ વધારે છે. આ હૃદયના સ્વાસ્થ્ય અને બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે અને હાડકાને મજબૂત બનાવે છે.

સંતરામાં કુદરતી રીતે એન્ટિઓક્સિડન્ટ હોય છે. અને ઇમ્યુનિટી વધારે છે. લોહી સાફ કરવાની સાથે આ સ્ટેમિના વધારવામાં પણ મદદરૂપ થાય છે. સંતરામાં ઉચ્ચ ફાઇબર અને વિટામિન સી ઉપલબ્ધ હોય છે આને ખાવાથી જલ્દી ભૂખ નથી લાગતી અને વજન નિયંત્રિત રહે છે.

સંતરામાં વિવિધ પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે. આની સૌથી મોટી વિશેષતા એ છે કે કેલેરી ખૂબ જ ઓછી હોય છે. કોઈપણ પ્રકારનું સેન્ચ્યુરેટેડ ફેટ કે કોલેસ્ટ્રોલ સંતરામા નથી હોતું. તેનાથી વિપરીત આને ખાવાથી ડાયોટરી ફાઇબર મળે છે જે હાનિકારક તત્વોને શરીરમાંથી બહાર કાઢવામાં સહાયક હોય છે.

સંતરામાં વિટામીન એ ની માત્રા હાજર હોવાથી આ આંખો માટે પણ અત્યંત લાભદાયક છે. સંતરામાં હેલ્દી ઇમ્ફ્લેમેટરી પ્રોપર્ટીઝ હોય છે અને આ આપણા શરીરમાં ઇલેક્ટ્રોલાઇટનું બેલેન્સ જાળવી રાખવામાં મદદ કરે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment