અપનાવો આ 6 માંથી કોઈ 1 ઘરેલુ ઉપચાર..ગમે તેવા પીઠ અને કમરના દુખાવાથી મળશે કાયમી છુટકારો… નસો અને માસ પેશીઓ સોજા અને દુખાવા દુર કરવામાં છે 100% અસરકારક..

મોટાભાગના લોકો કમરના દુખાવાથી પરેશાન રહેતા હોય છે. કમરનો દુખાવો થવાના ઘણા કારણો છે. ખરાબ પોશ્ચર, શારીરિક પ્રવૃત્તિ ન કરવી અને વધારે ભાર ઉઠાવવો એ પીઠના દુખાવા ના સામાન્ય કારણો છે. પરંતુ શું તમે જાણો છો કમરની નસોમાં સોજો અને દુખાવાનું કારણ પણ પીઠમાં દુખાવાની સમસ્યા હોય છે? જી હા તમે બિલકુલ સાચું વાંચ્યું, નસોમાં બ્લોકે જ સોજો અને દુખાવો થવા પર પીઠ ના દુખાવાની સમસ્યા થાય છે. લોકો આને સામાન્ય દુખાવો સમજીને તેનાથી છુટકારો મેળવવા માટે વિવિધ પ્રકારના ઉપચારો અજમાવે છે. પરંતુ આવા દુખાવાથી આરામ મળતો નથી. આવું એટલે થાય છે કારણ કે નસોમાં દુખાવો થવાથી તમને સામાન્ય ઉપાયો કે પેન કિલરથી રાહત નથી મળતી.

હવે પ્રશ્ન એ ઊઠે છે કે પીઠ ની નસમાં દુખાવાથી છુટકારો મેળવવા તમે શું કરી શકો છો? આમ તો તમે કેટલાક ઘરેલુ ઉપચારથી પીઠમાં નસના દુખાવાને સરળતાથી છૂટકારો મેળવી શકો છો પરંતુ નસમાં દુખાવાથી છુટકારો મેળવવા માટે તમારે પહેલા નસોમાં દુખાવાના કારણને સમજવું જરૂરી હોય છે. આજે અમે આ આર્ટીકલ માં તમને કયા કારણે પીઠમાં દુખાવો થાય છે અને તેનાથી છુટકારો મેળવવા શું કરવું જોઈએ તે જણાવીશું.પીઠ ના દુખાવાથી છુટકારો મેળવવા શું કરવું જોઈએ:- 

કમરની નસ માં દુખાવામાં શું થાય છે:- નસોમાં દુખાવાની સમસ્યા ખરાબ બ્લડ સર્ક્યુલેશન અને પ્રવાહના કારણે થાય છે જેનાથી નસોમાં લોહીનો સંચાર સારી રીતે નથી થઈ શકતો. તેનાથી નસોમાં લોહી ભેગું કે જમા થવા લાગે છે અને નસોમાં બ્લોકેજનું કારણ બને છે. તેનાથી નસો બ્લોક થઈ જાય છે તેથી નસોમાં સોજો આવવા લાગે છે. જેનાથી નસોમાં અત્યંત દુખાવો થાય છે. આ દુખાવો તમારી પીઠ થી લઈને ગરદન અને નીતીંબ સુધી થાય છે. તેનાથી લોકોને ઘણી જ અસહજતાનો સામનો કરવો પડે છે. આ દુખાવાથી ઉઠવા, બેસવા, ઊંઘવાથી લઈને દિવસભરના સામાન્ય કામ કરવામાં પણ મુશ્કેલી થાય છે.

પીઠ ની નસના દુખાવાના ઘરેલુ ઉપાય:- 

1) શેક કરો:- તમે પીઠ માં દુખાવા વાળા ભાગમાં ગરમ કે ઠંડો શેક કરી શકો છો આ સોજા ને ઘટાડવા અને લોહીના પ્રવાહને સારો બનાવવા માટે અસરકારક અને અત્યંત સરળ રીત છે. આનાથી સોજો દૂર થાય છે અને દુખાવાથી જલ્દી આરામ મળે છે.2) યોગ કરો:- યોગમાં એવા અનેક આસનો છે જે નસો અને માસ પેશીઓને સ્ટ્રેચ કરીને સોજાને દૂર કરવા અને બ્લડ સરક્યુલેશન ને સારું બનાવે છે. સાથે જ દુખાવાથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. ભુજંગાસન, અપાનાસન, અધોમુખ શ્વાન આસન, સુપ્ત પાદંગુષ્ઠાસન, શલભાસન યોગ વગેરે નસો માં દુખાવો અને સોજો ઘટાડવા માટે કેટલાક અસરકારક યોગાસનો છે.

3) દુખાવા વાળી જગ્યા પર માલિશ કરો:- માલિશ કરવાથી નસો અને માસ પેશીઓમાં સોજો ઓછો થાય છે. માલિશ માટે તમે સરસવના તેલનો પ્રયોગ કરી શકો છો. આનાથી રાહત મળે છે. બસ સરસવના તેલમાં હળદર કે લસણ નાખીને ગરમ કરી લો અને ત્યારબાદ દુખાવા વાળી જગ્યા પર સરસ રીતે માલિશ કરો આનાથી દુખાવામાં ઘણી જ રાહત થશે.

4) એક્સરસાઇઝ કરો:- એક્સરસાઇઝ કરવાથી નસોમાં લોહી દોડવા લાગે છે જોકે તમને ગંભીર દુખાવો થઈ રહ્યો હોય તો માત્ર સ્ટ્રેચિંગ કરવા વાળી એક્સરસાઇઝ કરો વધારે ભાર ન ઉઠાવો. જો તમે નિયમિત રૂપે એક્સરસાઇઝ કરશો તો આનાથી નસોમાં દુખાવાની સમસ્યા દૂર થશે. તેથી દરરોજ 30 મિનિટ એક્સરસાઇઝ કરવાનો પ્રયત્ન કરો.

5) દૂધમાં હળદર મેળવીને પીવો:- એન્ટિઓક્સિડન્ટ અને એન્ટી ઇન્ફ્લેમેટ્રી ગુણો થી ભરપૂર હળદર સોજો અને દુખાવાનો અસરકારક ઉપચાર છે. આ બ્લડ સર્ક્યુલેશન ને સારું બનાવવામાં મદદ કરે છે. પ્રયત્ન કરો કે આને તમારા ભોજનમાં સામેલ કરો. આને ગરમ પાણીમાં નાખીને પીવો કે હળદર વાળું દૂધનું સેવન કરો તેનાથી દુખાવામાં જલ્દી રાહત થશે.

6) બ્લડ સર્ક્યુલેશન વધારતો આહાર લો:- જંક ફૂડ અને પ્રોસેસ ફૂડ ના સેવન ની જગ્યાએ સંતુલિત અને પોષક તત્વોથી ભરપૂર આહાર લો. જેનાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન ને સારું બનાવવામાં મદદ મળે છે. બ્લુબેરી, ક્રેનબેરી, બ્લેકબેરી, રાસ્પબેરી, સ્ટ્રોબેરી જેવા ફૂડને ડાયટમાં સામેલ કરો. પ્રોટીનથી ભરપૂર આહાર લો. ફળ અને શાકભાજી વધારે ખાવા. અને ઘી જેવા હેલ્ધી ફેટ ડાયટમાં જરૂર સામેલ કરવા. તેનાથી નસોના દુખાવાની સમસ્યાને રોકવામાં મદદ મળશે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment