આ ઠળિયા સ્વાસ્થ્ય માટે છે અમૃત સમાન, વજન, બ્લડ પ્રેશર ઘટાડી, બચાવશે હ્રદય અને કેન્સર જેવી ગંભીર બીમારીઓથી. ડાયાબિટીસમાં છે રામબાણ.

મિત્રો હાલ તમે જાણો છો કે ચોમાસાની શરૂઆત થઇ ગઈ છે. આથી બજારમાં કાળા જાંબુ જોવા મળતા હશે. અને તેને જોઇને ખાવાનું મન પણ થઇ જાય છે. જો કે જાંબુ એ અનેક પોષક તત્વોથી ભરપુર હોવાના કારણે તેના સેવનથી સ્વાસ્થ્યને અનેક લાભો થાય છે. પણ આપણે જયારે જાંબુ ખાઈએ છીએ ત્યારે તેના ઠળિયા ફેકી દેતા હોઈએ છીએ. પણ શું તમને ખબર છે કે જાંબુના ઠળિયા પણ એટલા પોષક તત્વોથી ભરપુર માનવામાં આવે છે. આથી તેનું સેવન બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરવામાં મદદ કરે છે.  

જાંબુડાનું સેવન કરવું ઉનાળાની ઋતુમાં દરેક વ્યક્તિને પસંદ હોય છે. આપણે જાંબુડા ખાધા બાદ તેના ઠળિયા ફેંકી દેતા હોઈએ છીએ પરંતુ આ ઘણી મોટી ભૂલ છે. વાસ્તવમાં જાંબુડાના ઠળિયાનું સેવન કરવાથી ઘણા બધા લાભ મળી શકે છે. રિસર્ચ ગેટ મુજબ તેમાં એંથોકેનીન રહેલું હોય છે જે કેન્સર અને હ્રદયની બીમારીઓ જેવી બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે. જાંબુડાનો પ્રયોગ માત્ર એક ફળના રૂપમાં જ નહીં પરંતુ એક ઔષધિના રૂપમાં પણ થાય છે. તેમાં કેલ્શિયમ, પોટેશિયમ, આયરન અને વિટામિન જેવા પૌષ્ટિક તત્વો રહેલા હોય છે. જાંબુડાના ઘણા બધા લાભ છે જેમકે, તેમાં જોવા મળતા ગ્લુકોઝ અને ફ્રૂક્ટોઝ હિટ સ્ટ્રોકથી તમને બચાવવામાં મદદ કરે છે. આવો જાણીએ જાંબુડાના ઠળિયાના ફાયદા. જાંબુડાના ઠળિયાના ફાયદા:-

વજન ઘટાડવામાં સહાયક:- જો તમે ઝડપથી વજન ઓછુ કરવા માંગતા હો તો તમારે જાંબુનું સેવન કરવું જોઈએ. જાંબુડાના ઠળિયાનો પાવડર વજન ઘટાડવામાં ઘણી મદદ કરી શકે છે. સવારે ઊઠીને દરરોજ આ પાવડરનું એક ચમચી સેવન બેલી ફેટ ઘટાડવામાં અને હેલ્થી રાખવામાં લાભદાયક છે. આ પાવડર સ્કીનમાંથી પિંપલ અને બ્લેમીશ દૂર કરવામાં પણ મદદરૂપ છે. તેને ચહેરા પર પ્રયોગ કરવા માટે તેમાં પાણી મિક્સ કરીને પેસ્ટ બનાવો અને ચહેરા પર રાત્રે લગાડીને સૂઈ જાઓ અને સવારે ચહેરો ધોઈ લેવો. 

ડાયાબિટીસ:- ડાયાબિટીસ માટે જાંબુડાના ઠળિયા એક દવાના રૂપમાં કાર્ય કરી શકે છે. તેનો પલ્પ, રસ અને ઠળિયા દરેક ભાગ ડાયાબિટીસના લોકો માટે ફાયદાકારક છે. જાંબુડામાં કાર્બ્સ, પ્રોટીન, ફૈટ, વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી, ગૌલિક એસિડ જેવા તત્વો હોય છે. તેને આયુર્વેદિક દવાઓના રૂપમાં પણ પ્રયોગમાં લઈ શકાય છે. ડાયજેસ્ટિવ સિસ્ટમને પણ ફિટ રાખે છે:- આજકાલનું રૂટિન એટલું ખરાબ થઈ ગયું છે કે, લોકો ઘણું આડુ અવળું ખાવા લાગ્યા છે જેના કારણે ડાયજેસ્ટિવ સિસ્ટમ ખરાબ થવા લાગે છે. આ સમયે પેટમાં દુખાવો, પાચન ન થઈ શકવું જેવી સ્થિતિ જોવા મળે છે. જાંબુડાના ઠળિયાના પાવડરનું સેવન કરવાથી ડાઇઝેશન સરખું રહે છે. 

બ્લડ પ્રેશર:- આ સમયે ઘણા લોકો બ્લડ પ્રેશરની સમસ્યાથી જજૂમી રહ્યા છે. તેને ઘટાડવું લોકો માટે એક મોટી ચૂનોતી બની ગયું છે. જાંબુડાના ઠળિયાના પાવડરને પાણી સાથે ખાઈ શકાય છે જેનાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રાખવામાં મદદ મળે છે.

કેન્સરથી બચાવે છે:- જાંબુડાના ઠળિયામાં જોવા મળતા ફાઇટો કેમિકલ્સ જેવા પોલિફિનાલ કેન્સરથી બચાવવામાં લાભદાયક હોય છે. તેમાં એંથો સાઈનીન હોય છે જે કેન્સર અને હ્રદયની બીમારીઓથી બચાવવામાં લાભદાયી હોય છે. જાંબુડાના ઠળિયા અને જાંબુડા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. 

આમ માત્ર જાંબુડા જ નહીં પરંતુ તેના ઠળિયા પણ તમારા સ્વાસ્થ્ય માટે વરદાનરૂપ સાબિત થઈ શકે છે અને તમારું સ્વાસ્થ્ય સારું રાખવામાં મદદ કરે છે. તો તમે પણ જાંબુડાના ઠળિયાને ફેંકી ન દેતા તેના પાવડરનું સેવન કરીને સ્વાસ્થ્યના લાભ લઈ શકો છો. આમ જાંબુના ઠળિયા એ તંદુરસ્તી સારી રાખવામાં મદદ કરે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment